અંતિમ પળ



● પાત્રો - અનિલ, અનિ 

● અનિલને શહેરની શ્રેષ્ઠ કૉલેજમાં એડમિશન મળી જાય છે. તે ખૂબ જ આનંદમાં હોય છે.

● તેની કૉલેજનો પહેલો દિવસ.....તે કૉલેજના ગેટમાં એન્ટર થાય છે ત્યાં બીજી બાજુ એક છોકરી જે ખૂબ જ આનંદિત હોય છે અને કૉલેજના પહેલા દિવસના ઉત્સાહમાં દોડતી દોડતી ગેટમાંથી એન્ટર થાય છે અને અનિલ સાથે અથડાઈને નીકળી જાય છે. આ બાજુ અનિલ કંઈ જોવે કે સમજે તે પહેલા તો તે દોડીને ગાયબ થઈ જાય છે. અનિલને યાદ છે તો બસ તેનો એ સ્પર્શ. જે તેના શરીરમાં ધમૂ મચાવી રહ્યો હોય છે. તે ક્લાસમાં દાખલ થાય છે પણ તેેનું મન ક્લાસમાં લાગતું નથી. તેને તો બસ છોકરીનો સ્પર્શ યાદ રહી જાય છે. એ સ્પર્શને શોધવા માટે અનિલ આતુર હોય છે.

આમ, અનિલ આજ હાલતમાં ફરતો હોય છે ક્યાયં તેનું મન નથી લાગતું હોતું પણ એક દિવસ અનિલ ક્લાસની  બહાર નીકળીને કેમ્પસમાં ફરતો હોય છે અને ત્યાં પાચં-સાત છોકરીઓ તેમના પ્રોજેક્ટની ચર્ચા કરતા હોય છે. અનિલ ત્યાથી નીકળતો હોય છે, અને ત્યાં અનિલને કોઈકનો ધક્કો લાગે છે અને અનિલ એ છોકરીને જેમ સવારના સર્યૂના નરમ અને કોમલ કિરણો ધરતીને અથડાય છે, તમે અથડાઈ જાય છે. ત્યાં અનિલને એક અલગ જ અહેસાસ થાય છે. ( આતો એ જ સ્પર્શ જે મને કૉલેજના પહેલા દિવસે થયો હતો! ) અનિલને આવો વિચાર આવ્યો, પછી તે છોકરી તરફ જોવે છે, અને તે છોકરી વિશે કલ્પનાઓ કરવા લાગે છે કે, હરણી જેવી આંખ, રેશમ જેવા વાળ, બગલાના ડોક જેવી ગરદન, ગુલાબની પંખુડીઓ જેવા રસીલા હોઠ અને દરિયાની વચ્ચે જાણે કમલ ખીલ્યું હોય તેવું તેનું મૃદુ હાસ્ય. કુદરતની આવી સુંદર રચના જોઈ અનિલ અંજાઈ જાય છે, અને ઢળી પડે છે. ત્યાં તે છોકરી અનિલને હાથ આપી ઉભો કરે છે અને અનિલના મુુખમાંથી શબ્દો સરી પડે છે કે, હું અનિલ અને તમે? તમારૂ નામ? ત્યાં છોકરી બોલી એક મદદ કરી એમાં મારુ નામ જાણી શુ કરશો? હું તમને બધાને જાણું છું નામ પૂછી ફેસબકુમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મુકશો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરશો અને મોબાઈલ નબંર માંગી દરરોજ વોટ્સએપમાં miss you, miss you ના મેસેજ કરીને હેરાન કરશો માટે નામ આપવાની મારે કોઈ જરૂર નથી.

(અને ત્યારે ત્યાં એક મહિલા આવે છે જે કૉલેજની પ્રોફેસર અને આ છોકરીની માં હોય છે, અને જે પોતાની દીકરીને શોધતી હોય છે) એક છોકરી બોલી એય જો તારી મમ્મી આવે છે. (મહિલા પાસે આવીને) ચાલ અનિ અને ત્યાંજ અનિલ બોલી ઉઠ્યો Thank you Mammi!!! 

આમ, કરતા એક વર્ષ વીતી ગયું અને અનિલ - અનિ ખૂબ જ સારા મિત્રો બની ગયા. પછી તો એમની મિત્રતા વધવા લાગી બન્ને સાથે રહેતા, સાથે ફરતા અને સાથે જ બેસતાને આમ, કરતા કરતા કૉલેજના ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા અને કૉલેજના farewell functionની date પણ નકકી થઈ ગઈ. આ બાજુ અનિલ અનિને ખબૂ જ ચાહવા લાગ્યો હતો પણ તેને કહેવાની કોઈ દિવસ હિમત ના કરી શક્યો. કારણ કે તેને ડર હતો કે કદાચ પ્રેમની વાત કરવાથી અનિ તેને છોડીને ચાલી જશે! છતાં પણ અનિલે અનિને કીધું કે અનિ તું કાલે થોડી વહેલી આવજે મારે તને એક વાત કહેવી છે.  અને અનિએ કહ્યું સારુ હું કાલે વહેલી આવી જઈશ. એમ કહી બન્ને ઘરે જાય છે. અનિલ કાલ માટે પર્વૂ તૈયારી કરવાનું ચાલુ કરી દે છે. આખી રાત તને ઊંઘ નથી આવતી. બસ અનિના ખ્યાલમાં ખોવાયેલો રહે છે. સવાર પડે છે અનિલ વહેલા તૈયાર થઈ એક રિંગ અને ગુલાબ લઇ કૉલેજમાં આવી જાય છે. 8 વાગી ગયા હોય છે પણ અનિ આવતી નથી. આ બાજુ અનિલ ખૂબ જ આતુરતાથી અનિની રાહ જોતો હોય છે.10 વાગ્યા ,12 વાગ્યા , 2 વાગ્યા અને farewell function પણ પૂરો થઈ ગયો પણ અનિ ના આવી. અનિલને જાત જાતના વિચારો આવે છે કે શું હું અનિ ને નહીં ગમતો હોઉં ? શુ અનિ બીજાને પ્રેમ કરતી હશે? આવા જાત-જાતના વિચારો કરતો હોય છે! તેને ફોન કરે છે પણ ફોન switch off આવે છે. તે ગભરાઈ જાય છે અને ભાગી પડે છે. ત્યારે એક છોકરી દોડતી અનિલ પાસે આવે છે, તેના ચહેરા પર શોક અને આંખોમાં આંશુ હોય છે, અને તેના મુખ માંથી એક જ શબ્દ બોલતી હોય છે અનિ ...અનિ ...અનિ ...... ત્યાં અનિલ વધારે ગભરાઈ જાય છે......છતાં અનિલ હિંમત કરી પૂછે છે શું થયું અનિનેે? બોલ તો ખરા! બોલને યાર please! બોલનેે! શુ થયું મારી અનિને?

( છોકરી રડતા રડતા બોલે છે ) અનિલ તારી અનિ! હા બોલ શુ થયું? મારી અનિને તે કેમ આજે ના આવી? બોલ! યાર બોલ! છોકરી કહે છે કે આજે અમે તને જ મળવા આવતા હતા. પણ રસ્તામાં અમારી એક્ટિવાનો એક્સિડન્ટ થઈ ગયો અને અનિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અનિએ મને કહ્યું કે આ ગિફ્ટ તું અનિલ ને આપી દેજે! એટલું કહેતા જ તેણે પોતાના પ્રાણ છોડી દીધા. અનિલ.... તારી અનિ હવે આ દુનિયામાં નથી રહી! અનિલ નથી રહી! અને તે રડી પડે છે આ બાજુ અનિલની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ જાય છે, તે સાવ નિર્બળ થઈ જાય છે અને અનિએ આપેલી ગિફ્ટ ખોલે છે તો અંદરથી એક રિંગ નીકળે છે અને સાથે એક ચિઠ્ઠી પણ હોય છે જેમાં લખ્યું હોય છે.......

● પ્રિય અનિલ, 

હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હા મને એ પણ ખબર છે કે તું પણ મને ખૂબ જ પ્રેમ કરે છે પણ તું મને તારા પ્રેમનો ઇઝહાર ના કરી શક્યો! પણ હું મારા પ્રેમને હવે રોકી શકું તમે નથી. આપણી પહેલા દિવસથી લઈને આજ સુધીની જે પળો છે તે ખૂબ સુંદર રહી છે. માટે હું જિંદગીભર તારી સાથે રહેવા માંગુ છું. હું તને અનહદ પ્રેમ કરું છું! so Will you marry me? અનિલ શું તું મારી સાથે લગ્ન કરીશ? I Love you Anil I Love you

● તારી પ્રિયતમા "અનિ "

આ વાંચી અનિલ ખૂબ રડવા લાગ્યો અને રડતા રડતા તેના પણ પ્રાણ નીકળી ગયા.

Vimal V Prajapati

@mg_official

Journalist

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો