રંગની પીંછી કોના હાથમાં?

તસવીર: વિમલ પ્રજાપતિ/ तस्वीर: विमल प्रजापति/ Photo: Vimal Prajapati 


ઘણા સમયથી સવાલ થઈ રહ્યો હતો કે, મોરપીંછ વિશે વધુ લખવાનું તો રહી ગયું. આપણે એક વાત તો સ્વીકારવી રહી છે આપણા જીવનના ચિત્રકાર આપણે જ છીએ. પણ હવે પ્રશ્ન એ થાય છે કે, ચિત્રકાર કોને કહેવો? બીજો પ્રશ્ન એ પણ થાય કે, આપણને તો ભગવાને બનાવ્યા છે, તો પછી આપણે ચિત્રકાર કઈ રીતે કહેવાઈએ? આ દરેક સવાલનો જવાબ છે આપણું આચરણ અને આપણી અભિવ્ચક્તિ. આગળ જણાવ્યું તેમ આપણા આચરણ પરથી આપણો સ્વભાવ અને ચારિત્ર નક્કી થાય છે. તો શું આપણા ચારિત્ર માટે પરંમ શક્તિ જવાબદાર છે? ના આપણા ચારિત્ર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ એક માત્ર આપણે જ જવાબદાર છીએ.

રંગની પીંછીની પણ એક મર્યાદા છે

તમારે જ મારા જીવનમાં રંગપૂરવાના છે, તેના માટે આપણને ચિત્રકારની ખાસિયતની ખબર હોવી જોઈએ કે આપણે ક્યા સુધી આપણા જીવનમાં મોરપીંછ ફેરવી શકીએ છીએ. જો કે તેની કોઈ સીમા તો નથી પણ હા થોડી મર્યાદા છે. કે આપણે આપણા જીવનને રંગીન બનાવવા માટે બીજાના જીવનને બ્લેક એન્ડ વાઈટ ન બનાવી શકીએ. કારણ કે તેના જીવનનો એ પણ ચિત્રકાર છે. આપણા જીવનને વધું આકર્ષક બનાવવા માટે બને તેટલી પીંછી ઘસો અને રંગ પૂરવાનો પ્રયત્ન કરો અને તેના માટે બને તેટલી મહેનત કરો.  

આપણું ચિત્ર બનાવો પણ બીજાના ચિત્રને...

આપણા ચિત્રના આપણે જ અપણે જ ચિત્રકાર છીએ પણ એનો મતલબ એ નથી કે આપણે બીજાનું ચિત્ર ભૂંસીને આપણું ચિત્ર વ્યવસ્થિત કઈ દઈએ. જીવનરૂપિ ચિત્રકારના નિયમો અલગ હોય છે. તેમાં આપણે આપણું ધ્યાન રાખવાનું હોય છે, પણ બીજાને નડ્યા વીના. કારણે કે, કુદરતના નિયમ પ્રમાણે દરેકના ચિત્રો અલગ અલગ હોય છે. દરેકના જીવન પ્રમાણે તેના ચિત્રો અલગ હોય છે. નોંધનીય છે કે, આપણા ચિત્રને આકર્ષક બનાવવા માટે બને તેટલા આપણે પ્રયત્નો કરવા જોઈએ,પછી ભલે તેના માટે મહેનત તનતોડ કરવી પડે. 

રંગની પીંછી લઈને નીકળી પડો કે, જ્યા...

ખાસ વાત તો કહેવાની રહી જ ગઈ કે, તમે જ્યારે ચિત્ર બનાવો છો ત્યારે તમને ટોકવાવાળા, સુચનો આપવાવાળા અને સલાહ આપવાવાળા ઘણા મળશે કે, આ ચિત્ર ખરાવ છે, આ રંગ અહીં ના આવે, અહીંયા આ રંગ પૂરવો જોઈએ, આ લાઈન અહીં હોવી જોઈએ, તું આ રહેવા દે, આ તો તારૂ કામ નથી, તું બીજાને બગડી રહ્યો છે અને આ તારાથી નહીં થાય. આવા અનેક સુચનો અને સલાહો તમને મળવાની છે. તો આવી સલાહ અને સુચનોને ખાલી સંભળો અને જવા દો. એ બધા વિચારો છોડી તમે તમારી પીંછી લઈને નીકળી પડો એક એવી જગ્યાએ જ્યા તમે તમારા ચિત્રને સુંદર અને આકર્ષક બનાવી શકો.

એક વાત યાદ રાખો કે...

હવે તમે જ વિચારો કે, તમારે શું કરવું જોઈએ? જ્યા સુધી તમારા હાથમાં પીંછી છે ત્યા સુધી તમે ધારો તેવી સુંદર જીંદગી બનાવી શકો છો. પણ હા ઘણીવાર લોકોની વાત સાંભળવી પણ જોઈએ. કારણ કે, તેમાંથી એક સારી એવી શીખ પણ મળતી હોય છે. આ બધું તો ઠીક પણ સાથે સાથે એક કચરાપેટી પણ રાખવી જોઈએ, જેથી તેમાં નકામા રંગ, સલાહ અને સુચનો પણ નાખી શકાય. કઈ સલાહ કે સુચન તમારા માટે યોગ્ય રહેશે તે તમારે નક્કી કરવાનું છે. પણ ફરી ફરીને એક વાત કહું છું કે, તમારી રંગની પીંછી કોઈના હાથમાં ન આપતા. 

કર્તવ્યો અને નિર્ણયો એટલે રંગની પીંછી

આશા છે કે, આ રંગની પીંછીથી તમે મારી વાત સમજી શક્યા હશો. અહીં મે આપણા કર્તવ્યો અને નિર્ણયોને રંગની પીંછી નામ આપ્યું છે. કારણ કે, તેના થકી જ તો આપણી જીંદગી રંગીન બને છે. તેના વીના તો આપણે પાણી વીનાની સુકી નદી સમાન છીએ. નદીનું નામ ગમે તેટલું સુંદર કેમ ના હોય પણ જો તેમાં પાણી ના હોય અને તે ગંદી હોય તો મનુષ્ય તો ઠીક પશુંઓ પણ તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તો ચાલો રંગની પીંછીને યોગ્ય કલરમાં ડબોળીને આપણી બેનામ જીંદગીને નામી અને રંગીન બનાવીએ. 


ટિપ્પણીઓ