ભારત વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી માલદીવને ખુબ જ ભારે પડી, લોકોએ કહ્યું, ‘Boycott Maldivs’

Boycott Maldivs: માલદીવના કેટલાક મંત્રીઓ ભારતના પ્રધાનમંત્રી વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેથી અત્યારે સોશિયલ મીડિયામાં #BoycottMaldivs અને #Maldivsout ની મુહિમ ચાલી રહી છે. ભારતના લોકોએ માલદીવને જબરો જવાબ આપ્યો છે. મળતી વિગતો પ્રમાણે માલદીવ જતી તમામ ફ્લાઈટ્સનું બુકિંગ EaseMyTrip દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. આશરે 10,000 જેટલી હોટેલ્સ અને 5000 જેટલી ફ્લાઈટ્સ ટિકિટનું બુકિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. 


આ સાથે સાથે અત્યારે સોશિયલ મીડિયામાં ભારત તરફી #ChaloLakshadweep ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વિગતો પ્રમાણે પ્રધાન મંત્રીએ થોડા દિવસ પહેલા લક્ષદ્વીલની મુલાકાત કરી હતી અને ભારતના લોકોને વિદેશ ફરવા જવાને બદલે અહીં ભારતમાં જ ફરવાની અપીલ કરી હતી. જેથી માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. પરંતુ તેનો ભારતના લોકોએ કરારો જવાબ આપ્યો છે.

વિગતો એવી પણ સામે આવી રહી છે કે, માલદીલ સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટિપ્પણી કરેલા ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં. જેમાંથી એક મંત્રીએ તો પોતાનું X(Twitter) એકાઉન્ટ જ ડિલીટ કરી દીધું હતું.

ટિપ્પણીઓ