![]() |
| વિમલ પ્રજાપતિ / विमल प्रजापति / Vimal Prajapati |
સૂરજ પણ હવે તો માણસને જોઈ આથમવા લાગ્યો છે. કદાચ એને પણ સ્વપ્ને ખ્યાલ આવી ગયો હસે કે, માણસ માત્ર સ્વાર્થને જ આધિન હોય છે. બીજાના સ્વપ્નો સાથે એને રમવામાં અનેરો આનંદ આવતો હોય છે. શું કરશો દોસ્તો, બીજાના સ્વપ્નોને હણીને? આ દુનિયા હવે બદલાઈ ગઈ છે.
હવે કર્મના ફળ આ જ જનમમાં મળી જાય છે. બીજા જનમ માટે હવે રાહ જોવી નથી પડતી! સૂરજને ખબર છે કે, કાલે ફરી ઉગવાનું જ છે. તો આજે આટલો ઉઠાપો હું શા માટે કરું? મને ખબર છે કે, આથમ્યા પછી ઉદય નિશ્ચિત છે તો પછી નિષ્ફળતા આવે તો મનથી શા માટે હારી બેસો છો?
મારે વાત માત્ર એટલી જ કરવી છે કે, દરેક વાતમાં અને દરેક બાબતમાં પોતાનો સ્વાર્થ ના ઈચ્છીએ! ક્યારેક બીજા માટે કરેલું કામ પણ તમને ફાયદો કરાવી શકે છે. પરંતુ તેની આશા રાખવી જરૂરી નથી. જીવનમાં એક જ ધ્યેય રાખવો કે, બને એટલી બીજાને મદદ કરતા રહેવું. ભગવાને આપણને જે પણ આપ્યું છે. તેમાં કેવળ આપણો જ અધિકાર નથી! આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.
નિસ્વાર્થ ભાવે કરેલું કામ વધારે યોગ્ય હોય છે. તે ફળદાયી હોય છે તે કહેવું અનિવાર્ય નથી. કારણ કે, અહીઁ વાત સ્વાર્થ વિનાના કર્મની વાત છે.
આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે, હું બીજાને મદદ કરું છું તો બીજા પણ આવું કરે, તમારો સાથ આપે અને જરૂર પડે તમારી મદદ કરે એવી આશા પણ રાખવી જોઈએ નહીં. તમે માત્ર આપણા જ કર્મનું વાત છે. જેના માટે આપણે પ્રકૃતિના નિયમોથી બંધાયેલા છીએ.
યાદ રાખજો કે, પ્રકૃતિ આપણા આધિન નથી, આપણે પ્રકૃતિના આધિન છીએ!

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો