‘Pippa’ Film Review (એક એવું યુદ્ધ જે ભારતે નરસંહાર રોકવા માટે લડ્યું -1971)

  

‘Pippa’ Instagram

હિન્દી સિનેમા હવે પ્રમાણમાં સારી એવી ફિલ્મો બનાવી રહ્યું છે. પહેલા પણ સારી બનતી જ હતી પરંતુ વચ્ચે થોડો, આમ તો થોડો નહીં ઘણો ગેપ પડી ગયો હતો. જે અરસામાં સારી ફિલ્મો બઉ ઓછી જોવા મળી. મને વ્યક્તિગત રીતે દેશપ્રેમ અને માહિતી સભર ફિલ્મો જોવી ખુબ જ ગમે છે. હોલિવૂડની માર્વેલ ફિલ્મો તો બધી જ જોઈ લીધી છે. હમણાં થોડા સમય પહેલા જ એક ફિલ્મ આવી ‘પિપ્પા’ જે મને ખુબ જ પસંદ આવી. કારણ કે, આ ફિલ્મ વાસ્તવિકતા પર આધારિત છે. ફિલ્મમાં કલાકારોએ અભિનય પણ ખુબ જ સારો કર્યો છે. ફિલ્મ ખુબ જ ગમી છે એટલે એમાં રહેલ ક્ષતીઓને શોધવાનો પ્રયત્ન નથી કર્યો પણ ફિલ્મ મને ગમી છે, કારણ કે, ભારતનો ગર્વ અનુભવી શકાય તેવો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મ ‘પિપ્પા’ જેના પર બની છે તે 14 પંજાબના જવાનોએ પીટી-76 ટૈન્કને પંજાબીમાં ‘પિપ્પા’ નામ આપ્યું હતું. કારણ કે, તે ઘીના ડબ્બાની જેમ પાણીમાં તરી શકતું હતું. 

ભારતીય સેનાએ પોતાના બુલંદ હોસલા વાળી ‘પિપ્પો’ (પીટી-76 ટૈન્ક) અને નિડર મુક્તિ વાહિની સાથે મળીને યુદ્ધ જીતી લીધું અને નરસંહારને રોકવા માટે જંગ લડી. ગરીબપુરના આ યુદ્ધ એક ઐતિહાસિક યુદ્ધમાનું એક હતું. જેણે દુનિયાનો નકશો જ બદલી નાખ્યો.

 16 ડિસેમ્બર 1971ના દિવસે પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું અ હતું. ભારતને કરેલી યુદ્ધની ઘોસણાના 13 દિવસ પછીઆ દુનિયામાં એક નવા દેશને જન્મ થયો જે અત્યારે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે યુદ્ધ પોતાની જીત માટે નહીં પરંતુ અન્ય નિર્દોશ લોકોની આઝાદી માટે કર્યું.  

યુદ્ધ તો જીતી લીધું પરંતુ સાથે સાથે ભારતની ખુફિયા એજન્સીઓએ ભારતીય સેના સાથે મળીને સંયુક્ત રાજ્ય અમેરિકાને સાંતવી ફ્લિટને બાંગ્લાદેશ પહોચતા પહેલા જ પીછે હટ કરવા માટે મજબૂર કરી દીધું હતું. 

આ નરસંહારમાં આશરે 30 લાખ નિર્દોષ બાંગ્લાદેશી લોકો માર્યા ગયા હતા. આ સાથે 1 કરોડ બાંગ્લાદેશીઓએ ભારતમાં શરણ લીધી. ખાસ વાત તો એ કે, આ જંગ ભારતે એમના માટે લડી હતી. 

ભારતે ક્યારેય સામેથી કોઈ દિવસ વાર કે, હુમલો નથી કર્યા પણ જો કોઈ સામેથી સળી કરી જાય તો ભારત પણ જવાબ આપી શકે છે, આ જંગ તેનું ઉદાહારણ હતું. 

ટિપ્પણીઓ