![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
તું શરૂઆત તો કર,
જિંદગી જીવાઈ જશે, સંબંધો સચવાઈ જશે
તું શરૂઆત તો કર,
નોકરી પણ મળી જશે અને લોટરી પણ લાગી જશે
તું મહેનત કરવાની શરૂઆત તો કર
તને ભગવાન પણ મળી જશે અને ભાગ્યવાન પણ મળી જશે
તું મુંગા મને એકવાર રજૂઆત તો કર
આ જિંદગી ગાડીના ચાર ટાયર પર નહીં
પરંતું સમજણના ચાર સ્તંભ પર ચાલે છે
અરે દોસ્ત, આ રસ્તો પણ કપાઈ જશે થોડીવારમાં
તું એકવાર ચાલવાની શરૂઆત તો કર!
આ જગતમાં ક્યા બધુ આપણું હોય છે
તારા ભાગનું તને મળી જવાનું છે
તું એકવાર માનવાની શરૂઆત તો કર
જે પારકા હોય એ તો રિસાઈને ફરતા રહેશે
અને જે પોતાના છે તે તો પળવારમાં માની જશે
તું એકવાર મનાવવાની શરૂઆત તો કર
અત્યારે ભલે તારો સમય ખરાબ ચાલતો હોય
તારી કિસ્મત તારા હાથે જ લખાવવાની છે
તું એકવાર લખવાની શરૂઆત તો કર
ક્યા સુધી તારે મુંઝાઈને જીવવાનું છે બોલ?
તારા કર્મ તારે જ કરવાના છે, એટલે કહું છું ‘MG’
જિંદગી જીવાઈ જશે, સંબંધો સચવાઈ જશે
તું એકવાર શરૂઆત તો કર
Video

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો