આ છેલ્લો ભાગ વાંચતા પહેલા આગળના બે ભાગ વાંચો લેવા જેથી સત્ય ઘટના પર આધારિત આ કહાણી સમજાઈ શકે
સાત દિવસ સાત સદીઓ એટલા કહાણીનો પહેલો ભાગ
સાત દિવસ સાત સદીઓ એટલા કહાણીનો બીજો ભાગ
આ પછી અનિલ જાગીને પછી બહાર જતો રહે છે. પરંતુ આજની ઘટના તેના માટે અજીબ રહી હતી. હેતલ પણ ત્યા વિચાર કરતી હતી કે, અનિલ આમ કીધા વગર જ કેમ જતો રહ્યો? તેના માટે કદાચ આ મોટી વાત નહોતી પણ અનિલ માટે બઉ મોટી વાત હતી. આ ઘટના પછી અનિલ હેતલને જ્યારે મળ્યો ત્યારે બધી વાત જણાવી. હેતલ આ સાંભળીને હસવા લાગી અને કહ્યું કે, તું આટલો ફટ્ટું કેમ છે? આપણે ખાલી ગળે જ તો મળ્યા હતા. એમા ક્યાં કોઈ મોટી વાત છે? આ વાતને તું હવે ભૂલી જા અને વધારે વિચારીશ નહીં. ત્યા અનિલે હેતલને પૂછી જ લીધું કે, 'હું તને ગમું છું કે, નહીં' તું ખાલી હા કે ના માં જવાબ આપ.
હેતલ પણ કઈ ઓછી નહોતી તે અનિલને હેરાન કરવા માંગતી હતી. એટલે તેણે વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, 'ચાલને હવે શાળાએ જવાનું મોડૂં થાય છે આ બધી વાતો પછી કરી લેશું'
અનિલ સમજી ગયો કે, હેતલ તેને હેરાન કરવા માટે આવું કરી રહી છે. તો તેણે કહ્યું કે, સારૂ તો હું હવે તારે ઘેર ટીવી જોવા નહીં આવું જા!
હેતલે કહ્યું કે, ના હો એ નહીં ચાલે. મને તારા વગર ટીવી જોવાની મજા નથી આવતી. અને હાલ તો શક્તિમાનમાં કપાલા વાળું ચાલે છે, હું એકલી એ ના જોઈ શકું! તારે મારી સાથે ટીવી જોવા આવાનું જ છે. નહીં તો હું જશોદાકાકીને કહી દઈશ!
અનિલ પણ ગભરાઈ ગયો કે હે.....! શું કહી દઈશ?
હેતલે હસતા હસતા કહ્યું કે, કાલે સાંજે જે બન્યું હતું એ! બોલ કહી દઉને જશોદા કાકીને?
આ વાતથી અનલ ગભરાઈ ગયો હતો, જેથી તેણે પોતાનો નિર્ણય બદલી દીધો, અને ટીવી જેવા માટે જવાની હા પાડી દીધી. આવો મીઠો ઝઘડો અનિલ અને હેતલ વચ્ચે ચાલતો રહેતો હતો. આમને આમ કરતા બન્ને હાઈ સ્કુલમાં આવી ગયા અને ધોરણ 12 પાસ પણ કરી નાખ્યું. પરંતુ મોટો પ્રશ્ન હવે એ હતો કે, કોલેજ કરવા ક્યાં જવું? છેવટે શહેરમાં જવાનો પ્લાન થયો.
અનિલ સાથે હતો તેથી હેતલના ઘરવાળા પણ કોલેજ મુકવા માટે તૈયાર થયા અને બન્નેનો અભ્યાસ આગળ વધ્યો. માત્ર અભ્યાસ નહીં પરંતુ બન્નેનો સંબંધ પણ આગળ વધી રહ્યો હતો, પરંતુ હા આટલા વર્ષો સુધી પણ તેમણે મર્યાદા જાળવી હતી. ગળે મળવાથી વધારે આગળ ક્યારેય વધ્યા નહોતા. આગળ વધવાનું તો છોડો પરંતુ બન્ને આ બાબતે વિચાર પણ નહોતો કર્યો. એક જ સબજેક્ટ રાખ્યો હોવાથી તેઓ ક્લાસમાં પણ સાથે જોવા મળતા હતો.
આમ કરતા કરતા હવે કોલેજના દિવસો પૂર્ણ થવા આવ્યાં છે. જેથી હવે બન્નેને ચિંતા થવા લાગી હતી. કારણ કે, ઉંમર પણ થઈ ગઈ હતી અને ભણવાનું પણ પૂર્ણ થવાના આરે હતું. છેલ્લો દિવસ આવ્યો કોલેજનો! બધા તૈયારી સાથે આવ્યાં હતાં. દરેક પોતાના પ્રિય પાત્રને મનની વાત કહી રહ્યાં હતાં. પરંતુ અનિલ અને હેતલ શાંત હતા.
અનિલે છેક સ્કૂલમાં હતા ત્યારે ગમવાની વાત કરી હતી, પરંતુ તેનો હેતલે હજી કોઈ જવાબ આપ્યો નહોતો. આજે પણ હેલત મૌન રહી! અનિલને હેતલનું મૌન કરડી રહ્યું હતું. કારણ કે, જો આજે હેલત મૌન રહે તો વાર્તા પૂર્ણ થાય તેમ હતી. હેલત તો ના બોલી, પરંતુ અનિલે ફરી સાહસ કર્યું અને પ્રશ્ન પૂછ્યો, હેતલ હવે શું વિચાર છે? શું કોલેજ પછી પણ મારી સાથે રહેવા માંગે છે? હું તને ચાહું છું એ આખી કોલેજ જાણે છે પરંતુ તારો શું વિચાર છે? એ મારે જાણવું છે! જો તારી ના હોય તો.... અનિલના ગળામાં ડુબો ભરાઈ ગયો. પછી તેના મોમાંથી એક પણ શબ્દ ના નીકળ્યો.
આટલા પૂછ્યા છતાં હેતલે મૌન સેવ્યું! કોલેજનો કાર્યક્રમ પૂર્ણ થયો બધાને તેમની ડિગ્રીઓ આપી દેવામાં આવી. હેતલ કોલેજમાં ફેર્સ્ટ આવી હતી અને અનિલ ત્રીજા નંબરે! પણ હવે આગળ કઈ થઈ શકે તેમ હતું નહીં. હેતલ માત્ર એક કાગળ આપ્યો તે વાંચ્યો એટલે બસ આંખમાંથી આંસુ સરી પડ્યાં. અનિલ કોલેજથી સીધો ઘરે આવી ગયો. તેના મિત્રોએ રોકાવવાનું કહ્યું હતું પણ હવે તેને રોકાવવા જેવું લાગ્યું નહોતું.
અનિલ ઘરે આવ્યો, અંદરથી તૂટી ગયો હતો પરંતુ ઘરે કોઈને ટેન્શન આપવા નહોતો માંગતો. માતાને પોતાની ડિગ્રી દેખાડી અને કહ્યું કે હું કોલેજમાં ત્રીજા ક્રમે આવ્યો છું. જશોદાબેન રાજીને રેડ થઈ ગયાં. આખરે પોતાનું સંતાન આટલું આગળ વધે તે કોને ના ગમે! જશોદાબેન રાજી તો બઉ થ્યાં તા પણ તોય મા છે એટલે દીકરાનો ચહેરો વાંચી લીધો. પૂછ્યું કે, દીકરા શું થયું? તારો ચહેરો કેમ ઉતરેલો છે? કઈ થયું તો મને કહી દે! જશોદામાંએ એક સમાટા ત્રણ સવાલ કરી નાખ્યાં.
અંદર હ્રદયમાં તો પૂનમની રાત્રે જેમ દરિયામાં મોજા ઉછલી રહ્યાં હોય તેમ વંટોળ ફરી રહ્યાં હતા. માત્ર હેતલના કાગળ પર લખેલા અક્ષરો દેખાઈ રહ્યાં હતાં. છતાં હિંમત રાખી ચહેરા પર હળવું હાસ્ય ખેંચી લાવ્યું અને જવાબ આપ્યો કે, કઈ નહીં આતો આજે છેલ્લો દિવસ હતો એટલે બધાને છોડીને આવું પડ્યું એટલે, બીજૂ કઈ નથી.
રાત્રે અનિલે ફરી એક કાગળ ખોલ્યો અને આંખો ભીની થઈ ગઈ હતી. તેમાં લખ્યું હતું કે, "અનિલ મને માફ કરજે, પણ હવે આપણે સાથે નહીં રહી શકીએ! હવે તું મને ભૂલી જજે!" અનિલ વિચારી રહ્યો છે કે, એવું તો શું થયું હશે તે હેતલે તેનું આવું કહ્યું? બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા પણ એ બાળપણની વાતો હતી. જે પણ કાગળો બાળપણમાં લખાયા હતા. શું તે બધી ભ્રમણાં હતી? શું હું હેતલ માટે માત્ર રમકડું હતો? અનિલે પોતાની જાતને આ બે ધારદાર સવાલ કર્યો. પણ હવે આનો જવાબ આપે કોણ? અનિલ તેને પ્રેમ કરતો હતો તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ હેતલે મધ દરિયે કેમ વહાણ બદલી લીધું? આ બધુ વિચારતા વિચારતા તે સુઈ ગયો.
દિવસો અને વર્ષો વિતતા ગયા પરંતુ બધુ વિસરાઈ જાય એવું ક્યાંથી બને! છતાં અનિલ તેમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પણ તેને એકવાત કોરી ખાતી હતી કે, સ્કૂલમાં હતા ત્યારે હેતલને એક કાગળ લખ્યો હતો તે તેને ખૂબ જ પસંદ આવ્યો હતો. હેતલે એવું પણ કહ્યું હતું કે, આ કાગળને તે જીવની જેમ સાચવીને રાખશે! શું એ કાગળ હેતલે સાચવીને રાખ્યો હશે? હવે આ સવાલનો જવાબ તો અનિલને કોણ આપી શકે! કોણ હેતલને એ પૂછવા માટે જાય કે અલી એય હેતલી, તે પેલા કાગળ સાચવ્યો છે કે ફાડી નાખ્યો? પણ હેતલે શું કામ એ કાગળ ફાડે? ફરી પાછો અનિલને સવાલ થયો. તેના મનમાં બસ આવા પ્રશ્નોના વંટોળ ફરી રહ્યાં હતાં.
એ વાતને બે વર્ષ વિતી ગયા અને અનિલના લગ્નની વાતો ઘરે થવા લાગી. જશોદાબેનને અનિલને બોલાવ્યો અને કહ્યું કે, જો તને હવે નોકરી તો મળી જ ગઈ છે. તો હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. જતાં જતાં એક ફોટો આપી ગયાં અને કહ્યું આને (તેનું નામ વૈશાલી હતું) જોઈ લે... પેલી હવે પાછી નહીં આવે! અનિલ એકદમ ચોંકી ગયો, પેલી એટલે? મમ્મીને કેવી રીતે ખબર પડી? ફરી પાછો વિચારોમાં પડી ગયો. ત્રણ દિવસ સુધી તેણે ફોટો જોયો પણ નહીં બસ તે ચોપડી વાંચતો હતો એમાં પડ્યો હતો. એને ક્યાં ફોટો જોવામાં કોઈ રસ હતો. એ તો હજી હેલતની આશ લઈને બેઠો હતો, કે તે આવશે! પણ અનિલને ક્યાં ખબર છે કે, નદીમાં ક્યારેય ઓટ નથી આવતી અને દરિયો ક્યારેય સુકાતો નથી.
આશા એની રખાય તે પાછું વળીને જોઈ ગયાં હોય, મધ દરિયે ડુબાડી ગયા હોય તે વળી જીવ બચાવવા આવે ખરા? અનિલના વિચારો વચ્ચે ઘરે લગ્નની તૈયારીઓ થવા લાગી. અનિલ હવે ના પાડી શકે તેવા સંજોગમાં નહોતો. જશોદાબેન અને નંદકુમાર તેના માટે ભગવાન સમાન છે, એટલે એમના શબ્દોને અનિલ આદેશ ગણતો હતો. એટલે હવે લગ્ન થવાના હતા એ પાક્કુ હતું. એટલે ફોટો જોવાની કષ્ટી કરી, ફોટો જોયો એટલે એના હ્રદયને ટાઠક મળી! કેમ કે ફોટોમાં જે છોકરી હતી તેનું રૂપ હેતલથી મેળ ખાતું હતું તેની આંખો હેતલની યાદ અપાવતી હતી. એટલે અનિલ જટ માતા પાસે આવ્યો અને સીધું જ કહ્યું દીધું કે મારે આને મળવું છે. જશોદાબેન સમજી ગયા અને હા પાડી દીધી. કારણ કે પરાણે તો એ પણ લગ્ન કરાવવા નહોતા માંગતા. આખરે દીકરો છે અને એ પણ એકનો એક તો દૂઃખી કેવી રીતે જોઈ શકે!
અનિલ મળવા માંગતો હતો એનું એક કારણ એ હતું તે તેના ભૂતકાળ વિશે બધું જ તેને વૈશાલીને કહેવા માંગતો હતો. કોઈ પણ પ્રકારી કહાણી વિના તે આ સંબંધને આગળ લઈ જવા માંગતો હતો. બન્નેનું મળવાનું નક્કી થયા છે. એક ગબીચામાં બન્ને મળ્યાં. પહેલા તો માત્ર આંખો જ મળી પછી વાતની શરૂઆત થઈ. અનિલે પહેલો સવાલ કરવાનો પ્રયત્ન કર્યો કે હું તમને કંઈક કહેવા માંગુ છું. તમને શબ્દ સાંભળી વૈશાલી અંદરથી હરખાઈ ગઈ. વૈશાલીએ મનોમન માની લીધું જે આ જ મારો શ્રેષ્ઠ ભરથાર છે. પણ તોય અનિલે વાત કહેવા માટે પરવાનગી માંગી હતી. જેથી તેણે કહ્યું કે, હા બોલો શું કહેવું છે તમારે?
વૈશાલીએ પરવાનગી તો આપી દીધી પરંતુ હવે હિંમત ક્યાંથી લાવવી? પોતાના ભૂતકાળની વાત જેને તે ક્યારે ભૂલવા નહોતો માંગતો તે કહેવાનું હતું. પરંતુ શરુઆત ક્યાંથી કરવી? આ પણ એક વિડબંના હતી. છતાં શરૂઆત કરી અને કહ્યું કે, જુઓ તમે મને ગમ્યા છો, તમારો ફોટો જોતા મારૂ મન ભૂતકાળને ભૂલવા માટે તૈયાર થયું છે. તમે મારી જિંદગીમાં આવનાર બીજા વ્યક્તિ છો? વૈશાલીએ અનિલને ઝટકો આપતો જવાબ આપ્યો કે મને ખબર છે! અનિલનો ચહેરો -14 ડિગ્રીમાં બરફ જામે તેમ જામી ગયો.
વૈશાલીએ વધુમાં કહ્યું મને ખબર છે કે તમારા જીવનમાં પહેલા હેતલ નામની છોકરી હતી. મને તમારા ભૂતકાળથી કોઈ જ વાંધો નથી. મારે તો માત્ર અત્યારે એટલું જ જાણવું છે કે, શું અત્યારે પણ હેતલ તમારા....
અનિલે સવાલને અટકાવી દીધો અને કહ્યું ના... એણે મને છોડી દીધો. હસતા ચહેરા અનિલ આંખના ખૂણામાં આંસુ છૂપાવી રહ્યો હતો. પણ વૈશાલી તે આંસુનું કારણ જાણી ગઈ. વૈશાલીએ માત્ર એટલું જ કહ્યું કે, 'પ્રેમ અધૂરો જ સારો!' અનિલ આ શબ્દોનો અર્થ બખૂબી સમજતો હતો. હવે આ વિષય પર વાત કરવી બન્નેને વ્યર્થ લાગી એટલે મુદ્દો બદલવાનો વિચાર કર્યો અને એકબીજાની પસંદ વિશે વાત કરવાનું શરૂ કર્યું. એકાદ કલાક બેઠા અને કોફીના કપ ભરેલા મૂકીને બીલના રૂપિયા આપી ત્યાંથી નીકળી ગયા! જતા જતા વૈશાલીએ અનિલને કહ્યું મારી એક વાત માનશો? અનિલ હવે વૈશાલીની દરેક વાતને આદેશ માનવા માટે તૈયાર હતો. હેતલ પછી તે કોઈ છોકરીને પસંદ કરવા નહોતો માંગતો પરંતુ વૈશાલીએ તેનું મન મોહી લીધું હતું.
અનિલે કહ્યું કે, હવે તમારી દરેક વાત મારા માટે આદેશ સમાન હશે.
વૈશાલીએ કહ્યું આપણાં લગ્નની હેતલને કંકોત્રી આપજો. અનિલે કહ્યું વ્યર્થ છે. એ નહીં આવે. અનિલને ફરી હેતલે લખેલો છેલ્લો કાગળ યાદ આવી ગયો. ફરી અનિલ કહ્યું કે, મારી પાસે હવે તેનો કોઈ જ કોન્ટેક્ટ નથી. તો વૈશાલીએ કહ્યું કે, એને કહું તો? અનિલ ફરી અચંબિત થયો! ડખાયેલા અનિલે પ્રશ્ન કર્યો કે, તું કેવી રીતે હેતલને ઓળખે છે?
હેતલ મારા દૂરના સગામાં થાય છે, વૈશાલીએ વળતો જવાબ આપ્યો. અનિલના મનમાં વિચારોનું વમળ ઉદ્ભવી રહ્યું હતું. વૈશાલીએ વાત આગળ વધારતા કહ્યું કે, હું તમને છેક કોલેજથી ઓળખું છું. તમને રોજ જોતી હતી. પરંતુ મને ખબર હતી કે, તમે હેતલને પોતાનું સર્વસ્વ આપી ચૂકેલા છો, એટલે મને મારી માર્યાદા ક્યારે ઓળંગવાનો પ્રયત્ન ના કર્યો પરંતુ જ્યારે ઘરે મારી સગાઈની વાત આવી અને તમારો ફોટો જોયો એટલે મેં કઈ પણ વિચાર્યા વિના તરત હા પાડી દીધી હતી. જે વ્યક્તિ પોતાની પ્રેમિકાને અનહદ પ્રેમ કરતો હોય તે મને પ્રેમ કરવામાં કેવી રીતે કચાસ રાખી શકે! એટલે કહાણી આવી છે. વૈશાલીએ હરખના આંસુ સાથે વાત પૂરી કરી છે. અનિલ પાસે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. વૈશાલીની લાગણીએ એને એ વાત સ્વીકારવા માટે તૈયાર કરી દીધો.
હેતલને વૈશાલીના લગ્નની કંકોત્રી મળી. કંકોત્રીમાં ચિ. વૈશાલી સંગ ચિ. અનિલ લખેલું જોયું એટલે તેને અનિલની યાદ આવી પરંતુ હવે તેનો કોઈ અર્થ નહોતો. જો કે તેને ખબર પણ નહોતી કે આ અનિલ તેનો તે જ અનિલ હતો. વૈશાલીએ હેતલને ફોન પણ કર્યો હતો કે તું લગનમાં આવજે. હેતલે પણ આશ્વાસન આપ્યું તે આવશે.
લગ્નનો દિવસ હતો રાસ ગરબાના દિવસે હેતલ અને તેનો પરિવાર વૈશાલીના ઘરે આવી ગયાં હતાં. હેતલ વૈશાલીને મળવા માટે તેના રૂમમાં જાય છે. વૈશાલી હેતલને જોતા આનંદમાં આવી જાય છે અને તેને વળગી પડે છે. સંબંધી હોવા છતાં પણ ઘણાં સમય પછી આજે મળી રહ્યાં હતાં. હેતલ પણ ખૂબ જ ખુશ હતી. ખુશીમાં હેતલ વૈશાલી પાસે તેના વરનો ફોટો બતાવવા માટે કહે છે. વૈશાલીએ કહ્યું કે, તું હાલ રેવા દે નથી જોવો તારે ફોટો. પણ હેતલે જીદ પકડી કે ના મારે તો જીજુનો ફોટો જોવો જ છે. (વર્ષો પહેલા જે પ્રેમી હતો, લગ્ન કરવા માટે પણ તૈયાર હતો તેને હવે હેતલ જીજુ કહી રહી હતી) વૈશાલીએ જીજુ શબ્દ સાંભળ્યો એટલે ચોંકી ગઈ.
તે ખરેખર અનિલનો ફોટો નથી જોયો? વૈશાલીએ વેધક સવાલો કર્યો. મને એમ કે તને બધી વાતની જાણ હશે એટલે જ તું લગ્નમાં આવવા માટે તૈયાર થઈ હશે? ફરી વૈશાલીએ શબ્દોના બાણ માર્યાં. હેતલ વિચારે છે આ વૈશાલી શું વાત કરી રહી છે. કઈ વાતની મને જાણ હશે? મને કઈ વાતની જાણ હોવી જોઈએ એ તો જણાવ? વૈશાલીએ હવે પ્રશ્નો કરવાની જગ્યાએ ફોટો બતાવ્યો. ફોટો જોઈ તે સાવ ભાંગી પડી, પણ ફરી તેને કંઈક યાદ આવ્યું એટલે સ્વસ્થ્ય અને કહ્યું કે, અચ્છા તો તું મારા અનિલ સાથે લગ્ન કરવાની છે. તેના શબ્દોમાં ઇર્ષા ચોખ્ખી દેખાતી હતી.
જો મને તો અનિલ ગમતો હતો પહેલાથી જ, પણ એ તને ચાહતો હતો એટલે મેં તમારી વચ્ચે આવવાની ક્યારેય કોશિસ કરી નહોતી. પણ પછી જાણ થઈ કે તે અનિલને ના પાડી દીધી છે, અને એના દોઢ વર્ષ પછી અનિલનું મારે ત્યાં માંગુ આવ્યું ઘરના બધાને અનિલ ખૂબ જ પસંદ આવી ગયો હતો. છતાં ઘરવાળાએ મને પૂછ્યું અને ફોટો બતાવ્યો. ફોટોમાં અનિલને જોતા હું ક્ષણવાર પણ રાહ જોયા વિના લગ્ન માટે તૈયાર થઈ ગઈ. બાકી મે તો અનિલને માત્ર કૃષ્ણ માની ભૂલાવી દીધો હતો. આતો વિધિના લેખ છે કે, મને કૃષ્ણની પ્રેયસી સાથે સાથે પત્ની થવાનું પણ સૌભાગ્ય આપ્યું છે.
વૈશાલીની વાત હેતલને ઊંડા ઘા આપી જાય તેવી હતી પરંતુ હવે સત્ય હકીકતને સ્વીકારવાની જ હતી. કારણે કે, અનિલે તેને પરંતુ તેણે અનિલનો છોડ્યો હતો. બાકી અનિલ તો સંબંધ આગળ વધારવા માટે તૈયાર હતો. છેલ્લો કાગળ તો હેતલે લખ્યો હતો. હેતલે વૈશાલીને વિનંતી કરી કે તું આ વાત અનિલને ના કહેતી. વૈશાલી હસી અને કહ્યું કે, અનિલે મને તારી વાત કરી, એને નહોતી ખબર કે તુ મને ઓળખે છે અને મને કહાણીની ખબર છે. એટલે હવે રાજ જેવું કઈ જ નથી. અનિલ ખરેખર ખૂબ જ સારો છોકરો છે. તું તેની સાથે ખૂશ રહીશ. હેતલે નમેલી આંખે વૈશાલીને કહ્યું.
લગ્નનો દિવસ આવ્યો, અનિલ વૈશાલીને લેવા માટે વરરાજા થઈને મંડપમાં આવી ગયો હતો. પંડિતે આદેશ કર્યો કન્યાપધરાવો સાવધાન! વૈશાલી તૈયાર થઈને મંડપમાં આવી ત્યારે તે અપ્સરા જેવી લાગી રહી હતી. તેનું રૂપ ચંદ્રને પણ ઝાંખુ પાડે તેવું હતું. અનિલ પણ તેને જોઈને મનોમન હરખાઈ ગયો. સાત ફેરા ફર્યા અને પંડિતે બન્ને એકબીજાને સાત વચનો અપાવ્યાં. હેતલથી જૂદા પડ્યા બાદ આજે પહેલી વાર અનિલ આટલો હરખાયો હતો. વૈશાલી તેના જીવનમાં રૂકમણી બનીને આવી હોય તેવું તેને લાગી રહ્યું હતું. વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ હેલત ક્યાય દેખાઈ નહીં. જાન વૈશાલીને લઈને ચાલી ગઈ. જે રસ્તામાં અનિલ સાથે હેતલને ચાલવાનું હતું તે રસ્તે અત્યારે વૈશાલી ચાલી રહી હતી.
અનિલ અને વૈશાલીને ખૂબ જ ભેટો આવી હતી. બન્ને જણા એક પછી એક બોક્સ ખોલીને જોઈ રહ્યાં છે કે કોણે શું આપ્યું છે? એક નાનું બોક્સ મળ્યું જેમાં એક કિષ્ણની મૂર્તિ, એક અનિલનો ફોટો અને બે કાગળ મળ્યા! વૈશાલી અને અનિલ બન્ને માટે આ કુતુહલ હતો કે, આ કોણે આપ્યું હશે કારણે કે ભેટ પર કોઈનું નામ નહોતું લખેલું. કિષ્ણની મૂર્તિ ખૂબ જ સુંદર હતી. વૈશાલીએ કહ્યું આને આપણે સામે વાળા કબાટમાં સૌને દેખાય તેવી રીતે મુકીશું. અનિલે ફોટો જોયો તો તેને કંઈક યાદ આવ્યું આ તો તેનો સ્કૂલ સમયનો ફોટો હતો. જે તેણે હેતલને આપ્યો હતો. અનિલ સમજી ગયો કે આ ભેટ હેતલે જ આપી છે. તે ઝટથી કાગળ ખોલ્યાં. પણ એક કાગળ તો વૈશાલી વાંચવા લાગી હતી. જો કે, અનિલને હવે કોઈ વાંધો નહોતો કારણે કે, હેતલ વિશે બધુ જ અને કહી ચૂક્યો છે.
બીજો કાગળ હાથમાં લીધો અને વાંચવાનું શરૂ કર્યું......
પ્રિય અનિલ,
તારા લગ્ન વૈશાલી સાથે થયા તેનાથી હું ખૂબ જ ખુશ છું, તું પણ વૈશાલી સાથે ખૂબ જ ખુશ રહીશ. કારણ કે વૈશાલી સર્વગુણ સંપન્ન છોકરી છે. એવું સમજ કે કૃષ્ણએ એને તારા માટે જ બનાવી છે. પણ આ મારો છેલ્લો પત્ર છે. ઘણાં સમય પહેલા તને આપવો હતો પરંતુ યોગ્ય સમય નહોતો મળ્યો. હું તારી સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ એ શક્ય નહોતું. એવું નથી કે મારા ઘરના લોકો આ લગ્ન માટે ના પાડત. ના એવું જરાય નથી. ઉલટાનું એ લોકો તો તૈયાર જ હતા પરંતુ સમસ્યા બીજી હતી.
મારી પાસે તારી સાથે રહી શકું એટલો સમય નહોતો. આપણે જ્યારે છેલ્લી વખત કોલેજમાં મળ્યા તેના આગલ દિવસે જ મને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મને બ્રેઈન ટ્યૂમર હતું. હું વારંવાર બેભાન થઈ જતી હતી. એટલે ડૉક્ટરો કહ્યું હતું કે, મારી પાસે માત્ર બે વર્ષનો જ સમય રહ્યો છે. એટલે મારે હંમેશા તારી થઈને રહેવું હતું પરંતુ કુદરતને એ મંજૂર નહોતું. એને પ્રેમ અધૂરો જ સારો લાગે છે. પણ તું ચિંતા ના કરતો વૈશાલી મારા જેવી જ સુંદર છે, તેની આંખો મારી જેવી જ છે. હું નથી તો શું થયું તું વૈશાલીમાં મને જોજે!
તારા જેવો પ્રેમી પતિ સ્વરૂપે મળવો એ તો નસીબની વાત હતી પરંતુ એ નસીબ મારા નસીબમાં ક્યાં હતું? મેં તારો લખેલો પહેલો કાગળ હજી સાચવીને રાખ્યો હતો. પરંતુ હવે હું જ નથી રહેવાની તો આ કાગળ અહીં શું કરશે? પ્રેમ પત્રો પ્રેમીઓ પાસે હોય એ જ સારૂ! બીજાના હાથે લાગે તો ખોટી શંકાઓ પેદા થાય! તારો આપેલો પહેલો પત્ર આ છેલ્લા પત્ર સાથે પાછો મોકલાવ્યો છે. (આંખમાં આંસુ સાથે અનિલ પત્ર વાંચી રહ્યો હતો).
મને ખબર છે હું બે વર્ષ પછી તને આ વાત કહી રહી છે. વાસ્તવમાં આ વાત મારે સૌથી પહેલા તને કહેવાની હતી પરંતુ હું કહી ના શકી કે મારી પાસે માત્ર ક્ષણો જ હતી અને તારી સામે તો હજી આખી જિંદગી હતી. હું તને દુઃખી કરીને જવા નહોતી માંગતી. મને ખબર છે અત્યારે તું આ વાંચીને રોઈ રહ્યો હોઈએ. પણ હજી થોડા આંસુ સાચવીને રાખજે. શું ખબર તને કાલે મારા ના હોવાના સમાચાર મળે! ડૉક્ટરે જે સમય આપ્યો હતો તેને આ પત્ર લખું તે દિવસે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આપણે કોલેજમાંથી જુદા પડ્યા એ દિવસ અને આજનો દિવસ એક જ છે. બે વર્ષ હું પરિવાર રૂપી બગીચામાં પણ એકલી હતી. આટલા બધા લોકો હોવા છતાં પણ મને વેરાન રણ જેવું લાગી રહ્યું હતું. પવનની લહેરો મને ખાવા દોડતી હોય એવું લાગતું. પક્ષીઓનો કલરવ મને યમરાજના અટ્ટહાસ્ય જેવો લગાતો.
હું કાલે ના હોઉ તું વધારે રડતો નહીં. બાકી લોકો ખોટી વાતો માંડશે. પણ મારી એક ઇચ્છા છે પણ જો તારે ના પૂરી કરવી હોય તો મને જરાય ખોટું નહીં લાગે. કારણ કે તું હવે વૈશાલીનો છે. મારી ઇચ્છા છે કે, મારી ચિતાને અગ્નિ સંસ્કાર તું આપે. મે મારા ઘરે બધાને એ કહ્યું પણ છે. એ માની ગયાં છે. મારો ભાઈ જો ચોધાર આંસુડે તારી પાસે આની વિનંતી કરવા માટે આવે તો તું ના ના પડતો અને ના પાડે તો એ પણ વાંધો નહીં કેમ કે હવે તારા માટે તારુ સર્વસ્વ વૈશાલી છે અને હું એનાથી ખુશ પણ છું. હું તને જીવતા તો પામી નથી શકી પરંતુ મરતા મારી ચિતાને છેલ્લો સ્પર્શ તું કરે એવું હું ઈચ્છું છે. પણ હા આના માટે તું વૈશાલીને પૂછજે. જો એ હા પાડે તો જ તારે મારી છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે આવજે.
અંતે મારૂ છેલ્લું આઈ લવ યુ. આવતા જન્મમાં તારી સાથે રહેવા મળે તેવું નસીબ લખાવીને આવીશ.
પત્ર પૂરો થયો ત્યાં અનિલની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. વૈશાલીએ પૂછ્યું પણ કઈ બોલી શક્યો નહીં. માથું પકડીને એમનો એમ સીધો પડી ગયો. વૈશાલીએ હાથમાં રહેલો પત્ર લીધો. સોળે શણગાર સજેલી વૈશાલી પોતાના ભરથાર સાથેની પહેલી રાત્રિએ તેની પ્રેમિકાનો પત્ર વાંચી રહી હતી. આખો પત્ર વૈશાલી સડસડાટ આખો પત્ર વાંચી જાય છે. એજ સમયે વૈશાલીના ફોનમાં મેસેજ આવ્યો, આમ તો મેસેજ ના જુવોત પરંતુ પરિવારનું ગૃહ હતું એટલે મેસેજ વાંચવો પડ્યો. એક ફોટો હતો અને નીચે લખ્યું હતું આપણી હેતલ હવે આ દુનિયામાં નથી રહી ઓમ શાંતિ! વૈશાલી માટે અત્યારે ધરમસંકટ હતો. એકબાજુ પહેલી રાત, એકબાજુ હેતલનું મૃત્યું અને ત્રીજી બાજુ અનિલ! વૈશાલીએ કઠણ છાતીએ પહેલી રાતનો ત્યાગ કર્યો અને અનિલને કહ્યું તમારે સવારે હેતલની ચિતાને અગ્નિ સંસ્કાર આપવા જવાનું છે. દુનિયાને જે બોલવું હોય અને વિચારવું હોય એ વિચારે. અનિલ વૈશાલીને ભેટી પડ્યો અને મનભરીને રડ્યો.
સવાર પડી અને અનિલે હેતલની ચિતાને અંગ્નિ સંસ્કાર આપ્યા અને પોતાની પ્રેમિકાને છેલ્લી વિદાય આપી. જ્યા સુધી ચિતાની આગ ઠરીને રાખ ના થઈ ત્યા સુધી અનિલ ત્યાં બેસી રહ્યો....
=========
_20250625_160153_0000.jpg)
_20250625_160153_0000.jpg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો