![]() |
| 14 February, 2019 : Black Day |
14 ફેબ્રુઆરીનો એ દિવસ કઈ રીતે ભૂલાય! પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા યુવાનો અત્યારે 'વેલેન્ટાઇન ડે' ઉજવી રહ્યા છે. આમ તો મને કોઈ અધિકાર નથી કે, હું કોઈ બીજાની પસંદ નાપસંદ બાબતે સંદેશ આપું, પરંતુ ત્યારે યુવા દેશના શહીદોને ભૂલી તથ્ય વગરના દિવસો ઉજવવા પાછળ હોડ મૂકે ત્યારે દુઃખ લાગે છે. જે જવાનો આપણી રક્ષા માટે, આપણી સુરક્ષા માટે પોતાનો જીવ દાવ પર લગાવીને સરહદ પર તૈનાત છે તેમને કઈ રીતે ભૂલી શકાય?
આમાં ઘણા એવાય છે હશે જે આ બાબતે પણ સવાલો કરશે કે, હું આ ઉપદેશ આપવા વાળો કોણ? તો તેનો જવાબ છે, 'દેશનો જાગૃત યુવા!'
કહેવાય છે કે, ભારત સૌથી વધારે યુવા ધરાવતો દેશ છે. અરે ભારતની સંસ્કૃતિ કેટલી વિશાળ અને ભવ્ય છે. ચાલો આજે ભારતની ભવ્યતાની વાત રહેવા દઈએ, પણ દેશના અમર શહીદોને તો યાદ કરવા જોઈએ ને! તમારે કોના જેવું બનવું છે દેશ જાબાજ સૈનિકો જેવું કે, 'વેલેન્ટાઇન ડે' ના લવરિયા જેવું? તે તમારે નક્કી કરવાનું છે. કારણ કે, ભારત દેશમાં 14 ફેબ્રુઆરીનો આ દિવસ અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાણીતો રહેશે!
મને તો એ વાતની પણ ચિંતા છે કે, ભારતની ભાવિ પેઢીને આપણે વારસામાં આ પશ્ચિમી સંસ્કૃતિ આપીશું! તો સ્વાભાવિક છે દેશમાં લવરિયા યુવાનો પાકશે, જાબાજ સૈનિકો નહીં!
જય હિંદ, જય ભારત, જય યુવાન

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો