વાહ રે! શહેર તારી આ મોહમાયા

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati

ગમાડાંથી શહેરમાં આવીને વસેલા યુવાનોને ખરેખર ગામડું યાદ આવતું હોય છે. પરંતુ આ શહેરની હવા તેને છોડતી નથી અને પોતાની સાથે તેને જકડી રાખે છે. યુવાનોને તે એટલા મોહિત કરી દે છે કે, એ ના તો અહીં રહી શકે છે કે ના તેને છોડી શકે છે! આ શહેરની હવામાં ખબર નહીં શું માયા છુપાયેલી છે? એ આજ સુધી કોઈ સમજી શક્યું નથી. આમ, તો વ્યક્તિ ગામડું છોડીને શહેરમાં માત્ર પૈસા કમાવવા કા તો પછી નામ બનાવવા આવ્યો હોય છે. પરંતુ પૈસા તો જાણે તેના માટે મૃગજળ બનીને રહી ગયા હોય છે. હા નામની વાત કરીએ તો એટલું તો કહીં શકાય કે, તે પાંચ-પચ્ચી વચ્ચે સારો એવો નામદાર બની ગયો હોય છે.

શહેરમાં રહેતો વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય કે, પછી ભલે પ્રાઈવેટ નોકરી કરતો હોય પણ બન્નેમાં જાજો ફેર નથી. કારણ કે, પ્રાઈવેટ નોકરી કરતો વ્યક્તિ જે સ્થિતિમાં જીવતો હોય છે તેવી જ હાલત સરકારી નોકરી કરતા વ્યક્તિની પણ હોય છે. ઘર તો બન્નેને એટલું જ યાદ આવતું હોય છે, પરંતુ પ્રાઈવેટ નોકરી વાળાને રજા નથી મળતી તો સરકારી નોકરી વાળો ક્યા પોતાની કંપની લઈને બેઠો હોય છે તે તેને રજા મળે!!

એવું નથી કે, તે ઘરે નથી જઈ શકતા પણ વાત અહીં એ છે કે, પોતાની રીતે ધંધો કરતો વ્યક્તિ જે રીતે ફરી શકે છે, પ્રસંગો સાચવી શકે છે, પરિવારને સમય આપી શકે છે અને મન મુજબનું જીવન જીવી શકે છે તેવું આ નોકરી વાળા ક્યા કરી શકે છે? પૈસાની લાલચ હવે કોને ના હોય કહો! કોઈ પોતાના શોખ પુરા કરવા કમાય છે, કોઈ પોતાની જરૂરિયાતો પુરી કરવા કમાય છે, તો કોઈ જવાબદારીઓના કારણે પણ પૈસાની લાલચે કમાતા હોય છે. હું તો માનું છું કે, 80% ટકા યુવાનો પોતાના માટે નહીં પરંતુ પોતાનાઓ માટે કમાતા હોય છે

જે વ્યક્તિએ ક્યારે પોતાના શોખ અધુરા નથી છોડ્યા તે વ્યક્તિ શહેરમાં આવીને એડજસ્ટ થતા સિખી જાય છે 'ને પોતાના શોખને તો થેલામાં ફરી અભરાઈ ચઢાવી દે છે. એવું નથી કે, તે કંજૂસ થઈ ગયો છે. ના એ વાત તદ્દન ખોટી છે! કારણે કે, આ વ્યક્તિ ભલે પોતાના માટે કઈ ના ખરીદતા હોય પણ પરિવાર માટે ગમે તેટલો ખર્ચો કરી દેતા હોય છે. પોતે ભલે ચપ્પલ પહેરીને ફરશે પણ પરિવારના લોકો માટે સારા બુટ લાવી આપશે. પોતે 5 જોડીમાં આખું વર્ષ નીકાળી દેશે પરંતુ ભાઈ-બહેનને સારામાં સારા કપડાં લાવી આપશે. આને લાલચ તો ના જ કહી શકાય! આ તો પરિવાર માટે પોતે અદા કરેલી એક જવાબદારી છે. જેનો કોઈ મોલ નથી કે, તોલ નથી! 

અહીં મારે શહેરનો આભાર માનવો કે, શિકાયત કરવી એ જ નથીં સમજાતું. એક છોકરો પોતાના પરિવાર માટે મહેનત કરતો થઈ ગયો તેના માટે શહેરનો આભાર માનવો કે, પછી પોતાના સપનાઓને રોળી દીધા તેના માટે શહેરે શિકાયત કરવી? વાહ રે! શહેર તારી આ મોહમાયા! તે તો કેવી કેવી કરામતો કરી બતાવી છે. શહેરની શિકાયત લખવા બેઠો હતો અને તેના વખાણ કરી આ લેખ પૂરો કરી રહ્યો છે.

વિમલ પ્રજાપતિ (MG)

ટિપ્પણીઓ

  1. પિસાઈ ગયું છે મન,, મોટી મોટી ઈમારતો વચ્ચે...
    રહી ગઈ છે ઈચ્છાઓ બધી અધવચ્ચે...

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બસ આ જ લાગણીઓને શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે...

      કાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો