![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
હજી એક વાત તો અધુરી જ છે કે, આખરે દિશાને આશિકી લખી કોણે?
નિતા પણ કેવી અજીબ કહેવાય કે, પોતાના પ્રેમને આળખવામાં કાચી પડી ગઈ. કારણ કે, પોતાના ગમતા વ્યક્તિ પર વિશ્વાસ હોવો એજ તો પ્રેમ છે. જો વિશ્વાસ જ ના હોય તો પછી તેને પ્રેમની વ્યાખ્યામાં કેમ ઢાળી શકાય? પ્રેમનો પર્યાય એટલે જ તો વિશ્વાસ છે, પછી તે મિત્ર સાથેનો પ્રેમ હોય, પ્રિયતમ સાથેનો પ્રેમ હોય કે, પછી ભલે ને એકતરફી પ્રેમ જ કેમ ના હોય. પણ જોવા જઈએ તો એમાં ભૂલ નિતાની પણ નહોતી. કારણ કે, મહેશે લખેલો પત્ર કાજલે જ એના એક મિત્રને આપ્યો હતો. હવે કાજલનો મિત્ર એટલે વિનય જેણે દિશાને પ્રપોઝ કરવું હતું પણ એમાં કઈ રીતે આગળ વધવું એ નહોતું સમજાતું.
આમાં બન્યું એવું કે, વિનયને દિશાની પ્રેમ હતો પણ તેની હિંમત નહોતી કે, દિશાને જઈને કહી શકે. માટે વિનયે કાજલની મદદ લીધી. કાજલને પણ પત્ર લખતા તો નહોતું જ આવડતું, કારણ કે, પ્રેમની લાગણીઓ એમ જ થોડી કઈ લખાતી હશે. તેના માટે તો પહેલા પ્રેમ હોવો જોઈએ અને સાથે સાથે પ્રેમની લાગણી પણ હોવી જરૂરી છે. તો કાજલે વિનયની મદદ કરવા માટે મહેશના બેગમાંથી મહેશને ખબર ના પડે એ રીતે તેનો પત્ર લઈ લીધો અને વિનયને આપ્યો. પણ એક શરત રાખી કે, તું આ પત્રની કોપી કરજે પણ સંપૂર્ણ રીતે એ જ ના લખતો. કોપી મારીને આ પત્ર મને પાછો આપજે.
આવી વાત અને શરત પ્રમાણે બધુ થવાનું હતું. પણ વિનય દિશાને મનાવવા માટે ગમે તે કરવા માટે તૈયાર હતો તો, તેણે કોપીની વાત તો છોડો, બીજા કાગળમાં લખવાની જગ્યાએ એજ પત્ર દિશાને આપી દીધો. વિનયે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો એટલે દિશા તો ખુશ થઈ ગઈ હતી. જો વિનયે તેને આશિકી પત્ર કદાચ ના આપ્યો હોત તો પણ દિશાને કઈ ફરક પડવાનો નહોતો, કારણ કે, દિશા પણ વિનયને પસંદ કરતી હતી. પણ જો પોતાના પ્રિય વ્યક્તિએ કઈ લખીને આપ્યું હોય અને એમાં પણ આશિકી પત્ર તો ખુશી હોય જ એ સ્વાભાવીક છે.
કાજલની મદદે વિયન અને દિશાને તો મળાવી દીધા પણ નિતા માટે મહેશ હંમેશા માટે દુર થઈ ગયો. નિતાના આવા વલણ પછી મહેશે પણ પછી ક્યારેય આ લાગણીઓને તેની સામે લાવવાનો પ્રયાસ પણ નથી કર્યો. કદાચ નિતાની જેમ મહેશ પણ હવે એકતરફી જ પ્રેમ કરવાનું મન બનાવીને બેસી ગયો છે. લાગણી ક્યારેય મરે તો નહીં પણ હા તેને કાબૂમાં કરી શકાય છે, જેમ અત્યારે મહેશે કરી. મહેશ અને નિતા બન્ને પ્રેમનો મતલબ સમજી ગયા હતા. એટલે હવે એકબીજાથી પ્રેમી તરીકે દૂર થઈ ગયા પણ મિત્ર તરીકે સાથે હતા. કોઈ કોઈ વાર મહેશ નિતાને મેસેજ કે, કોલ કરીને વાત કરી લેતા હોય છે. કારણ કે, તેમને કાજલની વાત ખબર પડી ગઈ હતી કે, મહેશનો પત્ર કઈ રીતે કાજલે વિનયને આપ્યો અને આ સંપૂર્ણ ગેર સમજ ઊભી થઈ હતી. પણ ખેર હવે તો બન્નેના લગ્ન પણ થઈ ગયા છે અને બન્ને પોતાના સુખી સંસારમાં જીવી રહ્યા છે.
વિનયે કહાણી પૂરી કરી, આખો હોલ શાંત થઈ ગયો અને વિનયની સાથે બધાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા.
કોલેજના એક કાર્યક્રમમાં વિનયને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કારણ કે, બીજાના આશિકી પત્રથી પ્રેમી બનેલો વિનય અત્યારે રાજ્યનો ઉમદા લેખક હતો. તેની કવિતાઓ ખુબ વખણાતી હતી. અને તેના કેટલાય પુસ્તકો તો બેસ્ટ સેલર છે. મહેશની આ કહાણી પણ બેસ્ટ સેલરમાંની એક છે. મહેશે જે પ્રેમ કહાણીને હણી હતી અથવા તેના દ્વારા હણાઈ હતી તેનું ત્રાદ્રસ્ય વર્ણન 'એકતરફા પ્રેમની દાસ્તાન'માં કર્યું છે.
પૂર્ણ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો