![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
એક પંક્તિ છે કે,
- કૃષ્ણ દવે
આમ, તો આ પંક્તિ વ્યક્તિ માટે છે પરંતુ હું એક શિક્ષણના ધામમાં શુભેચ્છા મુલાકાતે ગયો હતો, ત્યા મને આ દ્રશ્ય દેખાયું એટલે પેલા તો મે મારા ફોનમાં તેની તસવીર લઈ લીધી. ત્યાં જ વિચાર પણ કરી લીધો કે, આના પર લખવું તો છે જ. આજે થોડો વખત મળી ગયો.
જ્યારે તમારે કાર્ય કરવાનું હોય ત્યારે લોકો શું કહેશે? હું આ કરી શકીશ કે, નહીં? મારાથી થશે કે, નહીં? આજુબાજુ વાળા શું વિચારશે? આ બધા વાહિયાત વિચારો મુકીને માત્ર તમારા મનને જાણવાનો પ્રયત્ન કરો. સાંભળો કે, તમારા ભીતરમાંથી કેવો અવાજ આવે છે. જો તમારા ભીતરમાંથી હકારાત્મક વિચાર આવતો હોય તો, કોઈના પણ બાપની ચિંતા કર્યા વિના આગળ વધો. પરંતુ હા જો તમારું હ્રદય જ નકારાત્મક સંકેત આપતું હોય તો ત્યાં જ થંભી જાઓ. કારણ કે, જો તમે જ તમારી સાથે નથીં તો પછી આગળ વધવાનો કોઈ અર્થ નથીં.
તમે જ વિચાર કરો કે, તમને ગાડી ચલાવતા આવડે છે, પરંતુ તમારે ગાડી ચલાવવાનો મુડ જ નથીં તો! જરૂરી નથીં જે આપણને આવડે છે તે દરેક વસ્તુ થવી જ જોઈએ કે, કરવી જ જોઈએ. બાજુવાળો આપણને ઘણો ફોર્સ પણ કરશે અને પાણી પણ ચડાવશે, પણ તમારે શું કરવું છે તે, તો તમારે જ નક્કી કરવાનું છે ને! જો તમે નક્કી કરી જ લીધું છે તો પછી દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકવાની નથીં. કારણે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથીં નડતો વ્હાલા!
આ પથ્થરના ચણતરમાં પણ જો વૃક્ષ પોતાની ઉગવાની જીદે ઉગી નીકળે! તો વિચાર કરો તેની વિચારશક્તિ કેટલી હદે તેનો સાથ આપતી હશે! તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ તમારૂ મન તમારા વિચારોને અનુસરે છે, તમે જેવો વિચાર કરો છો આખરે તેવું જ થતું હોય છે. અજાગ્રત મન તમારા દરેક કાર્ય પાછળ જવાબદાર હોય છે.
તમે જેનો વારંવાર વિચાર કર્યા કરો છો, અજાગ્રતમન એ પ્રમાણે જ વર્તવા લાગે છે. તમે એવું વિચારો છો કે, ‘કોઈ અન્ય વ્યક્તિ તમને નફરત કરે છે’ અને આવું તમે વારંવાર વાગોળ્યા કરો છો અને તે જ વિચાર્યા કરો છો તો આખરે તે વ્યક્તિના મનમાં તમારા માટે નફરત પેદા થઈ જાય છે. જેના માટે જવાબદાર આપણું મન જ હોય છે.
તમને ઉંઘ્યા પછી સપના પણ એ જ આવે છે જે તમે દિવસે વિચાર્યું હોય છે પરંતુ તમારાથી થઈ નથી શક્યું. તે વિચાર એક ઘટના બનીને તમારા સ્વપ્નમાં આવે છે. એટલે મહત્વનું છે કે, તમે તમારા વિચારોને કઈ દિશામાં લઈ જાઓ છો?
પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ પણ બનાવી શકાય છે અને તેને કપડા ધોવા માટે ધોબીઘાટ પણ બનાવી શકાય છે. હવે નિર્ભર આપણાં પર છે કે, આપણે તે પથ્થરને કયા ઉપયોગમાં લેવા માંગીએ છીએ?
તો ચાલો હવે વિચારો મજબૂત કરો અને અજાગ્રત મનને દ્રઢ બનાવો. હું કોણ છું?, હું શા માટે છું?, હું કોના માટે છું?, હું કેવી રીતે છું? અને ખાસ કે, હું કેમ છું? આ બધા સવાલો તમારા મનને કરો અને જવાબ શોધવાનો પ્રયત્ન કરો. ત્યા સુધી બસ વિચારતા રહો...વિચારતા રહો... અને વિચારતા રહો...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો