![]() |
| World Women's day (8 March, 2024) |
મહિલા વિના જગતની કલ્પના એટલે શૂન્ય! દરિયાને શાહી, વૃક્ષોને કલમ અને આકાશને કાગળ બનાવીને પણ મહિલાઓ વિશે લખવા બેસીએ તો પણ ઓછું પડે એવી વાત છે. સહનશક્તિ, ધૈર્ય ક્ષમતા, સમજણ, સાહસ, શૌર્ય, કરુણા અને મમતા એવા અનેક ગુણોનો સંગમ એટલે સ્ત્રી.
મમતારૂપી 'મા' હોય, કરુનારૂપી દીકરી હોય, વ્હાલ અને ત્યાગ રૂપી બહેન હોય કે પછી સ્નેહરૂપી પત્ની હોય. આ દરેક પાત્રમાં સ્ત્રી એકરૂપ થઈ જાય છે. એટલે તો ભારતમાં સદીઓથી સનાતન નારીની પૂજા કરતો આવ્યો છે. અને એટલે જ તો સંસ્કૃતનો એક શ્લોક છે કે,
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः।।
અર્થાત્ : "જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી, તેમનું સન્માન થતું નથી, ત્યાં કરેલાં બધાં સારાં કાર્યો પણ ફળહીન થઈ જાય છે."
આખું વિશ્વ 8 મી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનાવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.
મહિલાઓને જેટલું સન્માન આપીએ તેટલું ઓછું કહેવાય. ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે.
ભારતીય મહિલાઓ અને સંસકૃતિ
આપણામાં બાપ-દાદાનો કહી ગયા છે કે, ઘરની 'મા' ને દુઃખી કરી મંદિરની 'મા' ને ચૂંદડી ઓઢાડો તો એ કઈ પુણ્યનું કામ નથી. નારી તો પૂજનીય છે, ભલે તો ગમે તે રૂમમાં હોય છે. સનાતન તો હજારો વર્ષોથી નારીની પૂજા અર્ચના કરતો આવ્યો છે. જ્યારે વિશ્વના લોકો જંગલમાં વસવાટ કરી ભટકેલું જીવન જીવતા હતા ત્યારે ભારતમાં નારીઓ આખું ગુરુકુળ ચલાવતી હતી અને શિક્ષણનો સ્ત્રોત વહાવતી હતી.
એવું નથી કે અત્યારે સ્ત્રી પૂજનીય નથી! નારીનું પૂજન અને સન્માન કઈ સમયનું માપદંડ નથી કે, બદલાઈ જાય! શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે શરીર મરે છે પણ આત્મા નથી મારતો એ તો અજય છે. એટલે સ્ત્રીનું પણ એવું જ છે કે, સમય બદલાય છે. સ્ત્રીનો મહિમા નથી બદલાતો. સમય ગમે તેટલો બદલાય પણ નારી બાળકને જન્મ આપવાનું બંધ નહિ કરે! બહેન ભાઈને વ્હાલ કરવાનું બંધ નહિ કરે અને દીકરી પિતાને પ્રેમ કરવાનું બંધ નહિ કરે!
સમયનું ચક્ર બદલાય જ છે, અને બદલાવું પણ જોઈએ પરંતુ તેનો મતલબ એમ નથી કે, મારો મારી 'મા' સાથેનો સંબધ બદલાઈ જાય! અરે દોસ્ત સ્વયં ભગવાન વિષ્ણુને પણ જન્મ લેવા માટે 'મા'ની જરૂર પડી છે. એટલે નારી હંમેશા પૂજનીય હતી, છે અને રહેવાની!

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો