![]() |
| ફોટો ક્રેડિટ: ગૂગલ/Photo credit: Google/फोटो क्रेडिट: गूगल |
ફિલ્મી જગત હવે વાસ્તવીક જીવન સાથે વણાઈ રહ્યું છે, કદાચ એમ પણ કહી શકાય છે કે, ઇતિહાસને હવે ફરી છંછેડવામાં આવી રહ્યો છે. ફિલ્મી જગત અત્યારે ઇતિહાસને કાલ્પનિક રીતે રજુ કરી રહ્યું છે. જેમાં તે મનોરંજનના નામે ઘણી બધી છુટછાટ પણ લેવામાં આવી રહી છે. આવી જ એક ફિલ્મ 26 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ હતી. જે ફિલ્મનું નામ છે, ગાંધી - ગોડસે 'એક યુદ્ધ'
ગાંધી - ગોડસે 'એક યુદ્ધ'એ 2023ની ભારતીય-હિન્દી ભાષાની કાલ્પનિક હિસ્ટ્રી ફિલ્મ છે. જેનું નિર્દેશન રાજકુમાર સંતોષી દ્વારા કરવામાં આવ્યું છે અને મનીલા સંતોષી દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં દિપક અંતાણી અને ચિન્મય માંડલેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે દીપક અંતાણી, નાથુરામ વિનાયક ગોડસેના પાત્રમાં ચિન્મય માંડલેકર, સુષ્મા તરીકે તનિષા સંતોષી, નરેન તરીકે અનુજ સૈની, પવન ચોપરા જવાહરલાલ નેહરુ તરીકે અને સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઘનશ્યામ શ્રીવાસ્તવે રોલ ભજવ્યો છે.
આ ફિલ્મની વાત કરીએ તો ગોડસે હિંદુઓના વિભાજન અને દુઃખ માટે ગાંધીને જવાબદાર માને છે. તેમણે 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીને ગોળી મારી હતી પરંતુ ગાંધી ચમત્કારિક રીતે બચી ગયા હતા અને ગોડસેને માફ કરી દીધા હતા . કોંગ્રેસ સાથેના સંબંધો તોડ્યા પછી, ગાંધીએ ગામડાઓને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવા માટે તેમની ગ્રામ સ્વરાજ ચળવળ શરૂ કરી હતી. સિસ્ટમ ગોડસેના લખાણને હાઈલાઈટ કરે છે અને ગાંધી વિરુદ્ધ જાહેર લાગણી સાથે છેડછાડ કરે છે. જેમની દખલગીરીએ તે વખતેની સરકારમાં હંગામો મચાવ્યો હતો. આથી ગાંધીની ધરપકડ થાય છે. ગાંધી ગોડસે જે જેલમાં હોય ત્યા રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તેની સાથે એક કોઠડીમાં રહે છે. અહીં ગોડસે અને ગાંધી વચ્ચે બહુવિધ ચર્ચાઓ અને દલીલો પણ થતી બતાવવામાં આવી છે.
આ ફિલ્મ પ્રમાણે બન્નેનો પક્ષ રાખવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ગાંધીજી સાથે પ્યારેલાલને બતાવવામાં આવ્યા છે. જો કે ગાંધીજી સાથે રહેતા મહાદેવભાઈ દેસાઈનો કોઈ રોલ જોવા મળ્યો નથી. એટલે અહીં છૂટછાટ લીધી હોય તેવું લાગ્યું છે. આ ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કારણ કે, વિવેચકોએ તેના અભિનય, દ્રશ્ય શૈલી, સિનેમેટોગ્રાફીની ખુબ જ પ્રશંસા કરી છે, પરંતુ તેની પટકથા અને વાર્તાની વાત કરવામાં આવે તો તેની ભારે ટીકાઓ કરી છે. મતલબ કે વિવેચકો પણ માને છે કે, આ ફિલ્મમાં ઘણી બધી છૂટછાટ લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મના સંદર્ભમાં વિવાદ અને સંતોષીએ કથિત રીતે ધમકીઓ મળ્યા બાદ પોલીસ સુરક્ષા માંગી હતી.
આ ફિલ્મના સંવાદોની વાત કરવામાં આવે તો, ઘણા સંવાદોમાં પણ છૂટછાટ લેવામાં આવી છે.
ગોડસે કહે છે કે, ઓરંગજેબ કરતા પણ વધારે ગાંધીજીએ હિન્દુઓનું અહિત કર્યું છે.
ગાંધીજીનો પણ સંવાદ છે કે, 'મૈને દેશ કો આઝાદી નહીં દિલાઈ હૈ, દેશ વાસીઓને સંઘર્ષ કરકે આઝાદી લી હૈ'
આ ફિલ્મમાં ગોડસેએ ગાંધીજી પર અનેક આરોપો મુક્યા છે, જેમ કે, ભારતમાં બે સરકાર ચાલે છે એક ગાંધીજીની અને બીજી નહેરૂની, 2) સ્ત્રી અને પુરુષનો પ્રેમ વિકાર છે, બન્નેએ એકાંતમાં ન મળવું જોઈએ. આવા આરોપ મુક્યા છે. ગોડસે કહે છે કે, 'તુમ હિંદુઓ કે શત્રુ હો, ઔર દેશ કે વિભાજન કે લીએ તુમ દોષી હો'
આ ફિલ્મમાં ગાંધીજીના પણ સરસ સંવાદો છે, જેમ કે,
'દેશ કાગજ કે નક્શે પર નહીં બનતા હૈ'
'ભારતમાં આ પહેલા પણ હિંસા રોકવા માટે જૈન અને બોદ્ધ ધર્મનું નિર્માણ થયું છે.'
'ગોડસે તુમ હિંસા કર કે દેશ કો છોટા કર રહે હો ઔર હિન્દુ ધર્મ કો ભી છોટા કર રહે હો'
ગાંધીજી અને ગોડસે વચ્ચે ગીતાને લઈને પણ વાક્ યુદ્ધ થાય છે, જેમાં ગાંધીજી કહે છે કે, 'રણભૂમિ મેં યુદ્ધ કરના ઔર નિહથ્થે પર પ્રાર્થના સભામાં ગોલી ચલાના, ઇસમે બોહોત ફર્ક હે'
આ ફિલ્મમાં ઘણીવાર તમને ગાંધીજી સાચા લાગે તો ઘણીવાર ગોડસે. પરંતુ વાસ્તવિક વાતને અને હકીકતને ફિલ્મના આધારે માની લેવી ઇતિહાસ સાથે છેતરપિંડી કર્યા સમાન છે. ગાંધી કહે છે કે, મે કોઈ ધર્મ માટે સત્યાગહ નથી કર્યા. આ વાત પર પણ ફિલ્મમાં ગાંધીજી અને ગોડસે વચ્ચે ચર્ચા થાય છે. ગોડસે ગાંધીજીને હિન્દુ વિરોધી અને દેશદ્રોહી માને છે, ત્યારે ગાંધીજી કહે છે કે, શું મે ચંપારણ, અમદાવાદ અને દક્ષિણ આફ્રિકા અને મીઠાનો સત્યાગ્રહ કોઈ ધર્મ માટે કર્યો હતો. આ સાંભળી ગોડસે શાંત રહે છે પર તરત બીજો સવાલ કર છે, કે તમે પાકિસ્તાનને 75 કરોડ આપવા માટે આમરણ ઉપવાસ કર્યો અને પાકિસ્તાનને 75 કરોડ અપાવ્યા. ત્યારે ગાંધીજી જવાબ આપે છે કે, મે કોઈ પણ ઉપવાસમાં આ વાત કરી જ નથી કે, પાકિસ્તાનને 75 કરોડ આપવા જોઈએ.
આવા અનેક પ્રસંગો આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. મને પણ આ ફિલ્મમાં પાત્રોનું અભિનય, દ્રશ્ય શૈલી, સિનેમેટોગ્રાફીની ખુબ જ પસંદ આવી છે, પણ જે પ્રકારે છૂટછાટ લેવામાં આવી છે. તે પ્રમાણે ફિલ્મનો વિરોધ તો નથી કરતો પણ ટીકા કરૂ છું. વિરોધ એટલા માટે નહીં કે એક તો તેને કાલ્પનિક કહેવામાં આવી છે, અને બીજુ કે તેમાં ઘણી બાબતો સાચી પણ છે.
આ ફિલ્મમાં ગાંધીજીએ કરેલા કામો જેમ કે, ગ્રામ સ્વરાજનો પ્રયોગ, સમાનતા માટે કરેલા પ્રયાસો, શાંતિનો સંદેશ, ભાઈચારોની ભાવના, પ્રકૃતિના બચાવ માટે કરેલા આંદોલન, ખાદીને ગ્રામોદ્યોગનું સાધન બવાવાનો પ્રયોગ, દરેક સમાજના લોકો માટે સમાનતાની વાતોને સરસ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.
આ ફિલ્મનું ટ્રેલર
આ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે ગાંધીજી જ્યારે ગ્રામ સ્વરાજ્ય માટે એક ગામમાં જાય છે, ત્યારે એક પ્રતિષ્ઠીત વ્યક્તિ પોતાની કલમનો રોફ જમાવે છે અને ગરીબ લોકોનું શોષણ કરતો હોય છે, ત્યારે તે વ્યક્તિ પોતાની વાસના સંતોષવા માટે ગરીબની એક દિકરીનું અપહરણ કરીને લઈ જાય છે, ત્યારે ગાંધીજી તેને સજાને ભાગરૂપે ગરીબો સાથે બેસીને ખાવાનું કહે છે ત્યારે તે વ્યક્તિ ખાવાની ના પાડે છે.
આ ફિલ્મ અને ઇતિહાસમાં ઘણો ફરક છે. આ વીડિયોમાં છે માહિતી:
આથી ગાંધીજી કહે છે કે, 'ગરીબ કી બેટી મંજૂર હૈ લેકીન રોટી નહિ?'
આવી અનેક ઘટનાઓને આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. બાકી મારો અનુરોધ છે કે, આ ફિલ્મને જોવા જવું જોઈએ. કારણ કે, ઘણી વાતો સાચી પણ બતાવવામાં આવી છે. ફિલ્મ પ્રમાણે તો ગાંધીજી અને ગોડસે બન્નેને સારા બતાવવામાં આવ્યા છે. પણ ક્યાંક વાસ્તવિકતા ફિલ્મથી અલગ છે. આ ફિલ્મ પર કાઈ પણ બોલવું હોય તો પહેલા ફિલ્મ જોવી જોઈએ અને પછી તેને પ્રશંસા કે ટીકા કરવી જોઈએ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો