કેન્ટીન









કેન્ટીન એટલે?

જ્યાં વાત વગરની વાત હોય,

જામ્યું હોય છતાં જ્યાં નાસ્તો હોય,

જ્યાં ગંભીર પણ સરળ ભાષા હોય,

જ્યાં ઓળખાય ના હોય છતાં પણ ચર્ચા હોય,

જ્યાં લોકો કયાંક બે તો ક્યાંક જૂથમાં બેઠાં હોય,

જ્યાં કપલ નહીં પણ જોડિયા બેઠા હોય,

પૈસા ના હોય છતાં જ્યાં ઓર્ડર દેવાતા હોય,

ક્યાંક વાતો તો ક્યાંક ગોઠવણ થતી હોય,

સમય નથી છતાં જ્યાં ટાઈમ પાસ થતો હોય,

જ્યાં કોઈક મૌન તો કોઈક મોજમાં હોય,

કામ ઘણું બધું હોય છતાં જ્યાં નવરાશ હોય,

વ્યક્તિ સાથે જ્યાં વિચારની પણ હાજરી હોય


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો