![]() |
| મારે ઘરે વાવેલ કરેણ |
ભર બપોરે ગામડાંમાં ઝાડવા નીચે બેસીને બેઘડી આરામ કરી લઈએ તો ખરેખર સ્વર્ગની અનુભૂતિ થાય છે. પણ લોકોને સમજાવે કોણ? વૃક્ષો કાપીને ઘરે AC ઓ લગાવી છે અને પાછા કહે છે કે, 'લ્યા ભઇ ગરમી બઉ બધી ગઈ છે!'
સૌ કોઈ જાણે છે કે, આજે વૃક્ષો વાવવા એ માત્ર પર્યાવરણનું જતન નથી, એ આપણા ભવિષ્યનું જતન છે. માનવી આટલો સ્વાર્થી હોવા છતાં પણ આ સ્વાર્થ કેમ નથી દેખાતો? અત્યારે તેણે કઈ દિશા પકડી છે? AC માં બેસી ક્યાં સુધી જીવાશે? ક્યારેક તો એ સંસાધન પણ ખતમ થઈ જશે. કારણ કે, એ માનવ સર્જિત છે અને પ્રકૃતિનો નિયમ છે જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી જ છે!
એવું પણ નથી કે, વૃક્ષો નથી વવાતા! અનેક જગ્યાએ વૃક્ષા રોપણ થાય છે પણ રોપ્યા પછી શું? બાળકને જન્મ આપ્યા પછી તરત જ શું મા તેને છોડી દે છે? ના! એક નિશ્ચિત સમય માટે તેનું લાલન પાલન કરવુ પડે છે. ત્યારે બાળક મોટું થાય છે. તેમ જ છોડવાઓનું ધ્યાન રાખવું પડે ત્યારે તે ચોડ મોટું વટવૃક્ષ બને છે.
હવે અહીં મારે વૃક્ષોથી થતાં ફાયદા લખવાની જરૂર નથી. કારણ કે એ પછી વધારે થઈ જશે. એના ફાયદા સૌ કોઈ ભણ્યા જ છીએ અને ખબર પણ બધાને જ છે! બસ અત્યારે જાગવાની જરૂર છે. બાકી બધા સમજદાર છે.
🦚 "રાધે - રાધે" 🦚
#trees #TreePlantation #plantation #plantatree #saveearth #earth

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો