...ચાલો એક કપ ચા થઈ જાય!

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapat

સૂર્યનો ઉદય થાય એટલે બધા પોત-પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જાય છે. સવારની ચા તો ખરેખર ઘર કરતા ઓફિસની નીચે આવેલ ચાની ટપરીની મસ્ત લાગે છે. કારણે કે, પછી પાછુ કામ પર પણ લાગવાનું હોય છે ને! ઠીક છે આ તો કામ કરીએ છીએ બાકી ખબર નહીં આ ચા પસંદીદા પીણું કેવી રીતે બનોત! એવું નથી કે, ઘરની ચા નથી ભાવતી? ઘરની ચા તો સ્વાદમાં જબરદસ્ત હોય છે, પરંતુ બારની ચા કામનો બોઝ ઓછો કરે છે એટલે વધારે પસંદ છે. બહારની ચામાં દૂધ કરતા તો પાણી વધારે હોય છે, અને ખાંડ કરતા તો મસાલો વધારે વધારે હોય છે. એમાય પાછી પીવાની કાચના કપમાં એટલે આદુનો તર ચોખ્ખો દેખાતો હોય છે. 

અહીં ના કેવળ મારી જ વાત છે. ઓફિસમાં કામ કરતા 99 ટકા લોકો ચાના શોખીન હોય છે. ખરેખર સાચી વાત કરું તો ચા ના હોય તો કદાચ કામ થાય પણ નહીં. આ મગજ તો સમય પહેલા જ પૂરુ થઈ જોય અને માથાના વાળ પણ ધોળા થઈ જોય છે. મારૂ તો કેવું છે કે, ભલે જમવાનું ના હોય તો ચાલે પણ દિવસની 3થી 4 કપ ચા જોઈએ એટલે જોઈએ. પાછી મજાની વાત તો એ છે કે, આ ચા રૂમથી બહાર જ જોઈએ. રજા હોય અને રૂમ પર જ રહેવાનું થાય તો ચા કેવી આવે એ ખબર પણ ના હોયય.

ચા ચા શું કરે, ચામાં શું છે નશો?
કામ બધા ઝડપી કરાવે 'ને
બોજને કરી દે છે એકદમ હળવો
આ તો સાહેબ! ચાનો જ તો છે નશો?

એક પ્રેમ અને ત્યારે ચાલે છે એ ચા આના પર તો કેટલું બધું લખાયું છે. અરે સાહેબ ચાની ટપરી પર તો કેટલાય પ્રેમ પાંગર્યા 'ને ફળ્યાફૂલ્યા પણ છે. બોસ! જેને ચાથી પ્રેમ હોય એ વ્યક્તિ દૂનિયાની ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે. હું તો એવા પણ લોકોને જાણું છું કે, ખાલી ચા પર જ આખો દિવસ કાઢતા હોય. એક તો એવા પણ સમાચાર આવ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક મહિલા છેલ્લા 33 વર્ષથી માત્ર ચા પર જીવી રહી છે. તે ચા સિવાય ના કંઈ પીવે છે કે, ના કંઈ ખાય છે. આ સમાચાર 2019માં કેટલાય છાપા અને વેબ સાઈટ પર જોવા મળ્યા હતા. હવે તમે જ વિચાર કરી શકો છો કે, લોકો ચા પાછળ કેટલા ઘેલા છે.

ચા વિના મને ચેન પડે નહીં,
મન મારૂં મુંજાય રે

ચા હવે જમવાના અવેજીમાં વપરાવવા લાગી છે તો પછી તેની તાકાતને સમજી શકાય છે. માન્યું કે, તેની શરીરને કેટલુક નુકસાન થાય છે પરંતુ તેને પીધા પછીનો છે આનંદ અને તાજગી છે તેને કેવી રીતે અવગણી શકાય? મને નથી લાગતું કે, ભારત જેટલી ચા બીજા કોઈ દેશમાં પીવાતી હશે! અહીં તો મિત્રતાની વાતો થઈ લઈને કરોડોના સોદાઓ ચા પીતા પીતા થાય છે. પોતાના દુઃખ-દર્દથી લઈને મોજ-મસ્તી ચા સાથે થઈ જાય છે.

‘હું નથી પીતોથી લઈને મારે તેના વિના ઘડીએ ના ચાલે તે એટલે ચા’ હું એટલું તો ચોક્કસ કહી શકું કે, ચા ના પીતો માણસ ચા પીવાનું શરૂ કરી દે પરંતુ ચાનો ચાહક ચા ક્યારેય છોડી ના શકે! ચાનો ચાહક તો તમને ડગલેને પગલે મળી જ રહેશે. એક ગુજરાતી બહાર ક્યાક ફરવા ગયો હોય અને એના ચા મળી જાય તો તેની ખુશીમાં અનેક ઘણો વધારો થઈ જાય છે. આપણો કોઈ મિત્ર કંઈ ચિંતામાં હોય તો એને આપણે એક વાત કહીએ કે, ચાલને બેસીએ! અને આ બેસવાની જગ્યા એટલે ચાની ટપરી! એક ચા અને બીજી આપણી વાતો પછી જુઓ તેની ચિંતા ક્યાય ગોતી પણ મળે છે!

મારે તો કહેવું જોઈએ કે, ચા ખરેખર સબંધોને સુધારે છે, સવારે છે અને વધારે મજબુત કરીને આગળ લઈ જાય છે. ચાની ટપરી પર બનેલા મિત્રો જિંદગીભર સાથ આપતા હોય છે. ઓફિસ, કામ, મિત્રતા અને ચા આ બધા એક બીજા વિના કેવી રીતે કહી શકવાના છે? ...એટલે કહું ચાલો એક કપ ચા થઈ જાય!

ટિપ્પણીઓ