‘એક સંબંધ આવો પણ!’



એક કહાણી શરૂ થવા જઇ રહી હતી.  આજે સેહલનો 25મો જન્મ દિવસ છે. તે ગોવાના દરિયા કિનારે બેઠી ત્યાં કોઈ જ નથી. સાંજનો સમય હતો  તે દરિયાનાં આવતા જતં મોજાને નિહાળી રહીં છે. તે આ પાણીનેને એકીટસે જોઈ રહીં છે. ઊછળતાં મોજાં પણ એને સાવ શાંત લાગતા હતા. ત્યાં જ પાછળ રોહિત તેના અને પોતાના માટે નારિયળ પાણી લઈને આવે છે. જેમ ફૂલ ભમરા જોઈએ ને હરખાય છે તેમ સેહલ રોહિતને જોઈને એક હળવું સ્મિત આપે છે પણ ફરી પાછું ફરી દરિયાને જોવા લાગે છે. રોહિત પણ સેહલની બાજુમાં બેસી જાય છે. 

બન્ને થોડીવાર ચુપ જ બેઠા. રોહિત સેહલનો મંગેતર છે. તેમની સગાઈ પરિવારની મરજીથી થઈ હતી. સગાઈને 8 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. છતાં બંને એકબીજાની મર્યાદા જાળવી હતી. પણ આજે સેહલ બોલી ઉઠી કે, રોહિત તને નથી લાગતું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ? રોહિત જાણે જનમોથી આ શબ્દોની રાહ જોઈને બેઠો હોય તેમ સેહલના આ શબ્દો સાંભળી ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેને ભેટી પડે છે. 

રોહિત અને સેહલ એકબીજાની આંખોમાં એકી થશે જોઈ રહ્યા હતા ત્યાં સહેલ બીજા જ વિચારમાં ખોવાઈ ગઈ એની આંખો નમવા લાગી જ્યારે રોહિતનો તેના લગ્નના ખ્યાલમાં ખોવાઈ ગયો.

સેહલ જાણે લગ્નના વિચારમાં પણ કંઈક અલગ જ વિચાર કરી રહી હતી તેની સામે તેના આગળના એક દિવસો ચાલી રહ્યા હતા અને ખબર હતી કે દિલના એકખૂણામાં એ ના ખુશ હતી.

તે યાદ કરે છે..

તે પોતાના શહેરથી બીજા શહેરમાં આગળ ભણવા માટે બસમાં જઈ રહી હતી ત્યાં તેની સાથે તેની માસી અને બેન પણ હતા. તેની સામેની સીટમાં છોકરાઓની એક ટોળકી બેઠી હતી તેમાંથી એક છોકરો તેની સામે તાકી તાકીને જોઈ રહ્યો હતો. સેજલને તેને જોઈ રહી હતી કે કેવી રીતે તે એમને જોઈ રહ્યો છે અને તે પણ એમની સામે જોઈ રહેતી પણ એ છોકરાની બાજુમાં બેઠેલો છોકરો જેનું નામ હતું વિનય. રસ્તામાં જ્યારે બસ ઊભી રહે ત્યારે શહેર વિનય પાસે આવી અને બોલી તમારો પેલો મિત્ર ક્યારનો જોજો કરે છે સમજાવો એને.... ત્યારે વિનય બોલ્યો તમે એમની સામે જુઓ છો તો છોકરાઓને તો એમ જ હોય ને કે છોકરી લાઈન આપે છે...

સેહલે કીધું એવું છે એમ પણ હું તો તમારી સામે જોઈ રહી હતી. વિનય સેહલ સામે જોયું અને સેહલે સ્માઈલ કરી અને તેની બાજુમાં બેસી ગઈ અને બોલી તમારો નંબર આપો તો..આ સાંભળી વિનય બોલો તમે બહુ વધારે ફાસ્ટ નથી? અત્યારે સેહલ બોલી નેક કામ મે દેરી કેસી?  

આમ કહીને હસી ત્યારે વિનય બોલ્યો ત્યારે જ બધા તમારી સામે જોતા હતા સાહેબ. એ ઓળખી ગયા હશે કે તમે વધારે જ ફાસ્ટ છો. આમ કહીને તે ત્યાંથી ઉભો થઈ ગયો. સેહલ અને તેના એટીટ્યુડ ગમ્યો અને બોલી ઓકે નો પ્રોબ્લેમ, instagram ની આઇડી જ આપી દો, હું તમને તેમાં ફોલો કરી લઉં. વિનય હસીને ચાલ્યો ગયો પછી પાછો આવ્યો અને મેડમ જવાનું તમારે છે આ મારી જ સીટ છે. સેહલ હસી અને વિનય બેઠો સેહલે મોબાઇલ ખોલ્યો અને તેમાંથી Keypad ખોલ્યું અને વિનય એનો નંબર આપ્યો અને સેહલ ત્યાંથી જતી રહી.

હવે  શરૂ થઈ એક નવી પ્રેમ કહાણી..

થોડી જ વારમાં સહેલ વિનયને કોલ કર્યો વિનય કોલ રીસીવ કર્યો અને સેહલ બોલી I am Sehal. આટલું ક બોલીને કોલ કાપી દીધો. થોડી જ વારમાં વિનયનું સ્ટેશન આવ્યું તે તેના બધા મિત્રો ત્યાંથી ઉતરી ગયો. એટલી વારમાં સેહલે વિનયની ઇન્સ્ટા આઈટી ગોતી લીધી જે ઓપન હતી. તેણે આઈડી જોઈ સમજી ગઈ કે વિનય તો વિવાહિત છે. તેની વાઈફ, સેહલને તેના કરતાં પણ સુંદર લાગી હતી. એક સ્ત્રી તરીકે મનમાંથી ઈર્ષા તો જાગી જ હતી, છતાં પણ તેણે કોલ અને વાત કરી. 

આ બધું સેહલ વિનયના આકર્ષણના લીધે જ કરી રહી હતી. જેનું તેને કઈ જ ધ્યાન ન હતું કે આનું આગળ શું પરિણામ આવી શકશે જોકે તેની સગાઈ પણ થઈ ગયેલ છે. અહીં એક વિવાહિત પુરૂષ સાથે અર્ધવિવાહિત સ્ત્રીનો સંબંધ ના ચાહવા છતા પાંગરી રહ્યો હતો. બન્નેમાંથી કોઈને પણ અણસાર નહોતો કે, આ વાત ક્યા જઈને ઊભી રહેશે. 

સેહલ હવે રોજ વિનયને કોલ કરવા લાગી અને વિનય પણ ધીરે ધીરે તેની સાથે વાત કરવામાં રસ ધરાવવા લાગ્યો. તે લોકો રોજ વાત કરવા લાગ્યા પછી તેઓ ધીરે ધીરે એકબીજાને મળવાનો નિર્ણય કર્યો તેવો પછી રોજ મળતા વિનય પોતાના શહેરથી સેજલને મળવા માટે તેના શહેરમાં આવવા લાગ્યો. 

એક દિવસ અચાનક સેહલના ફોનમાં વિનયનો ફોન આવ્યો રોજની જેમ ત્યારે વિનય બોલ્યો કે, સેહલ હવે આપણે મળીશું પણ નહીં અને વાત પણ નહીં કરીએ. સેહલને આ વાતનો ખૂબ ઝટકો વાગ્યો. આમ અચાનક પાંગરો પ્રેમ પાનખરની જેમ ખરી પડવી અણી પર હતો. સેહલે કહ્યું, પ્લીઝ આ બધું તું મને એકવાર મળીને જણાવ મારે સમજવું છે કે તું શું કહેવા માગે છે?

વિનય તેને લાસ્ટ ટાઈમ મળવાનો ફેંસલો કર્યો અને બન્ને એક દિવસ મળ્યા. વિનય બોલ્યો ખબર નહીં કેવી રીતે હું તારી વાતોમાં આવી ગયો? તારા લીધે હું મારી પત્નીને હટ કરી રહ્યો છું જે મને યોગ્ય નથી લાગતું. જે થયું છે હું એની માફી મારી વાઇફ પાસે માંગી લઈશ. પણ તું હવે મારાથી કોન્ટેક કરવાની કોશિશ ના કરતી પ્લીઝ મારી લાઇફની આ મોટામાં મોટી ભૂલ છે.

સેહલ માથે તો જાણો પહાડ તૂટી પડ્યો. પણ આ તો થવાનું જ હતું આ એક એવો પ્રેમ હતો જેમાં ક્યારે મિલન તો શક્ય હતું જ નહી. લાખ પ્રયત્નો કરવા છતાં પણ વિનય હવે આ સંબંધને આગળ વધારવા માટે તૈયાર નહોતો. વિનયે કહ્યું કે, સેહલ તું જ વિચાર! હું આ સંબંધને શું નામ આપું? આ સંબંધ તો 'પતિ, પત્ની ઔર વો' જેવો છે. 

સેહલની આંખોમાં આંસુ આવી ગયા તેને ખબર તો હતી જ કે આ એક દિવસ થવાનું છે પણ આટલું જલ્દી બે મહિનામાં થઈ જશે એની ક્યાં ખબર હતી? સેહલ વિનયને પસંદ તો કરતી હતી પણ તેને એની સાથે પ્રેમ હોય એવું ફીલ થવા લાગ્યું હતું. વિનય પાસે છેલ્લીવાર ભેટવાની પરવાનગી માંગી અને લાસ્ટ હગ કરીને તેવો જુદા પડ્યા વિનય તેની લાઇફમાં પાછો વળી ગયો. મતલબ એક પ્રેમ કહાણી માત્ર મે જ મહિનામાં પાંગરીને ખરી પડી.

આ બાજુ બે મહિનાથી તો રોહિત સાથે વાત જ નતી કરતી અને હવે વાત કરવાની ઈચ્છા પણ નતી. રોહિત સેહલને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે એને લાગ્યું કે સેહલ ભણવામાં બીઝી હોવાથી આમ કરતી હશે, પરંતુ સેહલને જરાય અફસોસ પણ નહોતો. સેહલને તો માત્ર ને માત્ર વિનયથી છૂટા પડયાનો જ અફસોસ હતો. તેને ફરીથી કોન્ટેક કરવાની કોશિશ કરી પણ વિનય તેના કોન્ટેકમાં આવ્યો નહીં. તેણે બધી બાજુથી સેહલને બ્લોક કરી દીધી હતી. સેહલ આ પ્રેમરૂપી વૃક્ષને ફરી પાણી આપી જીવંત કરવા માંગતી હતી પરંતુ જ્યારે છોડ સાવ બળી જ ગયું તો ત્યારે તે ક્યારેય પાંગરી શકતું નથી.

સેહલના જીવનમાંથી વિનય સાથે વિતાવેલા બે મહિના ક્યારે ગયા નહીં, તે વિનય સાથેના સમયને ગોલ્ડન ટાઈમ ગણતી હતી. એક વાત તો નક્કી જ હોય છે કે, પ્રેમ પામવાની વસ્તુ નથી. હવે સેહલ મનને મનાવી લેવા માંગતી હતી. સ્વાભાવિક છે કે, સેહલનું આ પગલું યોગ્ય નહોતું પરંતુ પ્રેમ ક્યા સમય જોઈને થાય છે. માત્ર આંખો મળવાથી પણ સંબંધ બંધાઈ જતો હોય છે. 

આ બાજુ રોહિત સેહલના બર્થ ડે ટાઈમમાં તેને મળવા આવ્યો. રોહિતે તેની બે દિવસ વિતાવ્યા પછી સેહલને અહેસાસ થયો કે તેને ક્યાંક ને ક્યાંક રોહિત સાથે બહુ જ ખોટું કર્યું છે તેને સમજાયું કે રોહિત તેને કેટલો પ્રેમ કરે છે. પણ હજીય વિનય પણ ગમતો હતો. તેને પોતાનો અભ્યાસ ત્યાં જ પૂર્ણ કર્યો અને સાથે સાથે જોબ ચાલુ કરી આ બાજુ રોહિત હંમેશા હસતો રહેતો કે સેહલનું વર્તન સુધરી જાય તે માટે હંમેશા સેહલની કેર કરતો હતો. ધીરે ધીરે સમય આગળ વધ્યો અને આ બધી વાતને પાંચ વર્ષ વીતી ગયા.

આજે સેહલનો બર્થ ડે હતો આ વખતે પણ રોહિત એને ગોવા લઈને આવ્યો અને બર્થ ડે સરપ્રાઈઝ પણ આપી. સેહલને સમજાઈ ગયું હતું કે, તે ખોટી હતી તે રોહિત સાથે ખોટું કર્યું પણ જે સમયને વિનય સાથે વિતાવ્યો હતો તે ક્યારેય ભૂલી શકી ન હતી. વિનયના પ્રેમને તે પામી તો ના શકી પણ અનુભવી શકી હતી. આમેય અનુભવો ક્યા ક્યારેય ભૂલાય છે?  

મનની આ બધી ગડમથલોને એક ખુણામાં કેદ કરીને સેહલે રોહિતના પ્રેમને સ્વીકાર્યો અને લગ્ન કરવાનો વિચાર કર્યો. પરંતુ તેને વિનય વાળી હકીકત રોહિત સામે કરવાની ક્યારેય હિંમત આવી નહીં તેને ઘણીવાર વિચાર્યું પણ તે કરી શકી નહી. 

પાંચ દિવસ ગોવામાં એકબીજા સાથે વિતાવ્યા પછી તેઓ પોતાના શહેર પાછા ગયા અને લગ્નનો વિચાર કરી લીધો હતો. ઘરે આ વાતની જાણ થઈ કે, બન્ને હવે લગ્ન માટે તૈયાર છે તો, વિધિવત રીતે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બન્ને પરિવારો પણ ખુબ જ ખુશ હતા. લગ્નનો દિવસ આવ્યો અને જાન તોરણે થઈ.

માંડવિયા વાળાઓ જાનૈયા વાળાઓને સાચવવામાં લાગ્યા હતા. વર તોરણે ચડ્યો તે સેહલ ધાબા પરથી જોઈ રહી હતી. પણ તેણે કઈક એવું જોયું કે, તે ઝટ ભાગીને ઘરમાં જતી રહીં. તેની બહેનપણીઓ પણ સાથે સાથે રૂમમાં ગઈ પણ કોઈને ક્ષણવાર પણ શંકા નહોતી ગઈ કે સેહલ કઈક જોઈને ભાગી છે, બધાને એમ હતું કે, તે શરમાઈને રૂમમાં ગઈ હશે. 

એકાદ કલાક પછી અવાજ આવ્યો કે, કન્યા પધરાવો સાવધાન! સેહલને લેવા માટે તેના મામા આવ્યા. સેહલ ચૉરીમાં ગઈ પણ તેની હિમત નહોતી ચાલતી કે, તે આંખ ઊચી કરીને જોઈ શકે. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થવાના આરે હતી. સેહલ ખુશ પણ હતી અને અંદરથી ડરી પણ રહીં હતી. અંતે વિદાયનો સમય આવ્યો. પહોડો પરથી જેમં નદી વહેતી હોય તેમ સેહલના પરિવારના આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. સહેલ પણ ચૌધાર આંસુડે રડી રહી હતી. 

સેહલ હવે તેના ભરથારના ઘરે પહોચી ગઈ હતી. તેેના સ્વાગત માટે બધી જ તૈયારીઓ કરવામાં આવી હતી. છેક ઝાંપેથી ઘરે રૂમના બારણા સુધી ગુલાબની ફુલોથી કેડી બનાવામમાં આવી હતી. જેમાં ધીરે ધીરે સેહલ પ્રભુતામાં પગલા માંડી રહીંં હતી. અંતે એ ઘડી આવી ગઈ જેની દરેક નવપરણીત રાહ જોતા હોય છે. 

રોહિતના કહ્યા પ્રમાણે તેનો આખો રૂમ ગુલાબથી શણગારવામાં આવ્યો હતો. બન્ને એક પલંગ પર બેઠા હોય છે, બન્ને વિચારમાં છે કે, કોણ પહેલા બોલવાની શરૂઆત કરે! અંતે રોહિત બોલ્યો કે, હું જ્યારે તોરણે ચડ્યો ત્યારે તું ભાગી કેમ ગઈ હતી. સેહલને ફાળ પડી. જે વાત છુપાવીને રાખવા માંગતી હતી તે આજે છતી થાય તેમ હતી. 

સેહલે કહ્યું આજે મારે તમને એક ખાસ વાત કહેવી છે. મને ખબર છે તું શું કહેવા માંગે છે. તું એક છોકરાને પ્રેમ કરતી હતી. જેનું નામ વિનય હતું. તમે બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બે મહિના સુધી એકબીજાનેે મળ્યા પણ છો. ખુબ વાતો પણ કરી છે. વિનયે તને પછી આગળ વધવાનની ના પાડી અને તમે છૂટ્યા પડી ગયા. રોહિત બુક વાંચતો હોય તેમં ફટાફટ બધુ બોલી ગયો.

સેહલના પગ નીચેથી જમીન સરી પડી. અચાનક આ સાંભળતા તે હેબ્તાઈ ગઈ અને બોલી તેમને કેવી રીતે ખબર? રોહિત બોલ્યો તું જેને પ્રેમ કરતી હતી એ મારો ખાસ બાઈબંધ છે. વિનયે મને બધી જ વાત કરી દીધી હતી. મને એ પણ ખબર છે કે, તમે એકબીજાને ક્યારે સ્પર્શ પણ નથી કર્યો. એટલે તું વધારે વિચારીશ નહીં અને એ બધુ ભૂલી જા. મને માત્ર તારાથી પ્રેમ છે તારા ભૂતકાળથી મને કોઈ મતલબ નથી. આટલું સાંભળતા સેહલ શરમને નેવે મૂકી રાહુલના હોઠ પર હોઠ મુકી દીધા અને લાઈટ બંધ કરી દીધી.

કહાણી ક્રેડિટ: નિશા પ્રજાપતિ

ટિપ્પણીઓ