![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
અનિલે પત્રમાં લખ્યું હતું કે,
પ્રિય હેતુ,
મને પહેલા દિવસથી જ તું ગમવા લાગી હતી. જ્યારે શાળા જતા તને જોઉ છું ત્યારે ઇચ્છા થાય છે કે, તારી સાથે ચાલું અને ખુબ વાતો કરૂં પણ મને અંદરથી બઉ ડર લાગે છે. તું તો કેવી બિંદાસ છે, ના કોઈની શરમ કે, ના કોઈનો ડર! પણ મારે એવું નથીં. હું છોકરીઓ સાથે રહેવા ટેવાયેલો નથી. તે તો આવીને પહેલ પણ કરી દીધી છે કે, હું તારી સાથે વાત કરૂં. પણ હું તો... તને એક વાત કહું છું પણ મારા સમ ખા! કે કોઈને આ વાત કહીં નહીં? હું જાણું છું કે, તે મારી કસમ ખાઈ પણ લીધી હશે. તો વાત જાણે એમ છે કે...
તું જ્યારે મને બોલાવે છે ત્યારે ટહુકતા મોરલા જેવી લાગે છે. તારી આંખોમાં મને સરોવર જેવી ટાઠક દેખાય છે. તારા ચહેરા પર રહેતું હાસ્ય મને ગુજરાતી કવિતા જેવું લાગે છે. આય...હાય તારા આ હોઠ કેટલા નરમ લાગે છે યાર! તારી નાકમાં પહેરેલી એ નથડી તો ખરેખર કૃષ્ણ પણ જેની પાછળ ઘેલા થઈને ફરતા હતા તેવી વૃંદાવનની રાધારાણી જેવી લાગે છે. પેલી બુટ્ટીને શોભાવતા તારા કાન કમળની પંખુડીઓ સમાન કોમળ છે. તારી સુંદરતાને જોઈને તો સ્વર્ગની રંભા અને ઉર્વશી પણ ઈર્ષા કરતી હશે. તારી આખી સુંદરતામાં ચારચાંદ લગાવતો અને હરપળ તને સ્પર્શીને રહેતો ચાંદલો તો મારા માટે ઇર્ષાનું કારણ બની રહ્યો છે. તારી સુંદરતામાં રંગ પૂરતો આ ચાંદલો મને મનમોહક લાગે છે.
તું મને ખરેખર વહાલસોહી લાગે છે, મને તારી સાથે રહેવું ગમે છે અને તારી વાતોમાં તો મને પરમઆનંદ આવે છે. તું જ્યારે બોલતી હોય છે ત્યારે મોરલાનો અવાજ પણ ફિક્કો લાગે છે.
હેતુ! તને એક વાત કહેવી છે કે, આપણે હવે રોજ સાથે શાળાએ જઈશું જો તને પસંદ હોય તો? આમેય તું એકલી જ તો જતી હોય છે. માન્યું કે, તને એકલા જવાનું ગમતું હશે પણ મારે તારી સાથે રહેવું છે એટલે કે સાથે ચાલતા ચાલતા તારી વાતો સાંભળવી છે મારે!
ફરી તારી ચિઠ્ઠીની રાહ જોઈશ. રાજુને કહેજે કે, હવે અમારી દૂકાનેથી ચોકલેટો મળી જશે પણ ચિઠ્ઠી બીજા કોઈના હાથમાં ના આપતો!
લી.
હું, મને તારો માનતો અનિલ
આ પત્ર વાંચીને હેતલ આનંદીત થઈ ગઈ અને આંગણામાં નાચવા લાગી. પરંતુ અનિલ હજી દૂવિધામાં હતો કે, હેતલ આ પત્ર વાંચીને તેના વિશે કેવું વિચારશે? તેના આશા નહોતી કે, વાત પ્રેમ સુધી પહોચી હશે! એ હજી મનમાં એવું ધારીને બેઠો હતો કે, હેતલ તેને મિત્ર બનાવવા માંગતી હશે. વાત આટલી આગળ વધી હશે તેનો અંદાજ નહોતો.
હેતલે ફરી રાજુને એક ચોકલેટ આપી અને એક કાગળ આપ્યો 'ને કહ્યું કે, જા પેલા છોકરાને આપી આવ. રાજૂ હજી આ વાતોને સમજે એટલો મોટો નથી થયો એટલે ચોકલેટની લાલચ તેના માટે કાફી હતી.
રાજુ દોડતો ગયો અને ચિઠ્ઠી અનિલના હાથમાં આપી 'ને કહ્યું કે, ‘લે પેલી છોકરીએ આપી છે’
અનિલે ઝડપથી લઈને પોતાના ખિસ્સામાં મુકી દીધી અને સિધી ઘરે દોટ મુકી, તેની મમ્મી પણ વિચારવા લાગી આ છોકરો આટલો દોડતો કેમ આવ્યો? કઈ થયું તો નથી ને? કોઈ સાથે ઝઘડો તો નહીં કર્યો હોય ને? આવા જાત-જાતના સવાલો મનમાં લઈને અનિલ પાસે ગયા અને પૂછ્યું કે, ‘કેમ લ્યા ઓમ ધોડતો ધોડતો આયો, શું કરીને આયો સે બોલ?’ (જશોદાબેળ મૂળ ગામડાંના એટલે તળપદી બોલીમાં જ બોલે)
આ સવાલો સાંભળીને અનિલ તો હેબ્તાઈ ગયો અને ગળામાં ડૂમો ભરાઈ ગયો હોય એમ ‘અઅઅ....મમમ....’ કરવા લાગ્યો
અહીં જશોદાબેન વધારે ગભરાઈ ગયા. પરિસ્થિતિમાં ખાસ કાઈ હતું નહીં પરંતુ બન્ને લોકોની ચિંતા વ્યાજબી હતી. દીકરા માટે માતાની ચિંતા સનાતન સમાન છે. પરંતુ સામે અનિલની ગભરાહટ પણ વ્યાજબી તો હતી જ ને! કારણ કે, અનિલ એની મમ્મીને થોડો કહી શકે કે, મને કોઈ છોકરીએ પ્રેમ પત્ર લખ્યો છે. પણ... વાત વધારે વણસે ત્યા દાદા આવી ગયા અને અનિલને દૂકાને જવા માટે કહ્યું અને આ ચિંતા-ગભરાહટનો ત્યા જ અંત આવી ગયો.
અનિલ પણ કઈ સવાલ કર્યા સિવાય દૂકાને ભાગી ગયો. દૂકાને જઈને અનિલ ચિઠ્ઠી વાંચવા બહાર કાઢતો હતો ત્યા ઘરાક આવી ગયા તો તેમને વસ્તુઓ આપવા લાગ્યો. અનિલ બધાને જલદી જલદી વસ્તુઓ આપતો હતો કારણ કે, તેને હેતલની ચિઠ્ઠી વાંચવી હતી. ઘરાકોના ગયા પછી અનિલે ચિઠ્ઠી વાંચવા માટે બહાર કાઢી અને વાંચવા લાગ્યો. હેતલે કોઈ પણ પ્રકારના ઉદબોદન કે, વિશેષણો સિવાર સિધું જ લખ્યું હતું કે,
જો અનિલ, આમ તો હું કોઈની સાથે આટલી વાત કરતી નથી. એ વાત સાચી છે કે, હું એકદમ બિંદાસ છોકરી સું. હવે મને મારા મમ્મી-પપ્પાએ એવી રીતે જ મોટી કરી છે. તો એવી જ હોઉ ને! મને તો તારી જેમ લખતા નથી આવતું. તે તો યાર કેટલું મસ્ત લખ્યું છે. તારી આ ચિઠ્ઠી તો હું જિંદગીભર મારી પાસે જ રાખવાની છું. તું મને પસંદ કરે છે એની મને ખબર પડી ગઈ હતી. એટલે તો મે પેલા તને બધું કહીં દીધું હતું. પણ તું તો સાવ ફટ્ટુ છે ફટ્ટું! તારા જેવો છોકરો તો મે ક્યા જોયો નથી. છતા પણ તું મને ગમે છે. હવે હું આમ, ચિઠ્ઠીઓ લખીને તને રૂબરૂ આપીશ, તારે પણ હવે રૂબરૂ જ આપવાની છે.
આટલું લખતા તો પત્ર પૂરો થઈ ગયો અને અનિલ પણ વિચારમાં પડી ગયો કે, હેતલને આમ રૂબરૂ તો ચિઠ્ઠી કેવી રીતે આપવી? અનિલ અંદરથી બઉ જ પરેશાન થઈ ગયો હતો. કારણ કે, આવી રીતે કોઈ છોકરી સાથે વાત પણ નથી કરી અને ચિઠ્ઠી તો કેવી રીતે આપવી!
સવારે 9 વાગે અવાજ આવ્યો કે, `જશોદાકાકી અનિલ છે ઘરે?`
જશોદાબેન બહાર આવ્યા અને હેતલને જોઈને ખુશ થઈ ગયા અને કહ્યું કે, સારૂ કર્યું તું આવી ગઈ, અનિલ ન્હાવા બેઠો સે, હમણો તૈયાર થઈ જાસે. તું આય બેસ હું આવું હમણા! આટલું કહી તે જતા રહ્યા.
નંદકુમારને ત્યા આંગણામાં જ બાથરૂમલ હતું એટલે અનિલ ન્હાઈને બહાર આવ્યો અને હેતલને સ્કૂલના ગણવેશમાં જોઈ એટલે ખુશ થઈ ગયો અને મનમાં બોલી ઉઠ્યો કે, હાસ હવે શાળાએ જવાની મજા આવશે.
બન્ને શાળાએ ચાલવા લાગ્યા રસ્તામાં હેતલે પૂછ્યું કે, અનિલ તું સિરિયલ જોવે છે કે, નહીં?
અનિલે જવાબ આપ્યો કે, હા મને તો સિરિયલો જોવી ખુબ જ ગમે છે. હું શહેરમાં હતો ત્યા અમારે ટીવી હતું એટલે ત્યા રોજ હું શક્તિમાન અને સોનપરી જોતો પણ અહીં તો ક્યા ટીવી જ છે કે, હું સિરિયલો જોઉ?
તો હેતલે તેનો હાથ પકડી લેતા કહ્યું કે, તો પછી અમારે ઘરે આવી જજે, અમારે ટીવી છે. આપણે સાથે શક્તિમાન અને સોનપરી જોઈશું.
અનિલે પણ કાઈ વિચાર્યા વિના હા જ પાડી દાધી.
હવે તો અનિલ રોજ હેતલના ઘરે ટીવી જોવા જવા લાગ્યો. જશોદાબેન પણ ખુશ હતા કે, અનિલ હવે બધા સાથે ભળવા લાગ્યો છે. અનિલ સાથે હેતલને પણ હવે વધારે લગાવ થવા લાગ્યો હતો. આમને આમ અનિલ બન્ને ધોરણ 10માં આવી ગયા હતા. હવે તો તેઓ સાથે વાંચવા પણ લાગ્યા હતા. વાંચવા માટે હેતલ અનિલના ઘરે આવતી અને શક્તિમાન જોવા માટે અનિલ હેતલના ઘરે જતો હતો. અને હવે બન્ને જવાન થઈ રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ એકબાજા પ્રત્યે આકર્ષણ પણ વધી રહ્યું હતું. છતા પણ તેઓ મર્યાદામાં રહેતા હતા.
એક દિવસ તો એવું બન્યું કે, શક્તિમાન સિરિયલમાં કપાલા વાળી કહાણી આવી રહી હતી. રવિવારનો દિવસ હતો ઘરે પણ કોઈ હતું નહીં અને કર્મનો સાથ એવો કે, આજે મેગાશો આવ્યો હતો એટલે મોડે સુધી ટીવી જોતા રોકવા માટે કોઈ હતું નહીં. આ તકનો હેતન અને અનિલ બન્નેએ ફાયદો ઉઠાવ્યો અને ટીવી જોવા લાગ્યા. કપાલાના કારનામા જોઈને હેતલ એટલી ડરી ગઈ કે, તે અનિલને ભેટી પડી. અનિલ પણ હેતલના સ્પર્શને અનુભવી રહ્યો હતો. હેતલ એટલી ડરી ગઈ હતી કે, તેને પોતાના પૂરા બળથી અનિલને આલિંગન આપી દીધું હતું અને તે આલિંગન બધું ગાઢ બની રહ્યું હતું. એટલે એ વાતનો અણસાર પણ ના રહ્યો કે, તે કોઈ છોકરીને નહીં પણ છોકરાને આલિંગન આપી રહી છે.
આ બાજું અનિલની હાલત પણ ખરાબ થવા લાગી હતી. તેણે કોઈ છોકરીનો હાથ પણ નહોતો પકડ્યો અને આજે આ તેના માટે કલ્પના બહારનું હતું પરંતુ અનિલે તેનો કોઈ વિરોધ કર્યો નહીં. અનિલને હેતલનું ભેટવું ગમી રહ્યા હતું. કારણ કે, બન્નેના શરીરમાં બદલાવો આવી રહ્યા હતા. 15 વર્ષની ઉંમરે છોકરા કરતા છોકરીમાં શારીરિક બદલાવો જલદી આવી જતા હોય છે. એટલે અનિલ સંપૂર્ણ રીતે હેતલના સ્પર્ષને અનુભવી રહ્યો હતો. હેતલના ઉભરાતા વક્ષ અનિલને કામુક્ત કરી રહ્યા હતા. હેતલના શ્વાસો અનિલને સ્નેહની હુંફ આપી રહ્યા હતા. અનિલની પીઠ પર ફરતા હેતલના હાથ અનિલને કામનામાં જકડી રહ્યા હતા. અનિલ પણ જુવાન થઈ ગયો હતો. તેના શારીરિક બદલાવ હેતલ પણ અનુભવી રહી હતી. પરંતુ બન્ને કામદેવને વશ થાય તે પહેલા રાજૂએ ધડામ દઈને દરવાજો ખખડાવ્યો અને બન્ને છુટ્ટા પડી ગયા.
જો આજે રાજુ ના આવ્યો હતો તો અનિલ અને હેતલ કામનાને વશ થઈ જવાના હતા. હેતલ તો શાળામાં પોતાની બેનપણીઓને ભેટતી રહેતી હતી એટલે તેના માટે આ ઘટના એટલી વિચારવા લાયક નહોતી. પરંતુ અનિલના શ્વાસ હજી હાંફી રહ્યા હતા. અનિલ માટે કોઈને ભેટવું એ પ્રથમ ઘટના હતી અને એ પણ આવી જૂવાન છોકરીને તે ભેટ્યો હતો. આજે અનિલની ઉંઘ હરામ થવાની હતી તેમાં શંકાને કોઈ સ્થાન હતું નહીં. અનિલ હેતલના ઘરેથી કાઈ પણ બોલ્યા કે, કીધા વિના જ ત્યાથી ઘરે જતો રહ્યો. સાંજના 5 જ વાગ્યા હતા છતાં અનિલ પલંગમાં જઈને સુઈ ગયો હતો અને તેને નિંદર પણ આવી ગઈ.
અનિલને આમ આ કવેળાએ સુતો જોઈને જશોદાબેનને ચિંતા થવા લાગી અને અનિલને જગાડી દીધી. કહ્યું કે, 'આમ ઝાલર ટોણે કેમ સુતો છે, ઉભો થઈ જા. ઝાલર ટાણે ના ઉંઘાય. જો હમણાં મંદિરના ઝાલર વાગવાની તૈયારી સે'
.jpg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો