![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
નિતાને વાંચ્યા પછી તેના બેગમાં મુકીને બેગ સાઈડમાં મુકી દીધી પણ કાજલને આ વાતની જરા પણ જાણ ના થઈ કારણ કે, તે ફોનમાં મશગુલ હતી. એટલે નિતાએ કાજલને કહ્યું કે, આપણે હવે નિકળવું જોઈએ. ( પેલી ચિઠ્ઠી નિતાને વિચલીત કરી રહી હતી એટલે ત્યા વધું બેસવું તેના માટે શક્ય નહોતું.......) 'ના આપણને મહેશે રોકાવાનું કહ્યું છે. તો આપણે તેની રાહ જોવી જોઈએ. એટલે તે આવે ત્યા સુધી બેસીએ' કાજલે કહ્યું, મન ના હોવા છતા પણ નિતાને ત્યા બેસવું પડ્યુ. જો કે, તે મહેશેને એકતરફી પ્રેમ કરવા માટે તૈયાર હતી પરંતુ છતા સ્ત્રી છે તો ઇર્ષા તો થાય ને! આખરે મહેશને બીજાનો થતા કેમ જોઈ શકાય. પણ ખેર મહેશ આવી ગયો. તો મહેશ ફરી બન્નેને પૂછ્યું કે, હવે તમારે શું ખાવું છે? પણ કાજલે કહ્યું કે, અમારે હવે મોડું થાય છે તો હવે અમારે જવું જોઈએ
આ સાંભળી મહેશ નિરાશ થઈ ગયો કારણ કે, તેને આ મળવાના બહાને નિતાને પોતાના દિલની વાત કહેવી હતી. પણ નિતાનો ચહેરો એકદમ ઉતરી ગયો હતો. મહેશ પણ મુંઝવણમાં હતો કારણ કે, બધાના ચહેરાને વાંચી શકતો મહેશ આજે આ ચહેરો વાંચવામાં અસમર્થ હતો. તેને નિતાના ચહેરાની રેખાઓ વિચલીત કરી રહી હતી. મહેશ હજી તો આગળ કાઈ બોલે ત્યા નિતા અને કાજલ ત્યાથી નિકળી ગયા. મહેશ પણ વધારે સમય બગાડ્યા વિના કોલેજ તરફ ભણી ગયો. કોલેજમાં પણ બધા મહેશની રાહ જોઈ રહ્યા હતા. મહેશને આજે એક નાટક કરવાનું હતું જેનું નામ હતું 'અંતિમ પળ' હતું. આ કહાની પણ મહેશે જ લખી હતી એટલે મહેશ તે નાટકનો નાયક હતો.
બધા કાર્યક્રમ પૂરા થઈ જાય છે અને બધા પોતપોતાના ઘરે જવા માટે નિકળી રહ્યા હોય છે. પણ મહેશનું આ બીજું ગૃપ કોલેજના હોલમાં શાંત થઈને બેઠું હોય છે. એકબીજાના આંખમાંથી નાની અમથી આંસુની ધારા વહી રહી છે. કોઈ એકબીજા સામે જોઈ શકે તેટલું સક્ષમ નથી. કારણ કે, બધાને છૂટા પડવાનું દુઃખ હોય છે. છતા મહેશ પથ્થર દિલ થઈને બધાને હસાવવાનો પ્રયાસ કરે છે. કેમ કે, આમ દુઃખી કરીને જુદા પાડવું તેને યોગ્ય નહોતું લાગ્યું. એટલે બધાને નાસ્તો કરાવવા માટે લઈ ગયો અને પછી બધા ગળે મળીને છૂટા પડ્યા. મહેશ પણ પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયો.
ઘરે જવાનું કહીને નિકળેલી નિતા ફરી કોલેજમાં જઈ રહી હતી. મારે બજારમાં કામ છે એવું કાજલને કહીને તેને ઘરે મોકલી દીધી હતી. અહીં તેને મહેશ તો ક્યાય ના દેખાયો પણ મહેશની એ ચિઠ્ઠી તેનો જોવા મળી. એક છોકરી કોલેજના ગાર્ડનમાં બેસીના કંઈક કાગળ વાંચી રહી હતી તેની સાથે એક બીજી પણ છોકરી હતી. જેને નિતા સારી રીતે જાણતી હતી. એટલે નિતા તેની પાસે જઈને બેઠી ત્યા પેલી છોકરીની ખુશીમાં વધારો જ થઈ રહ્યો હતો. તેને નિતા આવી તેનું પણ ભાન નહોતું. તે પોતાનો કાગળ વાંચવામાં લીન હતી. તેની સાથે બેઠેલી માયાને પોતાનો કાગળ સંભળાવવા લાગે છે. નિતાને પણ તેનો આ કાગળ સાંભળવામાં રસ જાગે છે. એટલે તે ત્યા બેઠી રહે છે.
પેલી છોકરીએ કાગળ વાંચવાનું શરુ કર્યું ત્યા નિતાને પણ ભાન થયું કે, આ શબ્દો તો જાણીતા લાગે છે. તેણે ક્યાક વાંચેલા છે. નિતાએ તે છોકરીને રોકીનું માયાનું પૂછ્યું કે, આ બેનનું નામ શું છે? માયાએ કહ્યું આ અમારા કોલેજની મિસ ગર્લ દિશા છે. અને તેને તેના મનગમતા વ્યક્તિએ આ આશિકી લખીને પ્રેમનો ઇઝહાર કર્યો છે. આટલું સાંભળતા જ નિતા ત્યાથી પવનની ઝડપે નીકળી જાય છે. આગળ કાંઈ પણ સાંભળવા માટે તે ત્યા રોકાતી નથી. આખરે નિતાનો શક સાચો પડ્યો. આશંકા પ્રમાણે મહેશે દિશાને પ્રેમિકા બનાવી જ દીધી.
તેના મનમાં ફરી વિચાર આવ્યો કે, આના માટે મારે ખરેખર નિરાશ થવાની જરૂર છે? મહેશને જો તેની મનગમતી પ્રેમિકા મળી રહી છે તો મારે ખુશ થવું જોઈએ અને મહેશને તેના માટે શુભેચ્છાઓ આપવી પડે. અને મારો પ્રથમ પ્રેમ તો મહેશ જ છે, મહેશ ભલે તેની સાથે લગ્ન કરી લે પણ હું તો તેની રાધા બનીને અંતિમ શ્વાસ સુધી પ્રેમ કરીશ. નિતાએ આ વાતને ત્યા જ પડતી મુકીને મહેશે અભિનંદન આપતો મેસેજ કરી દીધો. મહેશ પણ આ વાંચીને કાઈ સમજી ના શક્યો કે, આ મેસેજ શા માટે મુકવામાં આવ્યો છે. છતા આ મેસેજને મહેશે સેવ કરી લીધો કારણ કે, તેની પ્રેમિકાએ મોકલ્યો હતો ને!
હજી એક વાત તો અધુરી જ છે કે, આખરે દિશાને આશિકી લખી કોણે?
ક્રમશઃ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો