નામ : પ્રજાપતિ વિમલ વદનજી
રજીસ્ટ્રેશન નં : 12005222
તારીખ : 12/06/2021
અભ્યાસ : અનુસ્નાતક પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન,
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ઇન્ટરશીપ અહેવાલ
પ્રસ્તાવના
કોઈપણ વિભાગ અથવા કોઈપણ કોલેજની અંદર જર્નાલિઝમનો અભ્યાસ કરી રહ્યા હોઈએ ત્યારે જેનું પ્રેક્ટિકલ જ્ઞાન લેવું આવશ્યક હોય છે કારણકે પત્રકાર એક એવી ફિલ્ડ છે કે જેના માટે અનુભવ અને આવડત અતિ મહત્વની વસ્તુ છે કારણ કે જ્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી અને મીડિયાની અંદર પ્રવેશ કરો છો,નોકરી માટે, જોબ માટે જાઓ છો ત્યારે તમારો અનુભવ સૌથી વધારે કામ આવે છે. કારણકે ઈન્ટરનેટમાં એ જોવા મળે છે કે જે આપણી સ્કૂલ કે કોલેજમાં ભણ્યા હોઈએ જ્યારે અમને પણ વિભાગમાંથી ગુજરાત વિદ્યાપીઠના જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની વિભાગ માથી અમને ઈન્ટરશિપ કરવા માટે કહેવામાં આવ્યું. પરંતુ ત્યારે પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે મીડિયાની અંદર ઇન્ટર્નશિપ લેવા જવું ભારે મુશ્કેલ હતું. કારણકે અત્યારે કોઈપણ મીડિયા હાઉસ અમને પ્રત્યક્ષ જ્ઞાન આપવા માટે તૈયાર નહોતો એટલે અમે ઘણી બધી જગ્યાએ વાત કરી અને પૂછપરછ કરી પણ દરેક જગ્યાએથી તમને ના પાડવામાં આવી અને કહ્યું કે અત્યારે સ્ટાફ સિમિત છે અને એમને પણ ઓછો કર્યો છે તો તમને કઈ રીતે લેવા ? આવી અનેક વાતો અમને મીડિયા હાઉસમાંથી જાણવા મળેલી. ત્યાર પછી વિભાગમાં મેડમ દ્વારા પણ અમને માહિતી આપવામાં આવેલી કે જો તમે અત્યારે પ્રત્યક્ષ મીડિયા હાઉસ માં જઈને ઇન્ટર્નશીપ ના મેળવી શકતા હો તો તમે કોરોના રીપોર્ટ બનાવી શકો છો. પણ મારે તો પ્રત્યક્ષ જ્ઞાન મેળવું હતું એના માટે ભલે મારે બાઈક લઈને 35 મુસાફરી કરવી પડે તો એમને કરવા તૈયાર હતા ત્યારે અમારો સંપર્ક થયો ડીસાની અંદર સ્થિત અને ઘણા વર્ષોથી કાર્યરત આજ કી બાત ન્યૂઝ ચેનલ ગુજરાતી સાથે થયો અને પછી ત્યાં ઇન્ટર્નશીપ માટે વાત કરી જોડાયા.
આજ કી બાત ચેનલ સામાન્ય માહિતી
|
સ્ટાફ માહિતી |
|
|
હેડ |
જગદીશસિંહ રાજપૂત |
|
સંચાલક |
ભાર્કેશભાઈ પટેલ |
|
પીસીઆર હેડ |
મયુરસિંહ વાઘેલા |
|
એન્કર |
ભાવના સોલંકી રાધિકા નાયક હિરલ ગૌસ્વામી ભરત દેસાઇ |
|
વિડિયો એડિટર |
રવિ ગૌસ્વામી વિનય પ્રજાપતિ |
|
કેમેરા મેન |
પ્રકાસ જસલાણીયા |
અમારી ચેનલ સાથે મિટિંગ
ડીસા અમારા એક મિત્ર દ્વારા મને આજ કી બાત છે જેનો અભિપ્રાય મળ્યો એટલે મેં આજ બાત ન્યૂઝ ચેનલના હેડ જગદીશભાઈ રાજપૂત ને કોલ કર્યો અને ઈન્ટરશિપ માટે વાત કરી. અમે 9 ફેબ્રુઆરી2021 ના રોજ મુલાકાત કરી અને ત્યારથી જ ઇન્ટર્નશીપ ચાલુ કરી. પ્રથમ તો અમને ખબર જ હતી કે એન્કર એડિટર અને સ્ક્રિપ્ટ રાઈટર કોને કહેવાય ? પછી અમે બીજા જ દિવસે મુલાકાતમાં સાહેબને મળ્યા ત્યારે સાહેબને ઇન્ટર્નશીપ માટે પરવાનગી આપી અને અમે ચેનલમાં જોડાયા હું અને પ્રવીણ બંને સાથે જ ન્યુઝ ચેનલ માં જોડાયા અને મીટીંગમાં પણ સાથે જ આવ્યા હતા. પછી વાત કરવામાં આવે તો અમે મિટિંગ કરી.જો કે મેડમ કે વિભાગ દ્વારા હજી અમને જાણ કરવામાં આવી ન હતી કે તમારે અત્યારે ઇન્ટર્નશીપ કરવાની છે એટલે અમે લગભગ વિભાગ દ્વારા ઇન્ટર્નશીપ નો સમય આપવામાં આવ્યો હતો એની પહેલા બે મહિનાથી ઇન્ટર્નશીપ ચાલુ કરી દીધી તેને શીખવાનું ચાલુ કરી દીધું હતું.
અમારું પ્રથમ કામ
જ્યારથી કામ ચાલુ
કર્યું ત્યારે અમને આગળના 15 દિવસ ફક્ત
સ્ક્રિપ્ટ લખવાનું કામ કરતા હતા. અમને
પંદર દિવસ સુધી અન્ય કોઈપણ કામ આપ્યા વગર લગાતાર અમે મેટર બનાવવાનું કામ ચાલુ રાખ્યું.
અને ઘણું બધું શીખી લીધું કારણકે આજ કી બાત
ન્યૂઝમાં કામ કરતાં અયુબ પરમાર દ્વારા અમને સારી રીતે લખતા શીખવાડી દીધું. જે પણ સ્ટોરી ન્યુઝ ચેનલમાં આવતી હતી જેમાંથી
અમને દરરોજ અને બેથી ત્રણ સ્ટોરી એડિટ કરવા માટે અમને આપતા હતા. તમે એને ખુબ જ સરસ રીતે કામ કરતાં એ સાંભળી
રહ્યા હતા. કામ કરવાની બહુ જ મજા આવી છે
સાચી વાત છે અને આ ચેનલમાંથી બહુ મને શીખવા
મળ્યું છે અને સૌથી પ્રથમ કામ આપી 15 દિવસ વખત લખવાનું જ કર્યું છે. ફક્ત લખવાનું કામ કર્યું છે હા બપોરે થોડો સમય
મળતો તો અમે એન્કર તરીકે પ્રેક્ટિસ કરી દેતા પણ બહુ બધુ મને શીખવાડ્યું.
શિખ્યાની બાબત
01.સ્ટોરી કઈ રીતે લખવી ?
02.અંદર શું એડ કરવું ?
03.નામ કઈ રીતે એડ કરવું ?
04.બાઈટ કઈ રીતે એડ કરવું ?
05.કઈ રીતે ટોપ બનાવવા ?
06.હેડ લાઈન કઈ રીતે લખવી ?
07.વિયો કઈ રીતે લખવો ?
જેવી ઘણી બાબતો અને પંદર દિવસની અંદર શીખી ગયા હતા એ પછી અમે બીજું કામ ચાલુ કર્યું.એંકરીંગ કોઈ પણ ચેનલનું હદય ગણાય છે એના દ્વારા ચેનલની ઓળખ થાય છે અને ટી આર પી વધે છે
એડિટિંગ
બીજું કામ અમે અહીં એડિટિંગ નું ચાલુ કર્યું એડિટિંગ માં અમે
01.ફાસ્ટ્રેક કટીંગ કરવું
02.ફાસ્ટ્રેક અપલોડ કરવું
03.ફાસ્ટ્રેક એડિટ કરવું
04.ફાસ્ટ્રેક એક્સપોર્ટ કરવું
આ બધી મહત્વની બાબતે તમે શીખી લીધી હતી ત્યારે વાત કરવામાં આવે તો ફાસ્ટની અંદર
01.ટોપબેન કઈ રીતે એડ કરવા ?
02.વિઝ્યુઅલ કેવી રીતે એડ કરવા ?
03.કઈ રીતે લખાણની અંદર સેટ કરવું ?
04.ટોપ ટેન અને વિઝ્યુલ ને કઈ રીતે એડજસ્ટ કરવા ?
જેવી મહત્વની બાબતો શીખવી હતી.
આજ કી ન્યુઝ ચેનલ અને તમામ પ્રકારનું શીખી લીધું હતું. ત્યાર પછી વાત કરવામાં આવે બુલેટની તો અમને મયુર સિંહ વાઘેલા દ્વારા બુલેટીન એડીટ કરતાં શીખવાડી દીધું હતું એની અંદર નીચેની બાબતોનો સમાવેશ થાય છે
01.ન્યુઝ કટીંગ
02ન્યુઝ એડીટીંગ
03.બાઈટ કટીંગ
04.હેડલાઇન કટીંગ
જેવા મહત્વના પ્રકરણો શીખી લીધા હતા. ઘણા બધા ફોર્મેટ આવે છે અને ઘણી બધી મેથડ આવે છે જે અમે ખૂબ જ સારી રીતે શીખી લીધી હતી.માટે મયુર ભાઇનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ
બ્રેકીંગ
મહત્વની બાબત
01.લખાણને કઈ રીતે કોપી કરવું ?
02.કઈ રીતે અપલોડ કરવી ?
એ શીખ્યા હતા હવે વાત કરીએ બ્રેકિંગ માં ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબતની
01.લખાણને કોપી કરો
02.લખાણની ગોપિકા લેંગ્વેજ માં કન્વર્ટ કરવું
03.આવેલા ન્યુઝ ફોટો ને ઈમ્પોર્ટ કરવા
04.લખાણને બ્રેકિંગ ફોર્મેટ માં એડ કરવું
05.આવેલા ફોટોને બ્રેકિંગ ફોર્મેટમાં એડ કરવા
બ્રેકિંગ માટે આટલી મહત્વની બાબતો અમે શીખી હતી. બ્રેકિંગ માટે પ્રથમ તો ખૂબ જ હાર્ડ લાગતું હતું પણ પછી બધુ ફાવી ગયું. પણ જો સત્ય વાત કરવામાં આવે તો સૌથી કઠણ કામ ચેનલમાં બ્રેકિંગનું હોય છે જે અમને આજ કી બાત માંથી જાણવામાં મળ્યું હતું.
એંકરીંગ
અહી અમે લગભગ ૨૦ દિવસ પછી એન્કરિંગ નું કામ ચાલુ કર્યું હતું બેંકમાં અમને સૌથી વધારે મદદ કરી હોય તો મયુર સિંહ રાજપુત અને ભાવના સોલંકી આ બંને અમને શીખવામાં ખૂબ જ મદદ કરી હતી અને સારી રીતે શીખવાડ્યું હતું. મેં ફર્સ્ટ વાર ફાસ્ટ્રેક લીધું હતું જે ખૂબ જ સારું રહ્યો હતો મારો ફર્સ્ટ ટ્રાય જેટલા પણ સારા આવતા હતા એમના કરતી પણ સારો રહ્યો હતો. આખી ન્યૂઝ ચેનલમાં અમે બુલેટિન પણ લેવાનું શરૂ કર્યું. બુલેટિનમાં આ લગભગ બાર જેટલી મેટર આવે છે જ્યારે તે બુલેટિન 30 મિનિટ જેટલું થાય છે એટલે અમને એન્કરિંગ માં તો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે અને મારી એક જ ઈચ્છા છે કે મારી એક સારો એન્કર અને સારો ડિબેટર થવું છે મોટી ચેનલમાં કામ કરવાની ઈચ્છા છે એટલે મેં મારો મોટા ભાગનો ભાર એન્કરિંગ આપ્યો છે મોટાભાગનું શીખવાનું કામ કર્યું છે. જ્યારે પણ અમે ફ્રી થઈએ રેકોર્ડ રૂમમાં જઈ અને બુલેટિન અને ફાસ્ટ્રેક વાંચવાની પ્રેક્ટિસ કરવી. કારણકે એંકરીંગમાં સૌથી મહત્વની વાત તમારા વોઇસની છે અને તમારા વાંચનની છે
એન્કરિંગમા ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબતો
01.શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ
02.સ્પષ્ટ વાંચન
03.જરૂરી સમય મર્યાદામાં વાંચન
04.શબ્દોનું સ્પષ્ટીકરણ
05.તમારા બોલવાની છટા
06.તમારા બોલવાની પદ્ધતિ
07.કયા સમાચાર માં કઈ રીત નો અવાજ આપો તે
08.સમાચાર પર તમારી પકડ
09.જે તે પરિસ્થિતિને સમજવાની તાકાત 10.વિઝ્યુઅલ અને લખાણની સમજણ
આ મહત્વની બાબતો ધ્યાનમાં લેવા જેવી છે જે શરીરમાં ખૂબ જ મહત્વની છે આના વગર એન્કરિંગ નું મહત્વ રહેતું નથી
આજ કી બાત ન્યૂઝ ચેનલમાં જ્યારે અમે ઇન્ટર્નશીપ ની પ્રેક્ટિસ ચાલુ કરી ક્યારે ડીસા ની અંદર જ નહીં પણ આખા રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હતી. કોરોના નો સમય હતો છતાં પણ ચૂંટણી યોજવામાં આવી હતી. એટલે આ સમય દરમિયાન અમે ડીસાના દરેક વોર્ડની અંદર જઈ અને તેમની સમસ્યાના નિરાકરણ માટે અહેવાલ બનાવ્યા હતા અને ન્યૂઝ ચેનલમાં તેને ચલાવ્યા હતા. જેથી પણ નેતા કે કોર્ટે ચૂંટણી લડવા માંગે છે જે લોકોની સમસ્યાને સમજી શકે અને તેને નિરાકરણ લાવી શકે એટલા માટે અમે વોર્ડમાંથી અને લોકોની મુલાકાત કરી હતી. જોકે અમે એવા પહેલા વ્યક્તિ છીએ કે જેવો ઇન્ટરનશીપમાં જ ફિલ્ડમાં ગયા હોય અમે ત્યાં એન્કરિંગ પણ કર્યું હતું અને વિડીયો શુટીંગ લીધું હતું અને બીજાની બહારએ જાણવા મળ્યું કે તમે બીજાની બહાર પણ કઈ રીતે કામ કરી શકો છો ? તમારે શું બાબતો ધ્યાનમાં રાખવી પડે ? કે દરેક બાબતો અમને વિભાગ દ્વારા શીખવામાં આવી હતી
વિડીયો શુટીંગ
જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે અમે જે સમસ્યાઓના નિરાકરણ માટે જતા હતા ક્યાં પ્રકાશ જસલાણીયા સાથે અમને વિડીયો શુટીંગ એવી માહિતી મળી હતી.
01.વિડીયો શુટીંગ કઈ રીતે કરવું
02.કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી
03.ક્યારે કેમેરાને stop કરવો
04.ક્યારે ચાલુ કરવું
05.ક્યારે ચોપાલ લેવો
06.ક્યારે P to C લેવું
જેવી મહત્વની બાબતો અમને પ્રકાશ જસલાણીયાએ શીખવાડી હતી જેથી એમનો ખૂબ ખૂબ આભાર
આજ કી બાત ન્યુઝ ચેનલ નો અનુભવ
અહીંના સ્ટાફ
દ્વારા અહીં આ વ્યવસ્થાપક દ્વારા અહી ના માલિક દ્વારા અમને ખૂબ જ સાથ અને સહકાર
આપ્યો હતો. અને ખૂબ જ એની પાસેથી શીખવા મળ્યું હતું. ઘણી બધી એવી બાબતો શીખવા મળે
તે અમે જાણતા ન હતા તમારી ધ્યાનનમાં હતું જ નહીં. એટલે મતલબ અમે જે પણ શીખ્યા છીએ
જે પણ કંઈ પામ્યા છીએ તે પણ જ્ઞાન મેળવ્યું છે તેમાં આજ કી બાત ન્યૂઝ ચેનલ નો સૌથી
વધારે મહત્ત્વ છે અને સૌથી વધારે એમનો આભાર છે કારણ કે મયુર સિંહ રાજપૂત, ભારકેશ પટેલ, અયુબ પરમાર, જગદીશ રાજપૂત ,રવિ ગોસ્વામી, રાધિકા નાયક, દીપિકા સોલંકી અને ભાવના સોલંકી બધાએ અમને ખૂબ
જ એક મિત્રના ભાતિ શીખવાડ્યું છે અમને જ્ઞાન આપ્યું છે.કારણ કે એ લોકો અમારા
સિનિયર હતા છતાં પણ કોઈપણ પ્રકારની સિનિયોરીટી રાખ્યા સિવાય એક મિત્રની ભાતી અમને
એમની પાસે જ્ઞાન હતું એ અમને શીખવાડ્યું
છે. મતલબ આજ કી બાત ચેનલનો તેના સ્ટાફને તેના માલિકને તેના વ્યવસ્થાપકનો અમે ખૂબ જ
આભાર માનીએ છીએ કે અમને આટલા લાંબા સમય
સુધી ઈન્ટરશિપ માટે સમય આપ્યો અને અમને મદદ કરી.
|
આજકી બાત ન્યૂઝ
ચેનલમાં મારુ કામ |
|
|
બ્રેકિંગ |
60 |
|
ફાસ્ટટ્રેક |
34 |
|
બુલેટિન |
10 |
|
સ્પેશિયલ પ્રોગ્રામ |
6 |
સમાપન
આજ કી બાત ન્યૂઝ ચેનલમાં આમે લગભગ 3 મહિનાથી જોડાયેલા છીએ અને અમે ઘણું બધુ શીખી પણ લીધું છે. આજ કી બાત ચેનલનો સ્ટાફ ખૂબ મહેનતુ અને લાગણીશીલ છે એટલે આમને કામ કરવાની ખૂબ મજા આવી છે. અમારા કામથી સાહેબ ખૂબ જ ખુશ પણ થાય છે કે આટલા ટૂંકા સમયમાં અમે દરેક બાબત કે જે ન્યૂઝ ચેનલમાં આવે છે તેનાથી અમે જાણકાર જ નહીં પણ તેમ નિપૂર્ણ થઈ ગયા છીએ એટલે અમને ખૂબજ આનંદ છે અને ભવિષ્ય અમે કોઈ સારી ચેનલમાં કામ કરી શકીએ એટલું તો અમે શીખી જ ગયા છીએ. આમ તો કોરોના દરેકના અભ્યાસમાં નડતર રૂપ થયો છે પણ અમારા માટે તો ખૂબ જ સારો રહ્યા છે કેમ કે જે અમે વિભાગ નથી જઈ શકયા પણ એ દરેક બાબત અને આજ કી બાત ન્યૂઝ ચેનલમાં આવી શીખ્યા છીએ એટલે અમારા માટે કોરોના નડતર રૂપ થયો નથી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો