હિન્દી ફિલ્મોમાં હવે મને સારો એવો રસ પડી રહ્યો છે. હિન્હી સિનેમાએ હમણાં એક મહિના પહેલા ફિલ્મ રિલિઝ કરી હતી અને તેનું નામ હતું 'The Vaccine War' થિયેટરમાં જઈને જોવાનો તો મોકો ના મળ્યો. કારણ કે, નોકરીને સમય હતો અને તેમાંથી રજા ના લઈ શક્યો પરંતુ બે દિવસ પહેલા જ હોટસ્ટાર પર આ ફિલ્મ આવ્યું. હું રાત્રે 1 વાગે ઓફિસથી આવ્યો હતો છતાં પણ ઊંઘ્યા વિના તે ફિલ્મ આખી જોઈ લીધી.
મે સમાચાર વાંચ્યા છે કે, આ ફિલ્મ એટલી સફળ નથી રહી. તેનું પણ એક કારણ કે, અત્યારે લોકોને સત્ય બતાવતી ફિલ્મો પસંદ જ ક્યા આવે છે. પાછું આ ફિલ્મમાં કોઈ એક્શન કે, રોમેન્ટિક સિન પણ નથી આવતો. આ ફિલ્મ ભારતના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોના સરાહનિય કાર્ય માટે બનાવવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે, કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. લાખો કરોડો લોકોના મોત થયા હતા. તે વખતે પોતાના જીવની પરવાહ કર્યા વિના પોલીસ અને પત્રકારોએ કાર્ય કર્યું છે તેને આખા ભારતે જોયું છે, પરંતુ જેણે કોરોનાને ખરેખર માત આપી છે એવા ભારતના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોને કેવી રીતે ભૂલી શકાય!
આપણી એક ખુબ જ ખરાબ આદત છે કે, માર્કેટથી લાવેલા અનાજ માટે માર્કેટનો આભાર માનીએ છીએ પરંતુ જેણે તે આનજને પકવવા માટે ભર બપોર તડકાની, ભર શિળાયે ઠંડીની અને ચોમાસે વરસાદની પરવાહ કર્યા વીના મહેનત કરી છે તેનો ક્યારેય આભાર નથી માનતા. કોરોના સામે લડવા માટે જેમણે વેક્સિન બનાવી છે તેમનો આપણે ક્યારેય આભાર નથી માન્યો. આ તક હતી કે, ફિલ્મ જોઈને આપણે આપણી જવાબદારી સમજી શકીએ અને દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ પણ અફસોસ કે, આપણે તેમાં અસફળ રહ્યા અને ફિલ્મને સરાહના ના મળી.
શરીર ખુલ્લા રાખતી, જાહેરમાં હિંસાને પ્રોત્સાહન આપતી અને મનને હિન કરતી ફિલ્મો જોવા માટે આપણી પાસે પૈસા અને સમય બન્ને છે પરંતુ આવી ફિલ્મો જોવા માટે સમય નથી મળતો. ઉલટાનું તેનો વિરોધ કરીએ છીએ કે, આ તો કોઈ એજન્ડા સાથે બનાવેલી ફિલ્મ છે. અરે ચાલો માની લીધું કે, ફિલ્મ કોઈ એજન્ડા સાથે બનેલી હશે! પરંતુ વેક્સિન બનાવવા વાળા વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પણ શું કોઈ એજન્ડા હતો? આ ફિલ્મ કોઈ એજન્ડા સાથે બની હોય તો પણ મને આવો એજન્ડા પસંદ છે, કે જેમાં સત્ય બતાવવામાં આવ્યું હતું.
વિવેક અગ્નિહોત્રી ઉત્તમ કક્ષાના ડિરેક્ટર છે. તેમણે 'The Tashkent FIles' અને 'The Kashmir Files' જેવી ફિલ્મો આપી છે. ભલે તેમની આ ફિલ્મને એટલી સરાહના નથી મળી પરંતુ મને તેમના પર ગર્વ છે કે, ચાલો હિન્દી સિનેમામાં કોઈ તો છે, જે સત્યાધારીત ફિલ્મો બનાવવાનું સાહસ કરી શકે છે.
આ ફિલ્મમાં અભિનય કરતા કલાકારો પણ સર્વશ્રેષ્ઠ છે. Nana patekar, Anupam Kher, pallavi Joshi, Raima Sen, Sapthami Gowda, Girija oak અને Mohan kapoor જેવા કલાકારોએ ઉત્તમ અભિનય કર્યો છે. મને તો આ ફિલ્મ જોઈને ખુબ જ આનંદ આવ્યો છે, ચાલું ફિલ્મમાં કેટલીય વાર મારી આંખોમાં પાણી આવી ગયા છે. કારણે કે, કોરોના વખતે ભારતે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે મે મારી નજરે જોયું છે. તેના માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખરેખર આભાર કે, આવી પરિસ્થિતિમાં પણ દેશ સાચવ્યો છે.
વિદેશી તાકાતોના દબાવમાં આવ્યા સિવાય ભારતે પોતાની વેક્સિન બનાવી. Covaxin ભારત બાયોટેક દ્વારા ભારતની સ્વદેશી COVID-19 રસી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના સહયોગ દ્વારા વિકસાવવામાં આવી હતી. આ વેક્સિનને બનાવવામાં માત્ર સાત મહિનાનો જ સમય લાગ્યો હતો. વેક્સિન બનાવીને ભારત આત્મનિર્ભર બન્યું જે આખા વિશ્વીક દેશોના ગાપ પર એક તમાચા સમાન હતું. એટલું નહી પરંતુ ભારતમાં 2,20,67,77,911 વેક્સિન ડોઝ પણ આપવામાં આવ્યા છે. ભારતે જે રીતે વેક્સિનેશન કર્યું છે તે એક વર્લ્ડ રેકોર્ડ છે. એટલું જ નહીં ભારતે અન્ય દેશોને પણ વેક્સિન આપીને માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. એટલે જ તો ભારતને વિશ્વ ગુરૂ કહેવામાં આવે છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો