![]() |
| તસવીર: વિમલ પ્રજાપતિ/ तसवीर: विमल प्रजापति/ Photo: Vimal Prajapati |
આજે મહિલા દિવસ છે તો ઘણા લોકોના WhatsApp, Facebook અને Instagram સ્ટોરીમાં મહિલાઓના વખાણ જોવા મળશે. પણ માત્ર એક જ દિવસ માટે પછીના દિવસોમાં ફરી રોજિંદી જિંદગીમાં જેમ પથ્થરને ઠોકર મારીએ છીએ તેમ મહિલાઓની અવગણના થવા લાગશે. પરંતુ મહિલાઓને આઝાદી જોઈએ છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આઝાદી જોઈએ કોનાથી? પુરુષોથી કે પુરુષ પ્રધાન સમાજથી? આ બન્નેમાંથી એક પણ આનો સાચો જવાબ નથી. કારણ કે, સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પૂરક છે.
આટલી મોટી વાત કહી દીધી પણ હજુ જવાબ ના મળ્યો કે, મહિલાઓને કોનાથી આઝાદી જોઈએ છે? તો જવાબ છે કે, મહિલાઓને લોકોના ગંદા વિચારોથી અને ગંદી નજરથી આઝાદી જોઈએ છે. એક દિવસના સ્ટેટસ કે DP રાખવાથી તેમને કોઈ જ ફાયદો પણ નથી અને ફરક પણ નથી. કારણ કે, કાલે ફરી તેમના માટે અપશબ્દોનો પ્રયોગ થશે, પુરુષોના ઝઘડામાં ગાળ મા - બહેનને આપવામાં આવશે, ફરી સ્ત્રી માલ અને આઈટમ બની જશે! મહિલાઓને આનાથી આઝાદી જોઈએ છે.
પરંતુ તેના માટે તો કોણ તૈયાર થાય? આવી આઝાદી આપે કોણે? રોજ મહિલાના નિશ્ચિત અંગોના પ્રયોજન દ્વારા આપવામાં આવતી ગાળો કેમ કરી ભૂલી જવી? મને હજી સુધી એ જ નથી સમજાતું કે, બે પુરુષોના ઝઘડામાં સ્ત્રીને ગાળ કેમ આપવામાં આવે છે? જો કે, તે આ ઝઘડાનું કારણ પણ નથી! જ્યાં સુધી આ વિચાર નહિ બદલાય ત્યાં સુધી આઝાદી મળવી મુશ્કેલ છે. એવુ પણ નથી કે, આવું ફક્ત પુરુષો જ કરે છે! ઘણી મહિલાઓને પણ આવા વિચારોનું વ્યસન છે. એટલે માત્ર પુરુષો પર આંગળી ચિંધવી પણ યોગ્ય નથી.
અહીં ના કેવળ ઝઘડામાં વપરાતી મહિલાઓની ગાળની વાત છે. અહીં એ દરેક મુદ્દાની વાત છે. જે મહિલાને નીચું દેખાડવાની વાત કરે છે. પછી તેનું કારણ પુરુષ હોય કે પછી ભલે સ્ત્રી પોતે હોય! એ દરેક વિચારને નકારવો જોઈએ. સ્ત્રીની આઝાદી માટે અડચણ રૂપ બને છે. મારે નથી શિક્ષણની વાત કરવી કે નથી નોકરીની. આ બધામાં તો સ્ત્રી પોતાની જાતે જ આઝાદ થઈ ગઈ છે. પોતાના ગમતા શિખરો સર કરી રહી છે. પણ કે વિચારોથી સ્ત્રી આઝાદ નથી તેની વાત મે અહીઁ કરી છે.
સાચો મહિલા દિવસ તો ત્યારે જ ઉજવાશે જ્યારે સ્ત્રીને માત્ર સંભોગનું સાધન કે, બાળક પેદા કરવાની ફેકટરી નહીં પરંતુ સ્ત્રીને એક સ્ત્રી તરીકે જોવામાં આવશે. શું આ શક્ય નથી? પ્રશ્ન તો બઉ મોટો છે. પણ તેનો જવાબ એટલો અઘરો પણ નથી. કારણ કે, અઘરા લાગતા પ્રશ્નોના જવાબ ઘણીવાર ખુબ જ સરસ હોય છે. ચાલો બધા મહિલા દિવસની ઉજવણી કરીએ.
મહિલા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
Happy women's day

વિચારો બદલાશે ત્યારે જ સમાજનો સાચા અર્થમાં વિકાસ થશે...
જવાબ આપોકાઢી નાખો