| photo credit: Google |
આ ફિલ્મના Director Sandeep Reddy Vanga છે, ફિલ્મને Suresh Bandaru, Saurabh Gupta અને Pranay Reddy Vanga એ લખી છે. જ્યારે આ ફિલ્મમાં Ranbir Kapoor, Anil Kapoor, Bobby Deol, Rashmika Mandanna, Tripti Dimri, Charu Shankar, Prithviraj અને Shakti Kapoor લીડ રોલમાં જોવા મળ્યા છે.
આ ફિલ્મમાં રણવીર કપૂરના અભિનયને પણ નકારી શકાય તેમ નથી. તેના પર ઘણીવાર Nepotism નો આરોપ લગાવવામાં આવતો હોય છે. પરંતુ ‘Animal’માં તેની એક્ટિંગે તે દરેક લોકોના ગાલ પર તમાચો માર્યો છે. કારણ કે, તેના ડાયલોગ અને એક્ટિંગ શાનદાર અને ધારદાર છે. રણબીર કપૂરે આ પહેલા કેટલીય ફિલ્મો કરી છે જેમાં સંજૂ, તુ જૂઠી મે મક્કાર અને બ્રહ્માસ્ત્ર સામેલ છે. આ ફિલ્મોમાં પણ તેનો અભિનય વખાણવા લાયક હતો. પરંતુ આ ફિલ્મમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળ્યો છે.
અનિલ કપૂર 66 વર્ષનો એક યુવાન અભિનેતા, જેની અત્યારના યુવા અભિનેતાઓ પણ પાણી ભરે છે. તેની બોડી, ડાયલોગ બોલવાની રીત અને અભિનય શ્રેષ્ઠ છે. અનિલ કપૂર એટલે માર્વેલનો 100 વર્ષનો સિપાહી કેપ્ટન અમેરિકા. તેને જોતા જ થિયેટરમાં એટલી જ સીટીઓ વાગવા લાગે છે, જેટલી 90s માં વાગતી હતી.
નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ બોલિવુડમાં જોરદાર એન્ટ્રી કરી છે. પરંતુ અત્યારે એવી ખબરો ચાલી રહી છે કે, આ ફિલ્મ પછી ભારતનો નેશનલ ક્રશ રશ્મિકા મંદાના નહીં પરંતુ Tripti Dimri બની ગઈ છે. જો હું આ વાતથી એટલો સહમત નથી. રશ્મિકા મંદાના સાથે બીજા કોઈની સરખામણી કરવી શક્ય જ નથી. પણ હા Tripti Dimriએ Qala, Bulbbul, Laila Majnu માં કામ કર્યા બાદ ‘Animal’ જોરદાર કામ કર્યું છે. ફિલ્મ એનિમલ માં રશ્મિકા એ 4 કરોડ જેટલી ફિ ચાર્જ કરી છે અને તૃપ્તિએ આ ફિલ્મ માટે 40 લાખ લીધા છે.
‘એનિમલ’ ફિલ્મમાં સ્ટોરી કે, લોજીક નથી પરંતુ ફિલ્મ તમને 3 કલાક સુધી જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં ક્રાઈમ સિન અતિશય પ્રમાણમાં છે તે સાથે સાથે બોલ્ડ સિન પણ એટલા જ બતાવવામાં આવ્યા છે. રશ્મિકાએ આટલા કિસિંગ સીન પ્રથમ વાર આપ્યા છે અને તે પણ ઓનસ્ક્રીન. રણબીર કપૂરે તો તેની કેટલીય ફિલ્મો આ કિસિંગ સીન આપ્યા છે પરંતુ રશ્મિકા મંદાનાએ તો હદ જ વટાવી દીધી છે. Tripti Dimri પણ ફિલ્મમાં બોલ્ડ સીનમાં જ વધુ જોવા મળી છે.
આ ફિલ્મ પરથી એવું પણ લાગે છે કે, બોલિવૂડ હવે હોલિવૂડ ફિલ્મોની માફક થઈ રહ્યું છે. જે કેટલેક અંશે સારી પણ બાબત છે. આ ફિલ્મને હું માત્ર મનોરંજન પૂરતી જ માનું છું. કારણ કે, તેમાં કોઈ લોજીક તો નથી જ. આ ફિલ્મ પરથી રિયલ લાઈફમાં કોઈ પણ પ્રકારની પ્રેરણા તો ના જ લેવી જોઈએ. ફિલ્મ જોયા પછી પિતા માટે ચોક્કસ માન વધી જાય પરંતુ આવી રીતે તો શક્ય જ નથી. એટલે ફિલ્મ જોવા જોઓ અને જોઈને આનંદ લ્યો, ના કે કોઈ પ્રેરણા!
‘એનિમલ’માં મને એક વાત જે નથી ગમી તે છે કે, ફિલ્મમાં સ્ત્રી પાત્રોને પુરૂષ આધીન જ બતાવવામાં આવી છે. સ્ત્રી પાત્રો માત્ર પુરુષ પાત્રો ના કહ્યા પ્રમાણે જ વર્તે છે અને તેમના ડાયલોગ પણ ખુબ જ લિમિટ પ્રમાણમાં છે. સ્ત્રી પાત્રો પર વારંવાર ગુસ્સા સાથે જ વર્તવામાં આવતા સીન બતાવવામાં આવ્યા છે. એટલા માટે મે કહ્યું કે, તેમાંથી કોઈ પ્રેરણા લેવા જેવું નથી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો