વિશ્વનું સૌથી ફરિયાળું પાટનગર એટલે આપણું ગુજરાતનુ ગાંધીનગર. ગાંધીનગરમાં રહેતા લોકોને ક્યારે શહેર જેવો અનુભવ થતો જ નથી. કારણે કે, અહીંના વૃક્ષો અને હરિયાળું વાતાવરણ લોકોને કુદરતી હવા આપે છે. હું જ્યારે પણ ગાંધીનગર જઉ છું ત્યારે ત્યાંનું વાતાવરણ મને ખુબ જ અલ્હાદક લાગે છે. અહીંની હવા એકદમ શુદ્ધ અને કુદરતી છે. આ સાથે ગાંધીનગરની સુંદરતામાં વધારો કરતું એક ગાર્ડન પણ આવેલું છે. જેનું નામ છે Serenity Library & botanical Garden. અહીં અનેક પ્રકારના વૃક્ષો અને પક્ષીઓ આવેલા છે.
અહીં વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા હોવાથી ખરેખર જંગલ જેવા અનુભવ થાય છે. તેનો એક વીડિયો બનાવ્યો છે. આમ, તો અહીં ફરવા માટે ઓછામાં ઓછો એક દિવસ તો જોઈએ જ. બાકી ઉતાવળમાં આ જગ્યા જોઈ શકાય નહીં. એક દિવસનો સમય લઈને આવો તો તમને આ જગ્યા જોવાની ખુબ જ મજા આવી જાયય. એટલું જ નહીં અહીં આવેલા વૃક્ષોની માહિતી લેવા માટે તમારે એક ટીમ બનાવીને આવવું પડે અને તેના માટે તમારે એડવાન્સમાં જાણ કરવી પડે. જેથી તમે કુદરતી વનસ્પતિની સારી રીતે જાણકારી મેળવી શકો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો