એકતરફા પ્રેમની દાસ્તાન (ભાગ: 4) | One Sided Love Story (Part: 4)

 

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati 

આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. અને મહેશ આજે તેને પોતાની વાત કહેવા માટે તૈયાર થઈને આવ્યો હતો પણ નિતા આજે ખાસ મુડમાં નહોતી લાગતી. તેના ખુશ દેખાતા ચહેરા પર ચિંતાની રેખાઓ કળાતી હતી. આખરે મહેશ પણ સમજી ગયો કે, આજે પણ તે પોતાના પ્રેમની વાત નહી કરી શકે. બધા એક હોલમાં ભેગા થાય છે. આજે ખુશ દેખાતા દરેક ચહેરાઓ દુઃખી હતા. કારણ કે, દરેક જણ કોઈને કોઈ યાદ છોડીને જવાનું હતું. મહેશ પણ તેમાંનો એક હતો. કાર્યક્રમ શરૂ થયો અને બધા ગોઠવાઈ ગયા. પણ ખરૂ તો એ હતું કે, આ કાર્યક્રમમાં ના તો મહેશને રસ હતો કે, ના તો નિતાને! આ તો કોલેજના ભાગરૂપે ત્યા બેસવું અનિવાર્ય હતું એટલે બેસી ગયા.

બધા કાર્યક્રમ પૂરા કરીને મહેશ ગાર્ડનમાં નિતાની રાહ જોઈ રહ્યો હતો. પણ અફસોસ કે, આજે પણ નિતા બધા સાથે જ ગાર્ડનમાં આવી હતી. નિતા સાથે નિરાલી, પૂજા, રાહુલ, માનસી, કૃપા અને વિનય હતા. આ બધાનું એક ગૃપ હતું અને આ લોકોએ ક્યારેય જૂદા ના પડવાની કસમ ખાધી હતી. એટલે મહેશને લાગ્યું કે, હવે આ મિત્રતાથી આગળ નથી જવું. બધા સાથે રહેશે તો તે બહાને નિતા સાથે પણ વાત થતી રહેશે. આજે નિતાના ચહેરા પર જે ચિંતાની રેખાઓ હતી તેના માત્ર મહેશને જ ખ્યાલ હતો પણ મહેશને એ નહોતી ખબર કે, તે ચિંતા શાની હતી?

બધાને છેલ્લા દિવસનું દુઃખ તો હતું પણ તેમાંથી ઘણા લોકો આગળ ભણવા માટે બહાર જવાના હતા એટલે બધાએ વિચાર્યું કે, ચાલો પાર્ટી કરવા માટે જઈએ. જો કે, પાર્ટી કરવી અનિવાર્ય પણ હતી એટલે પછી બધા તેમની રોજની જગ્યા પ્રમાણે ત્યા ગયા અને બધા માટે મહેશે બદામશેકનો ઓર્ડર આપી દીધો. બદામશેક મંગાવાનું કારણ એ હતું કે, નિતાને તે બઉ જ પસંદ હતો. નિતાની પસંદ મહેશ માટે ખાસ કેમ ના હોય આખરે મહેશ તેને પોતાની પ્રિયતમા માની બેઠો હતો. નિતા પણ જાણતી હતી કે, મહેશે કેમ બદામશેકનો ઓર્ડર આપ્યો હતો. આજે ખાવાનો મુડ નહોતો છતા પણ મહેશ ખાતર તેણે ખાઈ લીધો અને આ ક્ષણને મહેશે પોતાના ફોનમાં કેપ્ચર કરી લીધી.

બધા છુટા પડવાની તૈયારીમાં હતા અને એકબીજાને ગળે મળી રહ્યા હતા. પણ મહેશ નિતાથી દુર રહ્યો કારણ કે, તેને ખબર હતી જો તેને સ્પર્શ કર્યો તો પોતાની લાગણીઓ પણ તે કાબુ નહીં રાખી શકે અને કદાચ નિતા પણ આ જ કારણે મહેશને આલિંગન આપી શકી નહોતી. અથવા એમ કહો કે, બન્ને એકબીજાને આલિંગન આપવા માંગતા જ નહોતા. બન્ને એકબીજાની લાગણીઓની ખુબ જ કદર કરતા હતા તેનું આ જ્વલીત ઉદાહરણ હતું. મહેશ નિતાને પ્રેમ કરે છે તેની કાજલ સિવાય કોઈને ખબર નહોતી. એટલે આજે બધાને પ્રશ્ન તો તથયો જ કે, મહેશ અને નિતા કેમ એકબીજાને ગળે ના મળ્યા? પણ આ સવાલ કરવાની કોઈનામાં હિંમત નહોતી. આમ તો બધા મહેશ સાથે હળવા મનથી વાત કરી લેતા હતા પરંતુ આજે વાત કંઈક અલગ જ હતી.

હવે પ્રેમની લાગણી તો કોણ સમજી શકે? અને એમાં પણ આ તો એકતરફા પ્રેમના વાત હતી. તો મહેશ અને નિતા તો સંબંધની મર્યાદા જાળવતા હતા. પરંતુ તેની સમજ કોઈને પડી શકે એટલું કોઈ સક્ષમ નહોતુ. બધાના ગયા પછી પણ નિતા, મહેશ અને કાજલ બેઠા હતા. આજે તેઓ સાથે રહેવા માંગતા હતા એટલે મહેશે કહ્યું કે, આજે છેલ્લો દિવસ છે તો બેસીએ થોડીવાર, કારણ કે, મારે તો આમેય કોલેજમાં રોકાવાનું છે, કારણ કે, કોમર્સના થોડા મિત્રોને પણ મળવાનું છે. આટલું કહીને મહેશ વોશરૂમ જવાનું કહીને જતો રહ્યો, તેનું બેગ તો ત્યા જ પડ્યું હતું. આજે તો હિંમન કરીને નિતાએ મહેશનું બેગ ચેક કરવા લાગી. બેગમાંથી નિતાને એક ચિઠ્ઠી મળે છે. અને નિતા તેને વાંચવા લાગે છે. આ ચિઠ્ઠીમાં નિતા અને મહેશ વચ્ચે યુદ્ધ છેડવાની ક્ષમતા હતી.

નિતાને વાંચ્યા પછી તેના બેગમાં મુકીને બેગ સાઈડમાં મુકી દીધી પણ કાજલને આ વાતની જરા પણ જાણ ના થઈ કારણ કે, તે ફોનમાં મશગુલ હતી. એટલે નિતાએ કાજલને કહ્યું કે, આપણે હવે નિકળવું જોઈએ. ( પેલી ચિઠ્ઠી નિતાને વિચલીત કરી રહી હતી એટલે ત્યા વધું બેસવું તેના માટે શક્ય નહોતું.......)

ક્રમશઃ 

ટિપ્પણીઓ