"આપણે છૂટા પડ્યાં તેને આજે એક વર્ષ થયું. છૂટા પડયાં પહેલા આપણે દસ વર્ષ સાથે રહ્યાં હતાં. આપણે સાથે હતાં તેમાં છેલ્લું વર્ષ આપણું ખરાબ રહ્યું એવુ મને યાદ છે. જેના કારણે આપણા સંબંધો બગડયાં અને આપણે છૂટા પડયાં".
આજે મારી સામે
છૂટા પડ્યાં પછીનું એક વર્ષ, છુટા થયાં પહેલાનું
ખરાબ સંબંધોનું એક વર્ષ અને તારી સાથે લગ્ન કર્યા પછીનું એક વર્ષ પણ મારી નજર સામે
છે. હું વિચાર કરતો હતો કે આ ત્રણ વર્ષમાં કયું વર્ષ યાદ રાખવું જોઈએ? તેના વિચારમાં હું ત્રણેય વર્ષમાં વિચારોનું ચક્કર લગાવી
આવ્યો છું.
તારી સાથેનું
પહેલું વર્ષ કેટલું સુંદર હતું?
એવું લાગતું હતું
કે જાણે આપણે જ એક-બીજાની જીંદગી છીએ. આપણે સરસ જીવ્યા અને પછી જીવવાનું ભૂલતાં
ગયા. એક-બીજાની ભુલ શોધવા લાગ્યાં અને અંતે છૂટા પડયાં. છૂટા પડ્યાં પછીના એક
વર્ષમાં મેં તને ખુબ જ યાદ કરી છે. પણ ગઈકાલની એક ઘટનાએ મારી વિચારવાની દિશા જ
બદલી નાખી. ગઈ કાલે હું આપણાં જૂના ફોટોગ્રાફ્સ જોવા બેઠો હતો. આપણા લગ્નથી લઈને
આપણે ફરવા ગયા એ બધી જ તસવીરો ફરીથી જોઈ. આપણુ એ હસવું, આપણી મસ્તી અને એક-બીજામાં ખોવાઈ જવાની પળ કેટલી
સુંદર હતી. હું તને ગમતો અને તું મને! તારી સાથે રહેવું મને ખુબ જ ગમતુ હતું. તારી યાદો મને આજે પણ સતાવે છે.
મેં વર્ષો પછી આ તસવીરો જોઈને પછી આલબ્મ બંધ કર્યો ત્યારે વિચાર આવ્યો કે, આપણે કેવા વિચિત્ર છીએ? સારી યાદોને આલબ્મમાં મઢાવીને રાખીએ છીએ અને ખરાબ યાદોને દિલમાં સંઘરીએ છીએ!"
"સારી યાદોના આલબ્મને ભાગ્યે જ ખોલીએ છીએ અને દિલમાં સંઘરેલ ખરાબ યાદોને રોજ ખોતરીએ છીએ"
ચાલ આપણે એના કરતાં ઊલટું કરીએ....
સારી યાદોને
દિલમાં રાખીએ અને ખરાબ યાદોને દફનાવી દઈએ.
મેં આજે મારી બધી જ ખરાબ યાદોને દફનાવી દીધી છે. આ પત્ર તને એટલુ જ કહેવા માટે જ લખું છું કે, હવેથી હું તને ક્યારેય નફરત નહી કરું! બની શકે તો કદાચ તું પણ નફરત કરવાનુ ટાળજે. હવે હું તને યાદ કરીશ કે નહીં એની તો મને કોઈ ખાત્રી નથી. પણ હા એક વચન આપી શકું કે તું મારા માટે ખાસ હતી અને આજે પણ છે. અને હા જો યાદ કરીશ તો પણ ખરાબ રીતે તો નહીં જ કરું! હું ખરાબ ક્ષણોને ભૂલી જઈ રહ્યો છું, તું પણ ભૂલી જજે અને તારી જીંદગીને મસ્ત રીતે જીવજે. અને જો મારી યાદ આવી જો તો તું લઈ ગયેલ બેગના છેલ્લા ખાનામાં મે તને આપેલ પ્રથમ ગિફ્ટ જોઈ લેજે. કારણ કે હું જઈ રહ્યો છું!
હા, અને છેલ્લી વાત આજે હું એટલું શીખ્યો છું કે, આપણે આપણાં દિલને સારી યાદોનો બગીચો બનાવવો કે ખરાબ યાદોની કબર એ આપણે નક્કી કરવાનું હોય છે. આજે મેં એક કબર ઉખાડીને ફેંકી દીધી છે. જેમાં આપણા ઝઘડા, ચિંતાઓ અને ગેરસમજો હતાં અને હવે એક સુંદર બગીચો બનાવવો છે, જેમાં આપણી યાદો રૂપી ફૂલો, એકબીજાના આદર રૂપી છોડવાઓ અને લાગણીઓ રૂપી વેલડીઓ રોપવી છે.
એક વાત બીજી કે આ બગીચા હું તારા માટે બનવાનો છું. જો તારી બધી ગેરસમજ દૂર થઈ જાય તો હું તને એ બગીચામાં તારી રાહ જોતો જોવા મળીશ.
યાદ એટલે?
સાથે ન હોવા છતાં પણ સાથે રહેવું...
આપણા ભૂતકાળથી
મોટો મોટીવેટર આ દુનિયામાં બીજે ક્યાંય નથી!
પોતાના દરેક
અનુભવથી શીખતાં રહો કેમ કે, તમારી જીંદગીમાં ધરખમ ફેરફાર તમારા સિવાય દુનિયાનો કોઈ વ્યક્તિ પણ નહીં
કરી શકે!
Vimal Prajapati
Journalist

સાચા પ્રેમની યાદો હમેશા રહે છે એ દુર હોય તો પણ હમેશા સાથે રહે છે. તમારો આ લેખ વાંચીને આનંદ થયો.
જવાબ આપોકાઢી નાખો