છેલ્લો દિવસ
પાત્રો - અનિલ , અનિ
અનિલને શહેરની શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન મળી જય છે. તે ખૂબ જ આનંદમાં હોય છે.
તેની કોલેજનો પહેલો દિવસ.....તે કોલેજના ગેટમાં એન્ટર થાય છે ત્યાં બીજી બાજુ એક છોકરી જે ખૂબ જ આનંદિત અને કોલેજના ઉત્સાહમાં તે દોડતી ગેટમાં એન્ટર થાય છે અને અનિલ સાથે અથડાઈ ને નીકળી જાય છે. આ બાજુ અનિલ કાઈ જોવે કે સમજે તે પહેલા તો તે દોડીને ગાયબ થઈ જાય છે.અનિલને યાદ છે તો બસ તેનો સ્પર્શ જે તેના શરીરમાં ધૂમ મચાવી રહ્યો હતો.
તે ક્લાસમાં દાખલ થાય છે પણ તેનુ મન ક્લાસમાં લાગતું નથી તેને તો બસ છોકરીનો સ્પર્શ...........
એ સ્પર્શ ને ગોતવા માટે અનિલ આતુર હોય છે.આમ અનિલ આજ હાલતમાં ફરતો હોય છે ક્યાંય તેનું મન નથી લાગતું હોતું.
પણ એક દિવસ અનિલ કલાસ માંથી બહાર નીકળીને કેમ્પસમાં ફરતો હોય છે અને ત્યાં પાંચ-સાત છોકરીઓ તેમના પ્રોજેક્ટની ચર્ચા કરતા હોય છે. અનિલ ત્યાંથી નીકળતો હોય છે અને ત્યાં અનિલને કોઈનો ધક્કો લાગે છે અને અનિલ એક છોકરીને જેમ સવારના સૂર્યના કોમળ કિરણો ધરતીને અથડાય છે તેમ અથડાઈ જાય છે ત્યાં અનિલને એક અલગ જ અહેસાસ થાય છે ( આતો એજ સ્પર્શ જે મને કોલેજના પેલ્લા દિવસે થયો હતો ) પછી અનિલ તે છોકરી તરફ જોવે છે તો.............
હરણી જેવી આંખ, રેશમ જેવા વાળ,બગલા જેવી ડોક, ગુલાબ જાંબુ જેવા રસીલા હોઠ અને જાણે દરિયાની વચ્ચે કમલ ખુલ્યું હોય તેવું તેનું મૃદુ હાસ્ય.આવી કુદરતની સુંદર રચના જોઈ અનિલ અંજાઈ જાય છે અને ઢળી પડે છે.ત્યાં તે છોકરી અનિલને હાથ આપી ઉભો કરે છે અને અનિલ કહે છે કે ...હું અનિલ....તમે ? તમારું નામ ? ...... ત્યાં છોકરી બોલી એક મદદ કરી એમાં મારુ નામ જાણી શુ કરશો ? હું તમને બધાને જાણું છું નામ પૂછી ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મુકશો ,ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરશો અને મોબાઈલ નંબર માંગી દરરોજ વોટ્સએપમાં miss you ,miss you ના મેસેજ કરશો અને હેરાન કરશો માટે નામ આપવાની મારે કોઈ જરૂર નથી.....( ત્યાં એક મહિલા આવે છે જે કોલેજની પ્રોફેસર અને આ છોકરીની માં હોય છે અને જે પોતાની દીકરી ને શોધતા હોય છે ) એક છોકરી બોલી એય જો તારી મમ્મી આવે છે ( મહિલા પાસે આવીને ) ચાલ અનિ......ત્યાં જ અનિલ બોલી ઉઠ્યો Thank you Mammi.........
આમ કરતા એક વર્ષ વીતી ગયું અને અનિલ - અનિ ખૂબ જ સારા મિત્રો બની ગયા. પછી તો એમની મિત્રતા વધવા લાગી બંન્ને સાથે રહેતા , સાથે ફરતા અને સાથે જ બેસતા ને આમ કરતા કરતા કોલેજના ત્રણ વર્ષ પુરા થવા આવ્યા અને કોલેજના farewell function ની date પણ નકકી થઈ ગઈ. આ બાજુ અનિલ અનિને ખૂબ જ ચાહવા લાગ્યો હતો પણ તેણે કહેવાની કોઈ દિવસ હિંમત ના કરી કારણ કે તેને ડર હતો કે કદાચ પ્રેમની વાત કરવાથી અનિ મને છોડીને ચાલી ના જાય.
છતાં પણ અનિલે અનિને કીધું કે અનિ તું કાલે થોડી વહેલી આવજે મારે તને એક વાત કહેવી છે અનિ કહે સારું એમ કહી બંને ઘરે જાય છે.
અનિલ કાલ માટે પૂર્વ તૈયારી કરવાનું ચાલુ કરી દે છે .આખી રાત તેને ઊંઘ નથી આવતી બસ અનિના ખ્યાલમાં ખોવાયેલો રહે છે. સવાર પડે છે અનિલ વહેલો તૈયાર થઈ એક રિંગ અને ગુલાબ લઇ કોલેજમાં આવી જાય છે. 8 વાગ્યા હોય છે પણ અનિ આવતી નથી. આ બાજુ અનિલ ખૂબ જ આતુરતાથી અનિની રાહ જોતો હોય છે.10 વાગ્યા ,12 વાગ્યા , 2 વાગ્યા farewell function પણ પૂરો થઈ ગયો પણ અનિ ના આવી .અનિલ ને જાત જાતના વિચારો આવે છે કે શુ હું અનિને નહી ગમતો હોઉં ? શુ અનિ બીજાને પ્રેમ કરતી હશે ? આવા જાત-જાત ના વિચારો કરતો હોય છે.... તેને ફોન કરે છે પણ ફોને switch off આવે છે તે ગભરાઈ જાય છે અને ભાંગી પડે છે. ત્યારે સામેથી એક છોકરી દોડતી દોડતી આવતી હોય છે .તે અનિલ પાસે આવે છે તેના ચહેરા પર થાક અને આંખોમાં આંશુ હોય છે અને એકજ શબ્દ બોલતી હોય છે અનિ ...અનિ...અનિ...... ત્યાં અનિલ વધારે ગભરાઈ જાય છે ......
છતાં અનિલ હિંમત કરી પૂછે છે શુ થયું અનિને ??? બોલ તો ખરા .... બોલ ને યાર please બોલ ને શુ થયું મારી અનિને ?
( છોકરી રડતા રડતા બોલે છે ) અનિલ ..... એ અનિલ....... તારી અનિ....... હા બોલ શુ થયું મારુ અનિને તે કેમ આજે ના આવી......બોલ... યાર બોલ......
છોકરી કહે છે કે આજે અમે તને જ મળવા આવતા હતા......પણ રસ્તામાં અમારી એક્ટિવનો એક્સિડન્ટ થઈ ગયો અને અનિ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અનિએ મને કહ્યું કે આ ગિફ્ટ તું અનિલ ને આપી દેજે એટલું કહેતા જ તેને પોતાના પ્રાણ છોડી દીધા. અનિલ.... તારી અનિ હવે આ દુનિયા માં નથી રહી અનિલ નથી રહી........અને તે રડી પડે છે આ બાજુ અનિલની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ જાય છે તે સાવ નિર્બળ થઈ જાય છે અને અનિએ આપેલી ગિફ્ટ ખોલે છે તો અંદરથી એક રિંગ નીકળે છે અને સાથે ચિઠ્ઠી નીકળે છે જેમાં લખ્યું હોય છે.......
પ્રિય અનિલ ,
હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હા મને એ પણ ખબર છે કે તું પણ મને ખૂબ જ પ્રેમ કરે છે પણ તું મને તારા પ્રેમનો ઇઝહાર ના કરી શક્યો. પણ હું મારા પ્રેમ ને હવે રોકી શકું તેમ નથી. આપણી પેલ્લા દિવસ થી લઈને આજ સુધીની જે પળો છે તે ખૂબ સુંદર રહી છે .માટે હું જીન્દગીભર તારી સાથે રહેવા માંગુ છું...હું તને બેહદ પ્રેમ કરું છું so Will you marry me? અનિલ શુ તું મારી સાથે લગ્ન કરીશ ? I Love you Anil I Love you
તારી પ્રિયતમા "અનિ"
આ વાંચી અનિલ ખૂબ રડવા લાગ્યો અને રડતા રડતા એના પણ પ્રાણ નીકળી ગયા.
સ્ટોરીનું તાત્પર્ય : કોઈ વ્યક્તિને પોતાની વાત કહેવામાં વિલંબ ના કરવો. જે હોય તે કહી જ દેવાનું....
લી.Vimal.v.s.prajapati. 'મોજીલો ગુજરાતી'
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો