મનુષ્ય વાસ્તવમાં ખરેખર પ્રગતિ કરી રહ્યો છે ?

 વિશ્વના મહાન વૈજ્ઞાનિકો અને વિદ્વાનોના મત પ્રમાણે મનુષ્ય જાતિનું અસ્તિત્વ લગભગ 10 લાખ વર્ષથી જ છે. આટલા વર્ષોમાં મનુષ્યોએ પૃથ્વી અને અંતરિક્ષના ઘણાય રહસ્યો ઉકેલ્યા છે. કદાચ એમ પણ કહી શકાય કે છેલ્લા 200 વર્ષમાં મનુષ્યએ ઘણી એવી શોધો કરી છે જે મનુષ્યને મહાન જાતિ તરીકે ઓળખાવે છે. પણ શું ? આ શોધો ખરેખર પ્રગતિ કરવામાં સક્ષમ છે ? આ એક વિકટ પ્રશ્ન છે. મનુષ્ય હાલની ટેક્નોલૉજી વાળા જીવનમાં પણ એટલી ભાગદોડ ભર્યું જી વાન જીવે છે કે તેની પ્રગતિ વાસ્તવમાં અટકાઈ ગઈ છે માણસને એવું લાગતું હોય છે કે તે પોતે પ્રગતિ કરી રહ્યો છે પણ હકીકતમાં એ પ્રગતિ નથી.

છેલ્લા 200 વર્ષોમાં માણસ એ સૂર્ય , ચંદ્ર અને મંગળ સુધી પહોચવામાં સક્ષમ થઈ ગયો છે અને પહોંચી પણ ગયો પણ એની સાથે એણે એવી પણ શોધો કરી છે જે મનુષ્ય જાતિ જ નહીં પણ આ પૃથ્વી અને બ્રહ્માણ્ડ માટે પણ ખૂબ જ નુકશાન કારક છે ,દા.ત. બોમ્બ, મિશાઈલ, યુધ્ધ જહાજો અને એમાં પણ ન્યુક્લિયર મિશાઈલો અને હાઈડ્રોજન બોમ્બ.
વિશ્વના મહાન વિદ્ધવાન એવા બટ્રાર્ન્દ રસેલે 30મી ડીસેમ્બર 1954ના રોજ એક પ્રવચનમાં કહ્યું હતું કે આજના વિશ્વને જે આધુનિક યુધ્ધની જાહોજલાલી લાગી છે તે આ પૃથ્વી માટે ખુબજ નુકશાન કારક છે તેમણે કહ્યું હતું કે જ્યારે અમેરિકાએ હિરોશીમાં અને નાગાશાહી પર બોમ્બ ફેકયો તેના કેવા પરિણામો આવ્યા એ આપણે જાણીએ છીયે. જો 1954માં કહેલાં પ્રવચનમાં તેમને આ મિશાઈલો પૃથ્વી માટે વિનાશ કારક લગતી હોય તો આજે તેના કરતાં લખો ઘણી મારક ક્ષમતા ધરાવતા હથિયારો અને મિશાઈલો છે તો વિચારો આ પૃથ્વીનું થશે શું ?


મારા મત પ્રમાણે વિશ્વના દેશો પાસે એટલા ઘાતક શસ્ત્રો છે કે જો સમગ્ર દેશોના આધુનિક હથિયારો , મિશાઈલો અને બોમ્બ વગેરે એકઠા કરીને વિષ્ફોટ કરવામાં આવે તો પૃથ્વીનો તો વિનાશ થાય જ પણ સાથે સાથે પૃથ્વીના આજુબાજુના જે ગ્રહોને પણ ભારે નુકશાન થઈ શકે એમ છે અને કદાચ બ્રહ્માણ્ડને પણ નુકશાન થાય. તો શું આપણે એટલે કે તમામ વિશ્વના રાષ્ટ્રો આ આધુનિક હથિયારો બનાવી મનુષ્ય જાતિનું કલ્યાણ કરી રહ્યા છીયે કે પછી વિનાશને આમંત્રણ આપી રહ્યા છીયે . આજે એવી પણ મિશાઈલો અને બોમ્બ છે જે પૃથ્વી પરના ઑક્સીજન વાયુને પણ ખાતમ કરવાની તાકાત ધરાવે છે. અને જો આવું થશે તો મનુષ્ય જ નહીં પણ સમગ્ર સજીવ જાતિ માટે પૃથ્વી પર રહેવું મુશ્કેલ થઈ જશે તો પછી સજીવ વગરની આ પૃથ્વી કામની શું ?
જો આ હથિયારો બનાવવાની આંધળી દોટને રોકવામાં નહીં આવે તો મનુષ્ય , પૃથ્વી અને અન્ય ગ્રહોને મોટા વિનાશનો સામનો કરવાનો વારો ટૂંક સમયમાં આવી શકે એમ છે અને કદાચ આ વાતથી આપણે બધા વાકેફ છીયે. આપણે આ બધુ છોડીને એવો પણ વિકાશ કરી શકીએ છીયે જે મનુષ્ય , પ્રાણી સુષ્ટ્રી , પૃથ્વી અને બ્રહ્માણ્ડ માટે લાભદાયક હોય ,કારણ કે આખરે તો આપણે વિશિષ્ટ બુધ્ધિ ધરાવતા મનુષ્ય છીયે તો આપણી ફરજ છે કે આપણે કુદરતના નિયમોનો ભંગ ના કરતાં તેના નિયમ આનુશાર આપનો વિકાશ કરીએ.
જો આમાં આપણે સુધાર નહીં કરીયે અને બદલાવ નહીં લાવીએ તો નજીકના ભવિષ્યમાં પૃથ્વીના સમગ્ર વિનાશને જોવા માટે તૈયાર રહેવું પડશે.



મિત્રો જો આપણે આ પૃથ્વીની રક્ષા ના કરી શકીએ કે પછી તેમાં સુધાર ના લાવી શકીએ તો પછી તેને નુકશાન પહોચાડવાનો આપણને કોઈ અધિકાર નથી. આપની ફરજ છે કે આપણે આ પૃથ્વીને સુંદર અને સ્વચ્છ રીતે આપની બીજી પેઢીને આપીએ. 




લી.વિમલ પ્રજાપતિ
( મોજીલો ગુજરાતી )



સંદર્ભ : ગૂગલ ફોટો અને ગૂગલ

ટિપ્પણીઓ