જંગ એટલે...?


પરિણામ ખબર હોય છતાં પણ લડવું એ એટલે જંગ,

આખી રાત કામ કર્યું હોય છતાં પણ વહેલા જાગવું એ એટલે જંગ,

કંઈજ વાંચ્યું ના હોય છતાં પણ પરીક્ષા આપવી એ એટલે જંગ,

એ વારંવાર ના પાડે છતાં પણ એને જ ચાહતા રહેવું એ એટલે જંગ,

મન અશાંત હોય છતાં પણ ખુશ રહેવા મથવું એ એટલે જંગ,

સ્વાર્થી લોકો વચ્ચે પણ નિસ્વાર્થ રહેવું એ એટલે જંગ,

દુઃખી ચહેરાને પણ હંમેશા ખુશ રાખવા મથવું એ એટલે જંગ,

જિંદગીનો માર ખાઈને પણ મોજમાં રહેવું એ એટલે જંગ,

અને હા દોસ્તો જવાબદારીઓ સાથે સંજોગોને બેસાડવાંને એ એટલે જંગ

જિંદગી આપણી સાથે એવા ખેલ ખેલે છે કે વ્યક્તિ વિચારોના વમળમાં ખોવાઈ જાય છે. દોસ્ત સાચું કહું ને તો જંગ એ જિંદગી નો પર્યાય છે. અને એ પણ કેવો? જેમાં આપણી સામે દુશ્મન પણ આપણે જ છીએ. સાલું આતો કેવું અજીબ કહેવાય કે આપણે આપણે સામે જ લડવાનું. 

હવે આમાં બીજો પ્રશ્ન એ થાય કે જીતવા કોને દેવો? આપણે જીતવું કે આપણા સામે વાળા આપણને જીતવા દેવો? પ્રશ્ન તો એ પણ થાય કે ચાલો આપણે જીતી જઈએ પણ પછી સામે જે આપણે જ છીયે તેનું શું? અને ચાલો એવું માની લઈએ કે આપણે સામે વાળા આપણને જીતવા દઈએ તો પછી આપણું શુ?

આ આપણ અને આપણ બંને મગજને હલાવી દે એમ છે ને? બસ આવું જ છે આપણી જિંદગીમાં. આપણે આપણાંમાં ગૂંચવાઈને રહી ગયા છીએ.

આ જિંદગીમાં ડગલેને પગલે મુસીબતો વરમાળા લઈને ઉભી જ હોય છે. આપણે એકની તો વરમાળા પહેરવી જ પડશે. પછી એ વરમાળા આપણી મુસીબતની હોય કે આપણા સામે વાળા આપણની મુસીબત હોય. 

હવે ખાસ વાત એ કે આ મુસીબતો કઈ કઈ છે?

તો સાંભળો એ મુસીબતો એટલે ભણવાની ચિંતા, નોકરીની ચિંતા, પ્રેમની પસંદગી, લગ્ન કરવા કે નહીં એના વિચારો, વિશ્વાસ કરવો કે ના કરવો અને કરવો તો કોના પર કરવો એની ચિંતા, સવારે કેટલા વાગે જાગવું, હું આ કરીશ તો બધા શુ વિચારશે? એની ચિંતા, પેલો કે પેલી મને કેમ ના પડે છે એની ચિંતા, ફરવા જવું, નોકરીએ જવું, પ્રપોઝ કરવું, ભાગી જવું આવી તો ઘણી બધી મુસીબતો છે. 

પણ આ બધી મુસીબતોથી બચાવવા માટે પણ એક ઉપાય છે અને એ છે પોતાની જાતને પ્રેમ કરવો અને પોતાની જાતને સમજવી.

જીવનમાં જે પણ કાર્ય કરવી ઇચ્છા થાય અને એ કરવું કે ના કરવું એ બીજાને પૂછ્યા વિના પોતાની જાતને પૂછજો તો જવાબ મળી જશે. હવે વળી પાછો બીજો પ્રશ્ન કે પોતાની જાતને કઈ રીતે પૂછવું? એના માટે મને મેસેજ કે ઈમેઈલ કરવાની જરૂર નથી એ તમારે તમારી જાતને જ પૂછવાનું છે. અત્યારે બસ આટલું જ પણ હા એક નવા શબ્દ પર ચર્ચા કરવા ફરી મળીશું.

               🦚રાધે-રાધે🦚


ટિપ્પણીઓ