વિમલ પ્રજાપતિ // સંક્ષિપ્ત પરિચય
વિમલ પ્રજાપતિ પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના વિદ્યાર્થી છે. તેઓ મૂળ બનાસકાંઠાના નાનકડા ગામના પણ ઊંચા વિચારો ધરાવતા અમદાવાદી
માણસ છે. ડીસા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી. આર્ટ્સ & કોમેર્સ કૉલેજમાં તેમણે અર્થશાસ્ત્ર વિષયમાં વર્ષ ૨૦૨૦માં વિશિષ્ટતા સાથે પ્રથમ વર્ગે ઉત્તીર્ણ થયેલા. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ ચાલુ છે. પત્રકારત્વના અનુસ્નાતકમાં વર્ષ 2ના ત્રીજા સેમેસ્ટરમાં ‘બનાસકાંઠાના વરિષ્ઠ
પત્રકારો – એક અભ્યાસ’ ના વિષય સાથે લઘુશોધ નિબંધ તૈયાર કરેલ
છે.
વિમલ પ્રજાપતિને સ્નાતક કક્ષાના
અભ્યાસકાળ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ અને અભ્યાસમાં યુનિવર્સિટી કક્ષાએ કૉલેજનું નામ વધારવા
બદલ ‘Student
Of The Year’નો ઍવોર્ડ મળેલો છે.
પત્રકારત્વના અભ્યાસ સાથે તેઓ વાંચનનું ખૂબ જ મોટું વ્યસન ધરાવે છે. એક વ્યસન ઓછું પડતું હતું એટલે વાંચવા સાથે લખવાનું પણ વ્યસન આજથી ત્રણ વર્ષ પહેલા શરૂ કરેલું. જેમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વિમલ પ્રજાપતિનો ‘આશિકી’ નામનો પ્રેમપત્ર સ્ટોરી મિરરની પત્ર લેખન સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ આવેલ છે. જે માટે તેમને ત્રણ હજાર રૂપિયા અને ટ્રોફી પણ મળેલ છે.
વિચારોમાં ફરવાનો, કલમ સાથે રમવાનો અને પુસ્તકો સાથે વાતો કરવાનો તેમને અનોખો શોખ છે. આજ સુધી ૩૦૦
પુસ્તકો વાંચ્યા છે. જ્યારે ૩૦ જેટલી કવિતાઓ અને ૧૦ જેટલી વાર્તાઓ લખી છે. જેમાથી દિવ્યભાસ્કરની
પૂર્તિ મધુરિમામાં ‘કોઈક’ અને સંદેશની પૂર્તિ
નારીમાં ‘બસ એમને જ જોઈ રહ્યો હતો’ નામે
કવિતાઓ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ છાપાણી હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો