એક છોકરો | One Boy

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati

ગુજરાતની ઉત્તરે આવેલુ રાયગઢ નામે એક ગામ. જ્યા બઘા લોકો હળીમળીને ખુશીથી રહેતા હોય હતા. કોઈ સજ્જન માણસની પણ નજર લાગી જાય એવું તો સુંદર ગામ. સૌ લોકો એકબીજા માટે પોતાની જાન પણ આપતા અચકાય નહી એવો અતૂટ એમનો સંબંઘ હતો. જ્યારે ગામમાં કોઈ સારું કાર્ય કરવાનું હોય એટલે સમસ્ત ગામ સાથે મળીને એ કાર્યને પૂરું પડતાં હતા. આ ગામમાં ચાર પ્રાથમિક અને એક માધ્યમિક શાળા હતી. જેમાં કુલ મળીને ૧૫૦૦ વિદ્યાર્થીઓ અધ્યાસ કરતાં હતા. ગામની શાળામાં ભણવા માટે આજુબાજુ ગામના બાળકો પણ ભણવા માટે આવતા હતા.

રાયગઢની આ માધ્યમિક શાળામાં ૨૦૧૩માં ધોરણ ૯ માટે એડમિશન શરૂ થાય છે અને આજુબાજુના ગામોમાંથી ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે આવ્યા હોય છે. ત્યારે આ શાળામાં ધોરણ ૯માં એડમિશન લેવા માટે એક છોકરો આવે છે. જે સાવ દૂબળોં-પતળોં, લગભગ ૪ ફૂટ જેટલી તેની હાઇટ, કુપોષણનો શિકાર હોય એવી એવું એનું શરીર. પણ બોલવામાં….બોલવામાં તો મોદીનું બીજુ રૂપ જ સમજી લ્યોને! કારણ કે તે એડમિશન લેવા માટે એકલો જ આવેલો. જ્યારે સાહેબે તેને પ્રથમવાર જોયો એટલે તેમણે વિશ્વાસ નહોતો આવતો કે ધોરણ ૯માં એડમિશન લેવા માટે આવ્યો છે. કારણ કે આગળ કહ્યું તેમ તેનું શરીર અને હાઇટ જોઈને એમ જ લાગે કે હશે કોઈ પાંચમા કે છઠ્ઠા ધોરણનું બાળક. 

એ દૂબળો પાતળો છોકરો ઘરે માતા-પિતાના આશીર્વાદ લઈને શાળામાં આવે છે. આ માધ્યમિક શાળાની ખાસિયત એ છે કે, તેની બાજુમાં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું હોય છે. જેથી સવાર-સાંજ ભક્તિમય વાતાવરણ રહેતું. શાળાની  મધ્યમાં એક લીમડાનું ઝાડ હતું અને તે શાળાની શોભામાં વધારો કરતું હતું અને બાળકોને પણ એ ઝાડ ખૂબ જ ગમતું એવું પછી જાણવા મળેલું. શાળાની દીવાલો પર અનેક મહાપુરુષો અને વીરાંગનાઓના ચિત્રો દોરેલા હતા. ફક્ત પાંચ જ રૂમ ધરાવતી આ શાળામાં ભણવાનું આ છોકરાને ખબર નહિ કેમ પસંદ આવ્યું હતું? 

લોકવાયકા એવી હતી કે અહી ભણતું બાળક ક્યારેય નપાસા નહોતું થતું. કદાચ એ વાયકા આ છોકરાના કાને પણ પડી હશે? અને એટલે જ આ છોકરાને અહી ભણવા માટે આવવું હતું. આ છોકરો સીધો જ શાળાની ઓફિસમાં જઈને ઊભો રહે છે. 

“ક્યાથી આવ્યો છે? કોનો છોકરો છે?” શાળાનાં આચાર્યે પૂછ્યું 

“સાહેબ ગામનો જ છું કાંતિભાઈનો છોકરો!” છોકરાએ જવાબ આપ્યો

“ઓહોહો..! કાંતિભાઈનો છોકરો છે એમ? પેલો શે’રમાં ભણતો એજ ને? તારા શે’ર વાળા સાહેબનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે તું ખૂબ જ હોશિયાર છે” આચાર્યે ફરી સવાલ કર્યો 

“હા સાહેબ એ હું” છોકરાએ નિખાલસતાથી કહ્યું

સાહેબે એને ફોર્મ આપ્યું અને જોતજોતામાં તો એણે આખું ફોર્મ ભરીને આપી પણ દીધું. સાહેબ જોતાં જ રહી ગયા કારણ કે આ કેટલો હોશિયાર છોકરો છે. અહી જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવા આવ્યા હતા એ લોકોને ફોર્મ સાહેબે જ ભરી આપવા પડતાં હતા અને આણે જોતજોતામાં આખું ફોર્મ ભરી નાખ્યું. અહીથી એ છોકરાની છાપ સાહેબ પર કઈક અલગ જ પડે છે. 

“સાહેબ ભણવા ક્યારથી આવવાનું?” છોકરાએ સવાલ કર્યો 

સાહેબ ફરી મુંજાયા અને વિચારવા લાગ્યા કે હવેના બાળકો ખૂબ જ ઉત્સુક અને હાજર જવાબી થઈ ગયા છે. કારણ કે, આ બેન્ચ પહેલા કોઈએ સામેથી ભણવા આવવા માટે પૂછ્યું નહોતું. પણ હવે સવાલો થઈ રહ્યા છે. 

“6 જૂનથી આપણી શાળા શરૂ થથે” આચાર્યે જવાબ વાળ્યો.

રાયગઢ ગામમાં કાંતિભાઈ ખૂબ જ પ્રખ્યાત હતા. એમનો સ્વભાવ ખૂબ જ નિખલાસ. ગામમાં દરેક સાથે એમના સંબંધો ખુબ જ સારા હતા. નાના બાળકને પણ તેઓ માન આપીને બોલાવતા હતા. ક્યારેય કોઈ વ્યક્તિ સાથે તુકારાથી વાત કરી નથી. તેમના સ્વભાવના કારણે જ તેઓ ગામમાં બધા લોકો માટે સારા અને માનનીય વ્યક્તિ હતા. કાંતિભાઈના દરેક ગુણ અને સંસ્કાર બખૂબી તેમના આ છોકરા કમલમાં હતા. 

પહેલા ના બનેલી ઘટનાથી સાહેબ પણ વિચારમાં પડી ગયા હતા. કારણ કે, પહેલા દિવસથી જ કમલે પોતાની જોરદાર છાપ પાડી દીધી હતી. ઘણા સમય પછી સાહેબને કોઈ વિદ્યાર્થી પર આટલો ગર્વ થયો હતો. પણ કમલ તેને લાયક હતો. છટાદાર વાણી તેની આગવી ઓળખ હતી. શાળા શરૂ થઈ અને જોત જોતામાં કમલ ધોરણ 9માં પ્રથમ ક્રમાકે પાસ થયો. સાહેબ સહિત કમલના ઘરવાળા પણ એટલા જ ખુશ હતા. પણ કમલના મનમાં કઈક બીજા જ વિચારો ફરી રહ્યા હતા. કારણ કે, તેને ખબર હતી કે, પ્રથમ નંબર માટે તે લાયક નથી છતા પણ પ્રથમ ક્રમાંક કેવી રીતે આવ્યો? પ્રથમ નંબર માટે વાસ્તવમાં કોમલ દાવેદાર હતી. કારણ કે, તેના અક્ષર અને ભાષાનું જ્ઞાન જોરદાર હતું છતા તે બીજા ક્રમે રહી હતી. અને 10માં ક્રમનો દાવેદાર પ્રથમ કેવી રીતે આવી ગયા?  આ પ્રશ્ન કોમલને પણ થયો હતો. પણ કમલ સાહેબનો લાડકો છોકરો છે તે આખી શાળા જાણતી હતી એટલે આ મામલે તે વિરોધ ના કરી શકી.

કમલનો ભાંડો ધોરણ 10માં ફુટ્યો કારણ કે, અહીં તો બધાના પેપર શાળા બહાર જ તપાસ થવાના હતા. એટલે કહાની શરૂ હવે થાય છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો