![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
મારે ફરી નાના થવું છે, બાળક થઈને રમવું છે
ગામની શેરીઓમાં ફરવું છે, ચિંતા મુક્ત થઈ હરવું છે
બાળપણની એ માટી યાદ આવે છે, જેમાં રોજ રમતા હતા
આજની ઈમારતો છોડી, મારે ફરી માટીમાં ભળવું છે
પૈસો અત્યારે બઉ મળે છે અને સુખસાહેબી પણ ઘણી છે
પણ હવે આ બધી માયા મારે ભૂલવી છે, ભૂંસવી છે
મોહમાયા બધી છોડવી છે, મારે બાળક થઈને રમવું છે
ક્યા સુધી આ શહેરો તરફ દોડ લગાવતા રહેવું મારે?
હવે ફરી ખેતરના શેઢે દોડવું છે, બાળક થઈને રમવું છે
પહેલા જેવી ક્યા રહી છે જિંદગી આ સમયમાં?
કે, એક સાદ કરો 'ને દોસ્તોની ફોજ આવી પહોચે!
સમય તો પાછો નહીં આવે પણ છતા ઈચ્છા થઈ છે
સાદ પાડી બધાને ભેગા કરવા છે, ફરી ધીંગા મસ્તી કરવી છે
મને યાદ છે એ ઘરઘરતા રમવાનું, જેમાં પગથી ઘર બનાવતા!
પાપડીની ભેંસો રાખતા અને થુંવરનું દુ:ધ રાખતા
દોસ્ત હું તો, રાહ જોઈને બેઠો છું, બાળપણની યાદોમાં
તને જો સમય મળે તો એકાદ આંટો મારી જજે,
મારે તો ફરી બોર અને કેરીઓ ખાવા વાડો કુદવી છે!
નિશાળે ના જવાના બાના કાઢી, ફરી વગડે ફરવા જવું છે
એ મોરની પીંછીઓ વીણવી છે, 'ને પીલું પણ ખાવા છે
લુંબાલુંબ વળગેલા પીલું લેવા જતા એ ઢુવા પરથી ફરી પડવું છે
મારે ફરી નાના થવું છે, બાળક થઈને રમવું છે
સાહેબની મારથી બી ને ફરી લેશન કરવા બેસવું છે
દોસ્ત, તું સાથ આપતો હોય તો એ સાહેબને પણ હામા થવું છે
મારે ફરી નાના થવું છે, બાળક થઈને રમવું છે
ગામની શેરીઓમાં ફરવું છે, ગામના એ તળાવમાં તરવું છે
'ને ‘MG’ હવે કેટલું લખવું આ બાળપણ અને તેની મજા વિશે?
મળે જો કાનુંડો તો, હકી આ બાળપણ, મારે પાછું માંગવું છે

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો