![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
લોકો કહે છે કે ભગવાન સૌથી મોટો છે
તો પછી ભગવાનને જન્મ લેવા મા બાપ ની જરૂર કેમ પડી ?
મારા માટે આકાશથી પણ ઊંચા મારા પિતા છે
મારા માટે ધરતીથી પણ પ્રેમાળ મારી માઁ છે
લોકો માટે ભલે ભગવાન મંદિરમાં હોય
મારા માટે મારા મમ્મી પપ્પા જ ભગવાન છે
વાત મારા સંસ્કારની હોય કે ચારિત્ર્યની ઘડતરની
દરેક બાબતે મારા મમ્મી પપ્પા જ સર્વશ્રેષ્ઠ છે
વાત મારી કારકિર્દીની હોય કે જીવન ઘડતરની
દરેક બાબત માં મારા માતા-પિતાનું જ મહાન છે
હું સવારે પ્રથમ ભગવાનને ક્યારેય યાદ નથી કરતો
કેમ કે સવારે રોજ હું મારા મા-બાપના દર્શન કરું છું
કદાચ ભગવાન પણ પછતાયો હશે
જ્યારે તેણે માબાપનું સર્જન કર્યું હશે
કારણ કે ભગવાન મા-બાપ નું સર્જન કરી હતી
પોતે જ સદૈવ માટે બેરોજગાર થઇ ગયો છે

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો