![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
અહીં એક એવી કહાનીની વાત છે જેમાં પ્રેમ તો બન્ને સાઈડથી હોવા છતા પણ તે એકતરફી જ રહ્યો હતો. નિતા અને મહેશ એટલે પહેલી નજરના એકબીજાના એકતરફી પ્રેમીઓ! એકબીજાને પ્રેમ તો કરતા હતા પરંતુ ક્યારેય કોઈએ કહેવાની પહેલ નથી કરી કે, હા હું તને પ્રેમ કરૂ છું. તો ચાલો શરૂ કરીએ એકતરફા પ્રેમની દાસ્તાન...
સવારના સાત વાગ્યા છે, મહેશ રોજની જેમ તૈયાર થઈને કોલેજ જવા માટે નિકળ્યો છે. મહેશ કોલેજ જવા માટે પોતાના નિર્ધારીત સમય પ્રમાણે નિકળતો હોય છે. તેને ક્યાય પણ મોડા પહોચવું પસંદ નહોતું. પરંતુ આજે મહેશ કઈક અલગ જ મુડમાં લાગતો હોય એવું તેના પરિવારને લાગ્યું હતું. કારણ કે, મહેશે આજે તૈયાર થવામાં રોજ કરતા વધારે સમય લીધો હતો. ક્યારેય પરફ્યુમ ના નાખતો મહેશ આજે પરફ્યુમ શોધી રહ્યો હોય છે. આટલી બધી તૈયારી શા માટે કાઈ ખબર નહોતી પડતી અને પરિવારે તેને પૂછ્યુ પણ નહી. મહેશ રોજ બસમાં જ કોલેજ જતો આજે પણ તે પોતાની ગામમાં આવતી બસમાં બેઠો અને ટિકિટ લઈ લીધી.
કોલેજમાં ગયા પછી મહેશ ક્યાય પણ ભટક્યા વિના ક્લાસમાં જઈને બેસી જતો. ક્લાસ આખો ભરેલો હતો, સિવાય એક જગ્યા છોડીને. મહેશ ત્યા જઈને બેસી જાય છે. મહેશને ખબર નહોતી કે, આ જગ્યા તેના પહેલા પ્રેમની શરૂઆત હશે. નિતાનો આજે કોલેજમાં પહેલો ક્લાસ હતો. કારણ કે, આ પહેલા તે બીજી કોલેજમાં ભણતી હતી. પછી માઈગ્રેશન લઈને આ કોલેજમાં આવી હતી. જેથી તે એક સારો મિત્ર શોધી રહી હોય છે. અને મહેશના તૈયાર થવાનું કારણ નિતા જ હતી. તેને હવે નિતા સાથે બેસવું ગમતું હતું. સામે નિતાનો પણ એ જ હાલ હતો. અને હા મહેશને હવે પોતાની જગ્યાની કોઈ ચિંતા નહોતી. કારણ કે, ક્લાસમાં એક સીટ તો તેના માટે હંમેશા ખાલી રહેતી.
એકવાર તો નિતાએ મહેશની જગ્યા માટે ઝઘડો પણ કર્યો હતો. કારણ કે, મહેશ સિવાય તેની બાજુંમાં આવીને કોઈ બેસે તે નિતાને પસંદ નહોતું. આમ જ તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જતી હતી. મહેશ તેની માટે હંમેશા કઈક કરવા માટે તૈયાર રહેતો. સાથે બેસવાથી લઈને સાથે ફરવા જવું, સાથે નાસ્તો કરવો. એમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જેનાથી બન્ને એકબીજાથી વાકેફ પણ હતા. પણ પહેલ કરવા કોઈ તૈયાર નહોતું. કારણ કે, બન્નેને અંદરથી ડર હતો કે, પ્રેમના ચક્કરમાં ક્યાક મિત્રતા ના ટૂટી જાય. એટલે ભલે પ્રેમ ના થાય પણ મિત્રતાને ક્યારેય તોડવા માટે તે લોકો તેયાર નહોતા. એમણે પ્રેમ કરતા પણ મિત્રતાને વધારે મહત્વ આપ્યું હતું.
એકવાર મહેશ પૂરી તૈયારી સાથે આવ્યો હતો. આજે તો તે નિતાને પોતાની લાગણીઓની વાત કરી દેવા માંગતો હતો. તે આજે ખુબ જ ખુશ લાગતો હતો અને એની ખુશીનું કારણ એક નિતા હતી. એક પ્રેમીએ પોતાના હ્રદયથી વાત કરવા માટે જે પણ તૈયારી કરવી પડે તે કરી લીધી હતી. પણ મહેશ નિતાને કે, નિતા મહેશને ચાહે છે તેની ન તો કોલેજમાં કોઈને જાણ હતી કે, ન તો તેમના મિત્રોને! એટલે આજે બધાથી છુપાવીને નિતાને આ વાત કરવાની હતી. 'તું મને 11 વાગે ત્યા આવી જજે' આટલું કહી મહેશ ક્લાસમાંથી જતો રહ્યો અને ત્યા જઈને બેસી ગયો. તેના મનમાં ઘણા બધા સવાલો થઈ રહ્યા હશે. હંમેશા કોન્ફિડન્ટમાં રહેતો મહેશ આજે નરવસ લાગતો હતો. તેને ડર સતાવતો હતો. 500 લોકો સામે નિડર થઈને પ્રેમ પર વાતો કરી દેતો મહેશ આજે પોતાના પ્રેમની વાત કરતા ડરી રહ્યો છે.
નિતા આવતી દેખાય છે...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો