![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
મહેશ કહ્યું, નિતા શાંત થઈ જા, મારે તને આજે એક ખાસ વાત કહેવી છે. હું તેને હવે... મહેશ આગળ કઈ બોલે ત્યા તે નિતાનો ફોન રણક્યો અને સામેથી આવાજ આવ્યો કે, હેલ્લો નિતા હું કાજલ બોલું છું. કાજલ નિતાની ખાસ મિત્ર છે. મહેશ, નિતા અને કાજલ મોટા ભાગે સાથે જ જોવા મળતા હોય છે. પણ આજે કાજલ નિતા સાથે નહોતી એટલે વાત ચિંતાની હતી. જે નિતા સારી રીતે સમજી ગઈ હતી. એટલે તેની સાથે ફોનમાં વધારે વાત કરવા કરતા તે કાજલને મળવા માટે રૂબરૂ જવું વધારે યોગ્ય લાગ્યું. એટલે તેણે નિતાને કહ્યું કે, કાજલ ક્યા છે તું?
નિતા કાજલનો જવાબ સાંભળીને નિકળતી હોય છે, ત્યા મહેશ તેને રોકે છે ને કહે છે કે, નિતા ક્યા જાય છે યાર? મારે તારૂ કામ છે, એક ખાસ વાત કરવાની છે. પણ નિતાને મહેશની વાતમાં અત્યારે કોઈ રસ નહોતો. કારણ કે, કાજલના અવાજમાં તેને કઈક ડર જેવું લાગ્યું હતું એટલે તે વધારે ચિંતા હતી. મહેશને આ વાત કરી એટલે મહેશ પણ પોતાની લાગણીઓ ભૂલી ગયો અને નિતા સાથે જવા માટે તૈયાર થઈ ગયો. બન્ને ત્યાથી નીકળીને કાજલ પાસે પહોચે છે. કાજલને કોઈને નિતા ભારે ચિંતામાં આવી ગઈ. કારણ કે, કાજલ હંમેશા મોજમાં રહેવાવાળી છોકરી છે. નિતાએ પૂછ્યું કે, કાજલ બોલ તો ખરા શું થયું છે?
કાજલ પહેલા તો પાંચ મિનિટ માટે એકદમ શાંત થઈને બેસી રહી પરંતુ પછી જોર જોરથી હસવા લાગી અને નિતાને ગળે વળગી પડી. નિતા પણ શોકમાં હતી કે, આ બધું શું થઈ રહ્યું છે! કાજલે કહ્યું, નિતા...નિતા આજે હું ખુબ જ ખુશ છું. આજે મારૂ કાશ્મીર જવા માટે સિલેક્શન થઈ ગયું છે. નિતા પણ આ સાંભળીને ખુબ જ ખુશ થઈ જાય છે. બધા સાથે પાર્ટી કરવામાં માટે એક કેફેમાં જાય છે અને આઈસક્રીમની પાર્ટી કરે છે. મહેશ પણ સાથે હતો અને આ સમય મહેશને પોતાની વાત કહેવા માટે યોગ્ય લાગ્યો હતો. પરંતુ આ પહેલા તેણે કાજલને સાઈડમાં બોલાવીને વાત કરી કે, તે નિતાને પ્રપોઝ કરવાનો છે. તે નિતાને પ્રેમ કરી રહ્યો છે.
કાજલે મહેશને કહ્યું મહેશ ઉતાવળના કરીશ. તારી પાસે હજુ સમય છે, આપણે હજી કોલેજના બીજા વર્ષમાં જ છીએ આપણી પાસે હજી દોઢ વર્ષનો સમય છે. જો કદાચ નિતાએ ના પાડી તો આપણી દોસ્તી પણ તુટી શકે છે. તો આ ઉતાવળ મને યોગ્ય નથી લાગતી. હવે મહેશના પ્રેમમાં કાજલ આવી ગઈ અને જે મહેશ આજે પ્રપોઝ કરવા માટે તૈયાર હતો તે ફરી પાછો મુઝવણમાં મુકાઈ ગયો છે. પરંતુ વાંધો નહી નિતાને તે મિત્ર તરીકે સ્વીકારવા માટે પણ તૈયાર હતો.
નિતા પણ ઘણા દિવસથી મહેશ માટે વધારે વિચારી રહી હોય છે. જ્યા સુધી મહેશ ક્લાસમાં ના આવે ત્યા સુધી તેનું ક્લાસમાં મન નહોતું લાગતું. અને તેના માટે જગ્યા રાખતી એ વાત અગલ. નિતા પણ મનોમન મહેશને પ્રેમ કરવા લાગી હતી. પરંતુ તેણે ક્યારેય કહેવાની હિંમત નહોતી કરી. અને તેને કહેવા માટે હિંમત તો કદાચ કરી પણ લે, પરંતુ તેને મનમાં ડર હતો કે, તે મને પ્રેમ કરે છે કે નહીં? કારણ કે, મહેશ નિતાના નીકળ્યા પછી પણ કોલેજમાં મોડા સુધી રોકાતો હતો. તેને શંકા હતી કે, મહેશ કદાચ કોઈ બીજાને પંસદ કરતો હશે. નિતાને મનમાં વિચાર આવ્યો કે, જો એવુ હોય તો હુ તેનાથી દુર રહીશ કારણ કે, મહેશ ભલે મારો પ્રિયતમ ના બને પણ તે મને હંમેશા કૃષ્ણની જેમ પ્રિય રહેશે.
નિતાને એકવખત કોઈ પ્રોફેસર પાસેથી સાંભળ્યું પણ હતું કે, કોઈ દિશા નામની છોકરી સાથે મહેશ વધારે સમય વિતાવે છે. નિતા દિશાને ખાસ જાણતી નહોતી બસ એકવખત મહેશના મોઢે તેનું નામ સાંભળેલું હતું. અને આમેય નિતા અને મહેશ આર્ટ્સમાં હતા અને દિશા કોમર્સમાં હતી એટલે તેને ખાત્રી થઈ ગઈ કે, મહેશ મોડા સુધી કેમ રોકાય છે. કોલેજના કામ મોટાભાગે મહેશના માથે હતા પરંતુ તેની આડમાં મહેશ કોઈને પ્રેમ કરી બેઠો છે. પણ નિતાએ આ વાતનો ક્યારેય વિરોધ નથી કર્યો કારણ કે, તે જીવનભર મહેશને પોતાનો મિત્ર બનાવી રાખવા માગે છે. તેને દુઃખ તો છે કે, મહેશ પોતાનો ના થઈ શક્યો પણ તે એવુ માનતી હતી કે, પોતાના પ્રેમને તેની જિંદગીમાં ખુશ રહેવા દેવો એ પણ પ્રેમ છે. નિતાને એવું હતું કે, તે મહેશને એકતરફો પ્રેમ કરી રહી છે.
આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. અને મહેશ આજે તેને પોતાની વાત કહેવા માટે તૈયાર થઈને આવ્યો હતો પણ...
ક્રમશ:

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો