'કસૂંબો' જેને અમારે ત્યાં કહુંબો કે'વાય!

Kasoombo Film / કસૂંબો ફિલ્મ 

'કસૂંબો' જેને અમારે ત્યાં કહુંબો કેવાય! 

રંગ રાખ્યો હો બાકી ગુજરાતીઓએ

હું મૂળ બનાસકાંઠાનો અને કહુંબાથી બઉ જૂનો નાતો રહ્યો છે. એટલે કસૂંબો ફિલ્મ પણ એટલી જ ગમી હો! 

ગુજરાતી ભાષામાં આવી અદ્ભુત ફિલ્મની વર્ષોથી તલપ લાગી હતી. કસૂંબો ફિલ્મમાં અદ્ભુત સંવાદ, ત્રાદૃષ્ય રહે એવો અભિનય અને વીરતાની કહાણીનો સમન્વય જોવા મળ્યો. અનેક ગુજરાતી ફિલ્મો જોઈ છે, પણ કસૂંબો તે દરેક ફિલ્મમાં અલગ તારી આવી. રામના સંવાદ, વિજયગીરી બાવાનું દિગ્દર્શન અને કલાકારોનો અભિનય અપ્રિતમ રહ્યો છે.

ખુબ વાંચન કર્યું છે, છતાં પણ ઘણું બધું બાકી છે. આ ફિલ્મ જોયા પછી હજી વધારે વાંચાની ઈરછા થઈ છે, કે હજી વાંચન વધારું! ફિલ્મમાં મને વીરરસ સાથે સાથે સાહિત્યના પણ દર્શન થયા છે. ક્યાંક દાદુ ભા ની આંખો શૌર્ય દેખાણું તો ક્યાંક અમર બારોટના દુહામાં સાહિત્યની ધાર દેખાણી! પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને જીવતું અને જાગતું રાખે એવી ફિલ્મ જોઈએ આજે ખુબ જ આનંદ અનુભવું છું.


રાજહંસ સિનેમામાં મળેલો પ્રતિસાદ

ધર્મેન્દ્ર ગોહિલ અને રોનક કામદારના અભિનયે આ ફિલ્મમાં રંગ પૂર્યાં છે તો શ્રદ્ધા ડાંગરે ફિલ્મને સવારી છે. એક એક ડાયલોગ રૂંવાડા ઊભા કરી નાખે એવા છે. 

ઘણી ફિલ્મો આવે છે જેમાં માત્ર પ્રેક્ષકોને જકડી રાખવા માટે ડાયલોગ ઉમેરવામાં આવે છે, જેને ફિલ્મ સાથે કોઈ લેવા દેવા નથી હોતો! પણ અહીં કસૂંબોમાં તો સંવાદ પાત્રને ન્યાય અને સત્યને ઉજાગર કર્યો જોવા મળ્યો. જેથી સંવાદ માટે રામ મોરીનો આભાર માનવો ખપે!

ધર્મેન્દ્ર ગોહિલનો અદભુત અભિનય 

ખરેખર માટે દિગ્દર્શન માટે વિજયગીરી બાવાનો આભાર એટલા માટે કે, ફિલ્મને ખરા અર્થમાં પરદા પર ઉતારી છે. ગામનાં મુખીની અને યુવાનોની ખુમારીને પણ દર્શાવી, નાગરાજથી લઈને ખિલજીના કપટને પણ ખુબ સરસ દર્શાવ્યું તો વચ્ચે પોપટ જેવા પાત્રને પણ પૂરો ન્યાય આપ્યો. 

ભાયડાની ખુમારી પણ બતાવી અને બાયુના શૌર્યને પણ ભરપૂર દર્શાવ્યું. શ્રદ્ધા ડાંગરના અભિનયને હૃદયથી અભિનંદન કે પ્રેમ, ખુમારી અને શૌર્યરસને બખૂબી નિભાવ્યો. 

આ ફિલ્મ ઐતિહાસિક નવલકથા ‘અમર બલિદાન’ પરથી પ્રેરિત છે. તેના લેખકને કેમ કરી ભૂલાય. કારણ કે, અમારા બંનેના નામ એક જ છે 'વિમલ' તો વિમલકુમાર ધામીને પણ ખુબ ખુબ અભિનંદન.

ફિલ્મના દરેક પાત્રો ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, એમ મોનલ ગજ્જર, ચેતન ધનાણી, ફિરોઝ ઈરાની, કલ્પના ગાગડેકર, જય ભટ્ટ, મનોજ શાહ, રાગી જાની, કોમલ ઠક્કર અને તત્સત મુનશી ખુબ ખુબ શુભેચ્છાઓ.

ટિપ્પણીઓ