![]() |
| વિમલ પ્રજાપતિ / विमल प्रजापति / Vimal Prajapati |
ગામડાંની મજા તો ગામડાં વાળા જાણે હો! શુદ્ધ કુદરતી હવા, તાજા શાકભાજીઓ અને મજ્જાના માણસો. શિયાળો હોય એટલે અહીં ઘેર ઘેર ચૂલાનાં તાપણાં ચાલું થઈ જાય. ગામડે જવાનું થયું એટલે તાપણાંનો થોડો લ્હાવો મે પણ લઈ લીધો!
ચૂલો સળગતો જ હોય તોય એ ઇંઘણાને વારંવાર ફેરવતા રેવું પડે! બાકી તાપણું ઓલવાઈ જાય. શહેરમાં જેમ 'ચા'ની ટપરી પર અલક મલકની વાતો થતી હોય તેમ ગામડામાં ચૂલાના તાપણે દુનિયાભરની વાતો થતી હોય, અને જો એમાંય એકાદ ભાભો આવી જાય બેસવા તો તો પછી સોનામાં સુગંધ ભળી જાય એવી મજા આવે.
ગામડું કઈ એમજ સ્વર્ગ નથી કહેવાતું! એકથી એક ચડિયાતી વાતો અને એકથી એક ચડિયાતા લોકો તમને અહીં મળી જાય. ગામડાંમાં તમને ઘેર ઘેર તો ઠીક પણ રસ્તામાં પણ તાપણાં જોવા મળી જાય. તાપણાંની ખાસ વાત એ છે કે, અહી બેસીને કે ઊભા રહીને વાતો કરવા માટે સંબંધ જરૂરી નથી હોતો.
આ તાપણું અનેક લોકોની વ્યથાનું સાક્ષી હોય છે. કેમ કે આ બધાની વાતો તેણે સાંભળી હોય છે. એવું નથી કે અહીં માત્ર દુઃખની જ વાતો થાય છે, પરંતુ અહીં અનેક સમસ્યાનું સમાધાન પણ થઈ જાય છે. હું તો આવી અનેક ઘટનાનો સાક્ષી પણ રહેલો છું.
તાપણું માત્ર ઠંડીમાંથી જ નહીં પરંતુ ચિંતા, પીડા અને દુવિધાઓમાંથી પણ રાહત મળે છે. બધા જાણે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ગયું છે. અહીં પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઠેર ઠેર તાપણાંની વ્યવસ્થા કરી હતી. જેથી લોકોને રાહત મળે. ખરા અર્થમાં તો તાપણું જોઈને જ ઘણીવાર ઠંડીથી રાહત મળી જાય છે પછી ભલેને તાપ ના આવતો હોય. બસ એટલું લાગવું જોઈએ કે તાપણે બેઠા છીએ.
#gamdu #village

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો