![]() |
| તસવીર: વિમલ પ્રજાપતિ/ तस्वीर: विमल प्रजापति/ Photo: Vimal Prajapati |
એક છોકરાએ આવીને રાહુલને ખુશ ખબર તો આપી દીધી પણ અહીં બન્ને છોકરીઓના મનમાં તો વિચારોની વાવઝોડું ફરી વળ્યું છે. કારણ કે, અહીં બે તો વ્યથિત છીએ ત્યા હવે ત્રીજીના સમાચાર મળ્યા છે અને પણ પિતા બનવાના? પૂજા અને વિનીતાને તો મોટો આઘાત લાગી આવ્યો છે. કારણ કે, બન્ને આજે રાહુલ સાથે લગ્નની વાત કરવા માટે આવી હતી. ત્યા તો સમાચાર એવા મળ્યા છે કે, રાહુલ પરિણીત છે. જો કે આ વાત માનવામાં આવે તેવી નહોતી. રાહુલની ઉંમર એટલી લાગતી પણ નહોતી. છતા પૂજા અને વિનીતાને આ વાત પર પરાણે વિશ્વાસ કરવો પડ્યો હશે.
કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, કાલે ચકોરની જેમ રાહુલને પ્રેમ કરતી યુવતીને રાહુલ ચાંદના બદલે સૂર્ય જેવા લાગવા લાગ્યો. આ બધા પ્રશ્નોના જવાબ આપવાનો રાહુલ પાસે સમય નહોતો. તે ત્યાથી ઝડપથી નીકળી ગયો અને સીધો જ હોસ્પિટલ પહોચ્યો. ત્યા જઈને રાહુલ તેની પત્ની મળવા ગયો. તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. આ જગતમાં જ્યારે કોઈ વ્યક્તિ પિતા બને છે, ત્યારે તે પોતાને દુનિયાનો સૌથી ખુશનશીબ વ્યક્તિ સમજે છે. રાહુલની ખુશીમાં વધારો ત્યારે થયો જ્યારે તેને ખબર પડી કે, તેને દીકરી થઈ છે. રાહુલની પત્ની નિશા તો ખુબ જ ખુશ હતી કારણે કે, રાહુલને તેને સૌથી વધારે પ્રેમ કરતો હતો. પરંતુ હકીકત સાવ અગલ હતી. જેનાથી નિશા, પૂજા અને વિનીતા બધા જ અજાણ હતા.
આ બધાને એમ હતું કે, રાહુલ બધાની જિંદગી સાથે રમી રહ્યો છે. અને રાહુલનું વર્તન જોઈને એવું લાગતું પણ હતું. કારણ કે, તેની આસપાસ છોકરીઓ મધમાખીની જેમ જોવા મળતી હતી. તે બધી છોકરીઓ સાથે ખુલ્લા મનથી વાત કરતો હતો. જો કે, તેનાથી તેના ચારિત્ર પર સવાલ કરવો યોગ્ય નથી. આ કહાણીના નાયક રાહુલના ચારિત્ર પર અનેક સવાલો થઈ રહ્યા છે. સાચી વાત તો એ છે, લોકોના આ વિચારથી રાહુલને કાઈ ફરક નહોતો પડતો. તે તેનામાં મસ્ત રહેતો હતો. રાહુલ તેની પત્નીને ઘરે લઈને આવે છે. ઘરે બધા પરિવારજનો બન્નેનું સ્વાગત કરે છે. રાહુલના ઘરે આજે દિવાળી જેવો ખુશીને તહેવાર હોય એવો માહોલ હતો.
હજુ તો આ બધી તૈયારીઓ થઈ રહી હોય છે, ત્યા પૂજા આવીને રાહુલને એક લાફો મારી દે છે. પૂજાનું આ વર્તન રાહુલ પર હક જમાવતું હોય એમ રાહુલ ચુપ રહ્યો અને કાઈ બોલવાની જગ્યા તે શાંત થઈને બેસી ગયો. પૂજા તેને જોર જોરથી બોલવા લાગે છે કે, તું નરકમાં જઈશ, તારૂ ક્યારેય પણ સારૂ નહીં થાય, તુ ખુબ જ દુઃખી થઈશ અને તું બેમોતે મરીશ. આવા કડલા શબ્દો સાથે પૂજાનો ગુસ્સો યથાવત હતો. પૂજાનો ગુસ્સો આજે યમરાજ જેવો હતો. રાહુલના પરિવારમાંથી પણ કોઈનામાં પૂજાને રોકવાનો પ્રયત્ન કરવાની હિંમત નહોતી.
પરિવાર ચિંતામાં આવી ગયો હોય છે કે, આ બધું શું ચાલી રહ્યું હોય છે ત્યાં વિનીતા પણ આવી ચડે છે અને રાહુલ રાહુલની બૂમો પાડે છે. રાહુલ જેવો જ તેના નજરે પડ્યો તેવી તે ગઈને રાહુલને લાફો મારી દીધો. છતા પણ રાહુલ ચુપ. રાહુલની આ ખામોશી પરિવાર માટે ભારે ચિંતાનો વિષય બની ગઈ હોય છે. ત્યા ફરી વિનીતા રાહુલને લાફો મારવા માટે આગળ વધે છે. ત્યા નિશા તેને રોકી લે છે. અને કહે છે બસ બઉ થયું હવે બન્ને થોંભી જાઓ નહીંતર મારો હાથ ઉપડી જશે. નિશામાં ચાલવાની પણ હિંમત નહોતી છતા તે વચ્ચે પડે છે.
પૂજા નિશાને કહે છે કે, 'તને ખબર નથીં, તારો આ પતિ દગાબાજ છે, કેટલીય છોકરીઓને અંધારામાં રાખી રહ્યો છે.'
વિનીતાએ પણ પૂજાનો સાથ આપ્યો અને કહેવા લાગી કે, 'બે ઉદાહરણ તો તમારી સામે જ છે'
આ સંભળી રાહુલની મા પણ રાહુલ પર ગુસ્સે થાય છે અને તે પણ રાહુલને જોરથી લાફો મારી દે છે. રાહુલ છતા પણ ચૂપ રહે છે. ત્યા તેના પિતા પણ તેને લાફો મારી કહે છે કે, 'ચુપ કેમ છે, કંઇક બોલ આ તે શું......(થોડીવાર થોંભીને) તે તો પરિવારની આબરુને નેવે મુકી દીધી છે. આ બધું કરતા પહેલા તું મરી કેમ ના ગયો, હરામી!
નિશા ફરી વચ્ચે આવે છે અને કહે છે, 'પિતાજી શાંત થઈ જાઓ'
રાહુલના પિતા નિશાને કહે કે, 'બેટા તું હજું પણ આ હરામીનો સાથ આપે છે, તેણે તને છેતરી છે, અંધારામા રાખી છે, હું તો હવે આ નાલાયકનું મોઢું પણ જોવા માંગતો નથી'
નિશા બધાને શાંત પાડે છે. નિશાનો આ વર્તાવ જોઈને બધા હેરાન હોય છે, ખાસ તે પૂજા અને વિનીતા. કારણ કે, આ સમયે સૌથી વધારે ગુસ્સો તો નિશાને આવવો જોઈએ. પરંતુ અહીં તો ગંગા અવળી વહી રહી છે. નિશા પોતાનો ફોન હાથમાં લે છે અને થોડી દુર જઈને ફોન કરવા લાગે છે. બધાને એમ હોય છે કે, નિશા પોલીસને ફોન કરે છે, પણ વાસ્તવમાં તે પૂજા અને વિનીતાના પિતાને ફોન કરીને બોલાવે છે. રાહુલ આ બધું શાંત થઈને જોતો હોય છે. કારણ કે, બધી હકીકતથી ફક્ત નિશા જ જાણકાર હોય છે. પરંતુ તેને લાગે છે કે, આ સમય બધાને હકીકત જણાવાનો નથી. એટલે તે નિશાને ઇશારો કરી હકીકત જણાવાની ના પાડે છે. આ બાજું નિશાએ ધારી લીધું છે કે, બધાને આજે હકીકત ખબર પડવી જ જોઈએ. આખરે તેના પતિના ચારિત્ર પર સવાલ થયો છે.
પૂજા અને વિનીતાના પિતા રમેશભાઈ અને પ્રવિણભાઈ આવી જાય છે. પોતાની પિતાને આવતા જોઈ પૂજા અને વિનીતાને હેરાની થાય છે પણ સાથે સાથે હિંમત પણ આવે છે કે, હવે પિતાનો પણ સાથ મળશે અને રાહુલને તેના કર્મોની સજા મળશે. નિશા પાણી લાવે છે, અને પહેલા પૂજાના પિતાને આપવા જાય છે ત્યારે પૂજા વચ્ચે આવીને કહે છે, મારા પિતા આ ઘરનું પાણી પણ નહીં પીવે ત્યા વિનીતા પણ બોલી કે, મારા પિતા પણ આવા ચરિત્રહીન વ્યક્તિના ઘરનું પાણી નહીં પીવે.
પૂજા અને નિવીતાના પિતા હવે બન્નેને લાફો મારવા માટે જાય છે, ત્યા નિશા તેમને રોકીને શાંત પાડે છે. નિશા પહેલા બધાને બેસવા માટે કહે છે. રાહુલની હકીકત નિશા સિવાયા પૂજા અને વિનીતાના પિતા પણ જાણતો હોય છે, અથવા એમ કહો કે, તેમના કહેવા પ્રમાણે જ આ બધું થઈ રહ્યું હોય છે.
પૂજાના પિતા બધી હકીકત જણાવે છે કે, રાહુલ ખુબ જ સારો અને ચારિત્રવાન વ્યક્તિ છે. તે અમારા કહેવા પ્રમાણે જ આ બધુ કરી રહ્યો હોય છે. કારણ કે, પૂજા પહેલા જે છોકરાને પ્રેમ કરતી હતી. તે સંજય બદમાશ અને નશેડી હતો. આપણે કપડા બદલીએ તેમ તે છોકરીઓ બદલતો હતો. અને પૂજા સાથે વિનીતા પણ તેની પાછળ આંધળી હતી. ત્યારે એક દિવસ મને રાહુલ દેખાયો જે એક છોકરીને બચાવવા માટે આ સંજય સાથે લડી રહ્યો હતો. ત્યા પોલીસ પણ આવી અને સંજયના બદલે રાહુલને પકડી ગઈ હતી.
સંજય તેના પિતાના પૈસાના કારણે આ લફડાઓ કરતો હતો. પોલીસ પણ લાચાર હતી. પછી હું પોલીસ સ્ટેશન ગયો અને રાહુલને છોડાવી લાવ્યો. ત્યા આ વિનીતાના પિતા પણ મળ્યા તે પણ સંજય સામે ફરિયાદ કરવા માટે આવ્યા હતા. પણ મે તેમને સમજાવ્યા કે અહીં ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી. કારણ કે પોલીસ સંજયના પિતાના ઇશારે કામ કરતી હતી.
આ બધું જોયા પછી રાહુલ, નિશા અન પ્રવિણભાઈને હું મારા ઘરે લઈ ગયો. ત્યા બેસીને અમે નક્કી કર્યું કે, આ સંજયનું શું કરવું કારણ કે, ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી દેશે. ત્યારે અને રાહુલને સમજાવ્યો કે, તું પૂજા અને વિનીતાને ખબર ના પડે તેની રીતે બન્નેને પ્રેમ કરવાનું નાટક કર અને સંજયથી દૂર કર. રાહુલ ના પાડતો હતો પણ પછી નિશાએ કહ્યું એટલે તૈયાર થયો. પછી આ બે છોકરીઓની જિંદગી બચાવવા માટે તૈયાર થયો. રાહુલ નિશાને ખુબ જ પ્રેમ કરે છે. એટલે તેણે નિશાને વચન આપ્યું કે, તે આ નાટક કરશે પણ ક્યારેય પૂજા કે નિશાની નજીક(શારીરિત રીતે) જશે નહીં. આ રીતે તેણે આ દીકરીઓની જિંદગી બચાવી છે.
તો નિશાએ પ્રશ્ન કર્યો કે, 'હવે સંજયનું શું થયું?'
રમેશભાઈએ કહ્યું કે, 'તમારો ફોન આવ્યો ત્યારે હું કોર્ટમાં જ હતો. આજે હું ગવાહી આપવા માટે ગયો હતો. સંજયને 20 વર્ષની કડક જેલની સજા થઈ છે.'
પૂજા અને વિનીતા રડવા લાગે છે. કે તેમણે ખોટા વ્યક્તિ પર હાથ ઉપાડ્યો છે. જે તેમની જિંદગી બચાવતો હતો તેને જ તે ચારિત્રહીન સમજતા હતા. તે લોકો રાહુલ પાસે જઈને માફી માંગવા લાગે છે. અને રાહુલ તેમને માફ તો કરે છે. પણ સાથે સાથે સલાહ પણ આપે છે કે, માતા પિતા આપણા માટે જે વિચારે છે, તે આપણા હિત માટે હોય છે. માતા પિતાની લાગણીઓનો ક્યારેય અનાદર ના કરવો જોઈએ. આ બાજુ રાહુલના પિતા પણ રડતા હોય છે. કારણ કે, જિંદગીમાં પહેલીવાર તેમણે પોતાના દિકરા પર હાથ ઉપાડ્યો હતો. પણ હવે તેમને આનંદ થઈ રહ્યો છે કે, તેમના દિરકાએ બે દીકરીઓની જિંદગી બચાવી છે.
ક્રમશઃ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો