Time is Money

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati
 

ઓફિસમાં બેઠો હોઉ એટલે મારી સામે ઘડિયાળ અને આ સિક્કો ચોક્કસ હોય. મને પછી ખબર પડી કે, આ તો એક કહેવત છે કે, ‘સમય બઉ કિંમતી છે’, ‘Time is Money’. પહેલા તો સિક્કો જ ત્યા રાખેલો હતો. તેમાં આ ઘડિયાર રાખવાનું કોઈ ખાસ કારણ નહોતું અને એમાય આ કહેવતને અનુલક્ષીને તો જરાય નહીં! એમાં એવુ હતું કે, ઘડિયાળનો વજન વધારે છે અને તે હાથમાં પહેરીને કીબોર્ડ પર ટાઈપ કરવામાં થોડી અડચણો આવતી હતી એટલે ઘડિયાળને કાઢીને સામે કોમ્પ્યુટર પર મુકી દેતો હોઉ છું. 

ખરી વાત કહું તો મને આમ સારૂ પણ લાગે છે. સામે ઘડિયાળ પડી હોય તો કામ કરવામાં આનંદ આવે છે. હવે તમે કહેશો કે, કોમ્પ્યુટરમાં સમય બતાવે તો છે, તો પછી આ દેખાવ કરવાનો શો મતલબ? પણ એ તો હવે હું નક્કી કરીશ કે, મારે સમય સેમા જોવો! મને બાળપણથી જ ઘડિયાળનો શોખ રહ્યો છે. જે ભવિષ્યમાં પણ પોતાનું સ્થાન નહીં છોડે તેની મને ખાત્રી છે. 

ઘડિયાળ મને સમય સાથે જોડીને રાખે છે. જેથી મારે કેટલા સમયમાં કેટલું કામ પૂર્ણ કરવાના છે તેનાથી હું અવગત રહું છું. 

અત્યારે તો હવે ઘડિયાળ અને સિક્કાનું જોડાણ થયું છે. તે પોતાનામાં ઘણુ બધુ સમજાવી જાય છે. આ સિક્કામાં પણ એક સ્ટોરી છે. એમાં એવું હતું કે, પહેલા અહીં બે રુપિયાનો સિક્કો હતો. જે મૂળ રીતે મારો હતો પણ નહીં. પણ પછી મને વિચાર આવ્યો કે, થોડો બદલાવ થવો જરુરી છે, એટલે બે રુપિયાનો સિક્કો હટાવી દીધો અને હવે 10નો સિક્કો જે 2016માં બનેલો છે તે રાખ્યો. આ રાખવાનું કારણ કે, મારૂ સપનું છે. સ્વાભાવિક છે કે, હું ભવિષ્યને લઈને ભારે વિચારશીલ છું. જેથી સપના પણ એટલા જ મોટા છે એટલે નાનો સિક્કો હટાવીને મોટો(મોટી કિંમતનો) સિક્કો રાખ્યો છે. 

પેલી કહેવત(સમય બઉ કિંમતી છે)નો અર્થ તો સમય માટે છે કે, સમય જે છે તે બઉ કિંમત છે. પણ મેં તો તેની સાથે મારા સપનાઓને જોડી દીધા છે. તે એટલા માટે કે, હું મારા સપના(જે સાકાર કરવાના છે) તેને હું ભૂલી ન જાઉ!

#timeismoney #money #સમય #life #thoughts

ટિપ્પણીઓ