હે..આખા વિશ્વમાં આવી મહામારી
ને ભારત ઝઝૂમી રહ્યું આ રોગમાં
હે..ગુજરાતની આસ્મિતા પડી જોખમમાં
ને લોકો ગયા છે હારી આ મહામારીમાં
પણ હજી સરકાર નથી હારી આ રોગથી
ને ડૉક્ટર,પોલીસ અને સફાઈકર્મીયે આપી માત
માનો એટલું સહેલું નથી આ કામ જ રે..
જે કરી રહી છે ગુજરાતની સરકાર
એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ
અને એમાય આ લોકોની અજ્ઞાનતા
હે.. લોકડાઉનનું પાલન ના કરતાં
બધી રહ્યો છે આ કોરોના
હે... નથી આ કોઈ મિસાઇલ કે અણુબોમ્બ
આ તો છે અદ્રશ્ય પરમાણુ બોમ્બ
હજી સમય છે બચવાનો આ દુશ્મનથી
ચાલો શીખી લઈએ ખભો મિલાવતા સરકારથી
- મોજીલો ગુજરાતી
Very nice
જવાબ આપોકાઢી નાખો