![]() |
| ઉદય અને સલમાનની દોસ્તીની વાર્તા 'સમંદર' |
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ખુબ ફળી ફૂલી રહી છે. હવે મોટા બજેટની ફિલ્મો ગુજરાતમાં પણ બનવા લાગી છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ 'સમંદર' ની. આ ફિલ્મમાં દોસ્તીની કથા રજુ કરવામાં આવી છે. જેણે પણ હિન્દી ફિલ્મ અથવા તો કહી શકાય કે સાઉથની RRR ફિલ્મ જોઈ છે. તે લોકો એવું વિચારતા હસે કે આવી ફિલ્મ બીજી કોઈ ઇન્ડસ્ટ્રી ના બનાવી શકે! તો દોસ્તો હવે એ લોકોનો ભરમ તોડવા વિશાલ વડવાળા લઈને આવી રહ્યા છે 'સમંદર'. 26 એપ્રીલે તમે તમારા નજીકના સિનેમા ઘરોમાં જોઈ શકશો. તો ત્યાં સુધી રાહ જોઈએ 'સમંદર' ના મોજાની.
દોસ્તો વિશાલ વડવાળાએ આ પહેલા પણ સૈયર મોરી રે ફિલ્મ બનાવી હતી એણે જલસો પાડી દીધો હતો. એકવાર ફરી તેઓ આવી રહ્યા છે મોટા બજેટની ફિલ્મ લઈને જેને દરેક ગુજરાતીએ વધાવી લેવાની છે.
આ ફિલ્મમાં સાહસ અને દરિયાની, ઉદય અને સલમાનની દોસ્તીની વાર્તા છે. જેનો એક મને ગમતો ડાયલોગ એટલે.. 'આ દરિયો કોનો, આપણાં બાપનો' આવા તો અનેક સંવાદો છે જે તમને રોમાંચિત કરી દેશે. એકથી એક ચડિયાતા સંવાદો, આદિત્ય ગઢવી 'ને કેદાર ભાર્ગવનું મ્યૂઝિક અને મયુર ચૌહાણનો અભિનય. મયુર ચૌહાણ એટલે ગુજરાતી ફિલ્મનો ચમકતો સિતારો, તેના અભિનયના વખાણ કરવા માટે તો હું નિશબ્દ છું દોસ્તો.
આ રહ્યું ફિલ્મ 'સમંદર' નું Trailar :
કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસ દ્વારા આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ થયું છે. ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશભાઇ પલાણ અને ઉદય શેખવા છે જ્યારે ફિલ્મને વિશાલ વડવાળાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે તો ફિલ્મના લેખત સ્વપ્નીલ મહેતા છે અને આ ફિલ્મમાં જાણીતા અભિનેતાઓ મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેરે દર્શકો ખુશ થઇ જાય તેવો અભિનય કર્યો છે.
આ ફિલ્મમાં ગીતની વાત કરવામાં આવે તો રૂંવાડા ઊભા કરી નાખે એવુ ગીત એટલે 'માર હલેસા'
તો મારા વ્હાલા ગુજરાતીઓ તૈયાર થઈ જજો, ફિલ્મી પડદે 'સમંદર' ની મજા માણવા માટે...
.jpeg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો