સ્કૂલના યાદગાર દિવસો

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati


એ દિવસો આજે પણ યાદ આવે છે

સાથે કરેલી એ 'ધીંગામસ્તી' યાદ આવે છે

સાથે ખાધેલી એ 'માર' હજીય યાદ આવે છે

કારણ વગરની સરને કરેલી એ 'ફરિયાદ' યાદ આવે છે

ટેસ્ટોમાં કરેલી ચોરી તો કેમ કરી ભૂલાય!

સ્વાધ્યાયના ચોપડામાં કરેલી એ 'ગાબચી' યાદ આવે છે

પ્રાર્થનામાં સૂચના અપાતી કે, ગણવેશમાં આવજો

પણ રંગીન કપડામાં એ આવવાનું યાદ આવે છે

કાલે પરીક્ષા છે યાર, ચાલો વાંચવા બેસી જઈએ!

પણ પરીક્ષા ભૂલીને રાત્રે મુકેલી એ 'ચા' યાદ આવે છે

પહેલો પરેડ તો જેમ તેમ કરીને કાઢી દેતા આપણે

પણ છેલ્લા બે પરેડમાં એ 'છટકી' જવાનું યાદ આવે છે

આમ તો, શાળાએથી રોજ છટકવાનું બાનું શોધતા!

પણ કાર્યક્રમ હોય ત્યારે મોડા સુધી બેસવાનું યાદ આવે છે

વાંક આપણામાંથી કોઈનો પણ ના હોતો

પણ મિત્રને બચાવવા ખાધેલી એ 'ડાટ' યાદ આવે છે

અને લેશન તો આપણે આમેય ક્યારે પૂરૂ કર્યું 'તું?

પણ એક વિષયના ચોપડામાં તો ત્રણ સર સચવાતા

મોટા ભાગે તો આપણે મારમાંથી છટકી જ જતા 'તા

પરંતુ પકડાઈ જતા કાઢેલા એ 'બાના' યાદ આવે છે

એ દિવસો આજે પણ યાદ આવે છે



ટિપ્પણીઓ