![]() |
| દિવ્ય ભાસ્કર 'રસરંગ' ( 18/02/2024) |
દિવ્ય ભાસ્કરની આજની પૂર્તિ (રસરંગ) માં ચાલતી કોલમ 'એન્કાઉન્ટર' માં ગાંધીજીની મજાક ઉડાવવામાં આવી છે. ગુજરાતના પ્રસિદ્ધ અખબારો આવું કંઈ રીતે કરી શકે?
સુરતના હિતેશ દમણીયા એ સવાલ મૂક્યો હતો કે, "જો ગાંધી હયાત હોત તો?"
આનો જવાબ ભાસ્કરની રસરંગ પૂર્તિની કોલમ 'એન્કાઉન્ટર' (અશોક દવે) લખે છે કે, "તે આજ સુધી ગોડસે થોડો રાહ જોઇને બેઠી હોત?"
એટલે શું આ લેખક અને અખબાર એન્કાઉન્ટરનો પ્રચાર કરે છે? કે ગમે ત્યારે કોઈની સરેઆમ હત્યા કરી દેવી જોઈએ.
ગાંધીજીની અહિંસા ને ભૂલી આ લોકો ગોડસેની હિંસા વધારે ગમતી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જે આજની યુવાપેઢી હિંસા તરફ લઈ જશે એવુ લાગે છે. આ વાંચીને બધા એવું જ વિચારશે કે, જે વ્યક્તિ તમને પસંદ ન હોય તેની હત્યા કરી દો! આ છપાયેલ જવાબ તો એવું જ પ્રમાણિત કરે છે.
આ અંગે ભાસ્કર (રસરંગ પૂર્તિ) જવાબ આપે!!!!
#bhaskar #divyabhaskar #Gandhi #gandhiji


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો