![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
ચિત્ર ચિત્રકાર કી કલ્પના હૈ, જગત ઈશ્વર કી!
હું રૂમેથી ઓફિસ જવા માટે બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યાં મને રસ્તામાં એક રિક્ષા જોવા મળી! આમ, તો હું ચાલુ ડ્રાઈવિંગમાં તસવીર નથી લેતો અને લેવી પણ ના હોય, પરંતુ આ રિક્ષાને જોઈ હું રહી ના શક્યો અને મારે મારો નિયમ તોડવો પડ્યો. કારણ કે, તમે આ તસવીરમાં જોઈ શકો છો કેટલી અસરકારક, વાસ્તવિક અને વિચારવા જેવી લાઈન લખેલી છે.
ईश्वर को जानना एक शब्द का फेर है
God is Mistery, Politics - राजनीति, ભૂદેવ, Uber, Rapido, OLA
"मंदिर, मस्जिद, गिरजाघर सब है एक
अज्ञानी को नहीं है तनिक विवेक
क्योंकि सब में रहता ईश्वर एक"
આપણને વાસ્તવિક જીવન સાથે સાથે આધ્યાત્મિક અને રાજકીય જીવનની પણ સારી એવી સમજ આપણા વાક્યો લખેલા છે. આ રિક્ષા ચાલકના વ્યક્તિત્વની પ્રસંશા કરવાની ખરેખર જરૂરી છે. આમ, જોવા જઈએ તો ભારતમાં ઘણું બધું જીવન લક્ષી શિક્ષણ તો રિક્ષા ચાલકો જ આપી દે છે અને એ પણ સર્વશ્રેષ્ઠ. આમાં પાછા ટ્રક ચકલોને પણ બાકાત ના રાખી શકાય.
આ ભાઈએ તો પોતાની રિક્ષા પાછળ જેટલી જગ્યા હતી એ બધી જ આ સુવાક્તોથી ભરી દીધી છે. એને કદાચ એવું હશે કે, જગતમાં કોઈ બીજું સારી સલાહ આપે કે, ના આપે હું તો આપી જ દઉં! આ દરેક સુવાક્યો જીવનમાં ઉતારવા લાયક છે.
મને વધારે તો એ પ્રશ્ન સતાવે છે કે, આ ભાઈએ રિક્ષા પાછળ 'Politics - राजनीति' કેમ લખ્યું હશે? આખરે તેનો મતલબ શું થયો થશે? એ ખરેખર વિચારવા જેવી બાબત છે!
અમદાવાદના રિક્ષા ચાલકો એક રીતે જોવા જઈએ તો જીવનનું જ્ઞાન આપતા શિક્ષકો જ છે. જે જ્ઞાન તમને ક્યાંય ના મળે તે રિક્ષા પાછળ તો મળી જ રહે. મને તો આ બઉ જ ગમ્યું છે. હિરો કે હિરોઈનની તસવીરો કરતા આ સુવાક્યો લખવા વઘારે સારા છે. હું કોઈ તસવીરોનો વિરોધ નથી કરતો! આ મારો વ્યક્તિગત વિચાર છે. જેમ રિક્ષા ચાલકો રિક્ષા પાછળ સુવાક્યો લખે છે તેમ હું એક પત્રકાર તરીકે આવી વાતો લખું છે જે મારા કરતા બીજા માટે વધુ ઉપયોગી અને અસરકાર હોય!

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો