રંગની પીંછી કોના હાથમાં...?

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/vimal Prajapati


દોસ્તો, આજે જુની વાતને નવા અંદાજમાં લઈને આવ્યો છું. આપણા જીવનમાં જો થોડી નજર કરવામાં આવે તો ખબર પડે કે આપણે કોના પ્રમાણે જીવી રહ્યા છીએ. આપણી જિંદગીના નિર્ણયો શું આપણે લઈએ છીએ? શું આપણું જીવન આપણી ઈચ્છા પ્રમાણે ચાલે છે ખરૂ? માન્યું કે આ સવાલો ખાનગી છે, પણ દોસ્તો, આ તો વ્યાજબી પણ છે. હુ અહીં મારી કે તમારી વાત નથી કરતો પણ એ બધાની કરૂ છું કે જેમણે પોતાની જાતને આ સવાલ કર્યો છે. આપણી જિંદગીમાં ઘણું બધુ ચાલી રહ્યુ છે. પણ તેમાં ઉપાય માટે શું આપણે આપણી અંદર ઝાંકીને જોયું છે કે, આના માટે જવાબદાર કોણ છે?

આવી તો આપણે ક્યાથી ફુરસદ હોય નઈ! હા જો કોઈ બીજાની વાત કરીએ તો હજારો ઉકેલ શોધી કાઢીએ પણ આપણી વાત આવે એટલે મર્યાદાઓ યાદ આવે, સંબંધો યાદ આવે, મુશ્કેલીઓ યાદ આવે અને અંતે તો લોકો શું કહેશે તેની પણ યાદ આવી જાય છે. પણ મને એ નથી સમજાતુ કે આ બધા પહેલા આપણને આપણી યાદ કેમ નથી આવતી?

સૌથી મહત્વની વાત કરવા માટે જઈ રહ્યો છું કે, આપણી જિંદગીના કાગળમાં આપણે જ રંગ પૂરવા પડશે. માન્યું કે જીવન રંગીન છે, પણ જો તેમાં રંગની પિંછી અપણા હાથમાં હોય તો જ જીવન રંગીન બનશે. જો રંગની પિંછી બીજાના હાથમાં આપી તો લોકો પાસે ફક્ત બે જ રંગો છે, એક કાળો અને બીજો સફેદ. હવે એમા નક્કી આપણે કરવાનું છે કે પિંછી કોના હાથમાં આપવી. કારણ કે, કાળા અને સફેદ રંગથી જિંદગી રંગીન બની હોય એવા કોઈ પૂરાવા છે નહીં. કાળા અને સફેદ રંગથી જિંદગી તો ખાલી બ્લેક એન્ડ વાઈટ જ બની શકે.

હવે તમને બીજો પણ પ્રશ્ન થાય કે આ વિમલ રંગોની ડબ્બીઓમાં નાખીને ક્યાક જતો તો નહી રહે ને? તમારો પ્રશ્ન પણ વ્યાજબી છે. પણ દોસ્તો આ રંગો એટલે આપણા જીવન સાથે વણાયેલા નિર્ણયો અને કર્તવ્યો છે. જો આપણી જિંદગીની લગામ આપણે બીજાના હાથમાં આપી તો તે આપણને તેના જ ગંતવ્ય સ્થાને લઈ જશે અને તેના ગંતવ્ય સ્થાને આપણું કોઈ કામ નથી ત્યા જઈને આપણે કરીશું શું? મારા કહેવાનું તાતપર્ય એ છે. આપણે જ આપણા ચિત્રકાર છીએ. તમારે તમારૂ ચિત્ર વ્યસ્ત બનાવવું છે કે મસ્ત બનાવવું છે. તે તમારા હાથમાં હોવું જોઈએ કારણે કે જો તમારૂ ચિત્ર બીજાએ બનાવ્યું તો તમારી જિંદગી વ્યસ્ત જ થવાની છે. કારણ કે, તે ચિત્રકારને તમારી જિંદગીના સુખ દુઃખ વિષે કાઈ ખબર નથી. એ ચિત્રકાર તમારા સમય સાથે પણ છેડછાડ કરી શકે છે. કારણ કે, તે તેના આધારે તમારૂ ચિત્ર બનાવી રહ્યા છે. માન્યું તે સમયની માયાજાળ તો સર્વત્ર એક છે. તો આવી ભૂલ ના કરતા. કારણ કે, સમયની માયાજાળ ભલે બધેય સરખી હોય પરંતુ દરેક વ્યક્તિનો સમય અલગ અલગ હોય છે. કોઈ આજે ખુશ છે, તો કોઈ દુઃખી છે. કોઈ એકાંતમાં હસી રહ્યું છે, તો કોઈ ભરી મહેફિલમાં પણ રડી રહ્યું છે.

હવે આ લોકો આપણા સારા ચિત્ર કઈ રીતે બનાવી શકે? દોસ્તો જીવનમાં જાતે નિર્ણયો કરતા થઈ જાઓ અન્યથા દુનિયા તમારા ચિત્રમાં રંગની જગ્યાએ કોરા કાગળ થમાવીને ચાલ્યા જશે. જેની સાથે સાથે સમય પણ ચાલ્યો જશે. અને સમયનું એવું છે કે તેના માથાના ફક્ત આગળના ભાગે જ વાળ છે, પાછળ તો ટાલ છે. મારો કહેવાનો મતલબ તો સમજાઈ ગયો હશે. તો ચાલો આપણી જિંદગીના આપણે જ ચિત્રકાર બનીએ અને આપણી જિંદગીને રંગીન બનાવીએ.  

આપણે જ આપણા નિર્ણયો લેતા થઈ જઇએ અને દુનિયાને રાડ પાડીને કહીએ કે, હા હું મારો ચિત્રકાર છું. એકવાત તો રહી જ ગઈ કે, ચિત્રકાર બનવા માટે પણ ધ્યાન રાખવા જેવી બાબતો તો છે. તેની વાત હવે આવતા બ્લોગમા કરીશું. પણ જો તમારે નવા વિચારની જરૂર હોય તો જણાવજો.

ક્રમશઃ

ટિપ્પણીઓ