મહામારી અને માનવમૂલ્યો

મહામારી અને માનવમૂલ્યો

વિશ્વના વિશાળ ફલક પર નજર કરીએ તો આજે મહામારીનો ખોફ ચૌમેર ફેલાયેલો છે. આ મહામારીએ માનવ જીવન પર ખૂબ મોટી અસર કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાનમાં મહામારીના કારણે કેવી હાલાકી આપણે ભોગવી છે. પણ હા આ મહામારીએ આપણને ઘણું બધું શીખવું પણ છે. જેનાથી આપણે કોષો દૂર જતા રહ્યા હતા


:- મહામારીમાં માનવીની ઓળખાણ

સમય બદલાતા લડાઈની રીતો પણ બદલાઇ છે એ આ મહામારીe સાબિત કર્યું. કેમ કે શસ્ત્રોથી લડતા યુદ્ધો મિસાઇલો પર આવ્યા અને હવે આ યુદ્ધો વાયરસ પર આવી ગયા છે. આ મહામારીમાં માનવી ખુદ માનવ જાતનો દુશ્મન બની ગયો હોય તેવો અનુભવ થયો. વર્તમાનમાં આપણે એ નથી જાણી શકતા કે બાજુમાં ઉભેલો માણસ આપણો દોસ્ત છે કે દુશ્મન !

અહીં એ નોંધવું રહ્યું કે મહામારી માનવીની સાચી ઓળખાણ કરાવી આપી છે.
દરેક મનુષ્યને ઉત્તમ જીવન જીવવાની ઈચ્છા હોય છે. તે વ્યક્તિ સારૂં અને શ્રેષ્ઠ જીવન જીવવા માગતો હોય છે. અને એના માટે જ પ્રયત્નો કરે છે. પણ હવે માનવી પોતાના શ્રેષ્ઠ જીવન માટે બીજા માનવીને નડવા લાગ્યો છે અથવા કહો કે હાનિ પહોંચાડી રહ્યો છે.

હું આ મહામારીને ખરાબ નહીં કહું ! પછી ભલેને તેને લાખો નો જીવ લીધો હોય. કરોડીને બેઘર કર્યા હોય ને ભલે માનવજાતને વિનાશના આરે મૂકી હોય. કેમ કે જે મહામારીએ લોકડાઉનમાં વર્ષોથી કામની ભાગ-દોડમાં રહેતા માનવીઓને ઘરમાં સાથે રહેતા શીખવું છે. અહીં એક ઉદાહરણ ટાંકવું છે પણ શબ્દોની મર્યાદા છે તો પંક્તિમાં કહીશ કે....

"મહામારી એટલે માનવ સંહાર નહીં
પણ મહામારી એટલે માનવતાનો ઉદય'

આના જેવા અસંખ્ય ચહેરાઓ સામે આવ્યા છે કે જે પ્રમાણિકતાના કવચ પહેરીને ફરતા હતા અને સત્ય ની વાતો કરતા હતા

બેશક મહામારીમાં માનવમૂલ્યો હરાયા છે પરંતુ એટલે અંશે નહીં જેટલે અંશે માનવતા પાંગરી હોય. અરે આ એ જ મહામારી છે જેને ગરીબની મદદ કરવા અમીરોને મજબૂર કર્યા છે. અને જેણે બાળકોને પિતાનો પ્રેમ અપાવ્યો છે. ભલે આખી દુનિયા આ મહામારીને માનવમૂલ્યનું હનન કરતી કહી હોય પણ હું તો કહીશ કે મહામારી અને માનવ મૂલ્યો એકસાથે થઈ માનવતાને નવો રાહ આપ્યો છે.અંતમાં એટલું જ કે.....

"નિઃસંદેહ મહામારીએ માનવીને ખોખલો કર્યો હોય
પણ તે ના ભૂલતા કે મહામારીએ માનવતાને ઉગારી છે"

સંદર્ભ : મારા પોતાના શબ્દોમાં ( વિમલ વી.પ્રજાપતિ )


ટિપ્પણીઓ