પુસ્તકાલય

 


જ્યારે પણ આપણે ક્યાંક અટવાયા હોઈએ કે પછી કોઈક પ્રશ્ન આપણને મૂંઝવે છે ત્યારે તેનો એકમાત્ર આધાર પુસ્તકાલય છે. દુનિયાભરની માહિતી જ્યાં સંગ્રહિત હોય તે એટલે પુસ્તકાલય. જીવ જ્ઞાનથી લઈને જીવન સુધીના જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તકાલય. વાત સ્કૂલની હોય કે કૉલેજની, વાત ગામની હોય કે શહેરની, પણ જ્યાં પુસ્તકાલય ના હોય તો ત્યાં રહેવું ટાળવું જોઈએ. કારણ કે પુસ્તકો વગરની જિંદગી વાડ વગરના વેલા લેવી છે. ઘણા મહાપુરુષોનું એવું કહેવું છે કે જે ઘરમાં ૨૦ સારા પુસ્તકો ના હોય તે ઘરમાં દીકરી આપવી જોઈએ નહીં. આમ, સમજી શકાય કે દરેકના જીવનમાં પુસ્તકાલય ખૂબ જ અગત્યનું છે. દરેક ગામમાં એક સામુહિક પુસ્તકાલય હોવું જ જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલ બાળકો પર એટલો હાવી થઈ ગયો છે. કે પુસ્તકો વાંચવાની બાળકોની ઈચ્છા દિનપ્રતિદિન ઘટી રહી છે. જમાનો તો એટલે ટેક્નોલોજીવાળો આવ્યો છે મેં હવે પુસ્તકો 'ઈ' થઈ ગયા છે. દરેક પુસ્તકની તમને 'ઈ' નકલ મળી રહે છે. આથી બાળકો પુસ્તકાલયને ભૂલવા લાગ્યા છે. વર્તમાન સમયના યુવાનોને કોઈ ફિલ્મ વિશે પૂછવામાં આવે તો તેને બધી ન ખબર હોય પણ જો પુસ્તકાલયનું પૂછીએ તો માથું નમી જાય છે. આ આજની કડવી વાસ્તવિકતા છે જેને બદલવાની જરૂર છે બાકી એ સમય દૂર નથી કે આપણે પુસ્તકો માટે મ્યુઝિયમ રાખવા પડશે! જ્યારે આપણે એક વેબસિરિઝ જોઈએ છે ત્યારે પુસ્તકાલયમાં ૧૦૦ પુસ્તકો આત્મહત્યા કરવા મજબૂર થાય છે. મને તો એ નથી સમજાતું કે આપણે આપણી જ જાતને શુ કામ નુકસાન પહોંચાડીએ છીએ? બસ સ્ટેન્ડમાં ઘણાય લોકો ખોટા જ ગપ્પા મારતા હોય છે, પાનના ગલ્લે રોજ પુચકારીના તાલે અલકમલકની વાતો થતી હોય છે, ગામના બાંકડે સરકારે કરેલા કામની પોતે મુખ્યમંત્રી હોય તેમ વાતો કરતા હોય છે પણ જો તેમને પુસ્તકાલયમાં જઈ વાંચનું કહીયે તો કે સમય જ ક્યાં છે વાંચવાનો? હવે આવા લોકોને મોંઘવારી નડે ખરી? તમે જ વિચારો? એટલે આ બધામાં આપણે એ રીતે પરોવાઈ ગયા છીએ કે નીકળી જ નથી શકતા. શા માટે પુસ્તકો આત્મહત્યા કરી રહ્યા છે. જ્યારે પણ આપણે પાંચ લોકો સામે બોલવું હોય તો આપણે પાસે શબ્દ ભંડોળ હોવું અનિવાર્ય છે તેના વિના સામેનો વ્યક્તિ કે સમૂહ તમારી વાતને સમજી જ નહીં શકે. ફિલ્મો પ્રેમ કરતા શીખવે છે પણ એક વાત યાદ રાખહો કે પુસ્તકો પ્રેમ નિભાવતા શીખવે છે. પ્રેમ ગમે તેટલો સારો હોય પણ જો નિભાવતા જ ના આવડે તો એ પ્રેમની કોઈ કિંમત નથી. ભવ નામના સાગરમાંથી તરવા માટે પુસ્તકાલય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. આજના યુવાનોને કેમ પુસ્તકાલય ભાર રૂપ લાગે છે તે જ નથી સમજાતું. પોતાને સમજવા માટે અને બીજાને જાણવા માટે પુસ્તકાલય ખૂબ જ અગત્યનું માધ્યમ છે. પુસ્તકાલય દરેક વ્યક્તિ પાસે આશા રાખે છે કે સૌ ફરી તેને તેટલો જ પ્રેમ કરે જેટલો પ્રેમ પુસ્તકો તમને કરે છે.


છબી : ગૂગલ ફોટો


વિમલ પ્રજાપતિ

ટિપ્પણીઓ