માણસ માણસ થાય તો ઘણું છે!

અત્યારે માણસ માણસ થાય તો ઘણું છે. પરંતુ તેના માટે કેટલીક તકેદારી અત્યારથી રાખવી જરૂરી છે. કોઈ પણ કામ નિયમોને આધીન રહીને કરવામાં આવે તો તે ચોક્કસ સફળ નીવડે છે. દાખલા તરીકે અભ્યાસ, અભ્યાસ એક પદ્ધતિથી ચાલે છે અને એક સમય પછી કસોટી પણ લેવામાં આવે છે. જેથી અભ્યાસ કઈ રીત નો રહ્યો છે તેનું તારણ કાઢી શકાય!

આવી જ રીતે અભ્યાસ વિનાની પ્રવૃત્તિઓમાં પણ નિયમો તો જરૂરી બને જ છે. ખાસ તો આપણી જેવા કુમળી વયના બાળકો માટે! કારણ કે, આપણી સામે હજી આખું જીવન પડ્યું છે. તે જીવનને કઈ દિશા આપવી તે કોણ નક્કી કરશે અને કઈ રીતે કરશે? આ સવાલ આપણને થવો જોઈએ.

જ્યારે સવાલ થાય છે ત્યારે તેમાંથી યોગ્ય રસ્તો અને યોગ્ય જવાબ મળી રહે છે. પણ જો સવાલ જ નહીં થાય તો?

સવારે વહેલા જાગીને માતા પિતાને પગે લાગવાનું છે પણ કેમ? તો કે તે આપણા જન્મદાતા છે, પાલનહાર છે. પછી રોજ મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાનાં છે, પણ કેમ? તો કે આખી સૃષ્ટિ તેના આધીન છે, તે જગત પિતા છે એટલા માટે.

એક પંક્તિ છે કે, 

દુનિયા મે આયે હૈ તો જીના હી પડેગા!

જીવન અગર ઝહેર હૈ તો પીના હી પડેગા

આ કંકતીને યાદ રાખીએ અને તો ચાલો તેવા કામ કરીએ જે આપણા જીવનને સુવ્યવસ્થિત બનાવે અને એક સાચા માનવી બનાવે!  

ટિપ્પણીઓ