તમે કાઈ નહીં બોલો તો કેમ ચાલશે?
મારે તો વિચારવાની આદત છે
આમ અધવચ્ચે બેસી જશો તો કેમ ચાલશે?
મારે તો ચાલવાની આદત છે
નિખાલસ હોવા છતા મુંગા બેસી રહેશો તો કેમ ચાલશે? મારે તો હસવાની આદત છે
પ્રેમ છે તોય સાવ અળગા રહેશો તો કેમ ચાલશે?
મારે તો જીવવાની આદત છે
અને ખબર છે મને કે, તમે મારા દરેક મેસેજ સ્કિપ કરી દો છો!
પણ તમે વાંચવાનું નહીં રાખો તો કેમ ચાલશે?
મારે તો લખવાની આદત છે

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો