અત્યારે એક ફિલ્મ આવી, જેનું નામ છે the goat life. સહકર્મી અને ખાસ મિત્ર હર્ષે ખુબ તાણ કરી ત્યારે ફિલ્મ જોવા માટે સમય નીકળી શક્યો. આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. ખુબ જ સીમિત લોકો સાથે ફિલ્મ બનાવવામાં આવી છે. લાસ્ટમાં Prithviraj Sukumaran ને સાલાર ફિલ્મમાં જોયો હતો. પણ અહીં Prithviraj Sukumara Real Story bas Movie ( n ની અભિનય કળાને ખરેખર બિરદાવવા જેવી છે. આવી કોઈ આશા નહોતી કે, Prithviraj આટલો અદ્ભુત અભિનય પણ કરી શકે છે. સાલાર જોઈ છે પણ સાલાર કરતા તો આમાં ખુબ સારો અભિનય કર્યો છે.
![]() |
| Prithviraj Sukumaran |
એક એક ઘટનાને બારીકાઈથી વર્ણવામાં આવી છે. આવા તો કેટલાય લોકો છે જે ગલ્ફ કન્ટ્રીમાં કામે જાય છે પણ પાછા આવી શકતા નથી, ત્યાં ગુલામી કરવાની ફરજ પડી જાય છે. એક રીતે જોવા જઈએ તો ફિલ્મ ઘણા એવા લોકો માટે પ્રેરણા પણ છે કે, જે ગલ્ફ કન્ટ્રીમાં જવાની ઘેલશા રાખી રહ્યા છે. એક સીન એવો છે કે, શર્ટના બટનમાંથી નાયક નાયિકાને જુએ છે અને છેલ્લે જ્યારે તેને એ જ બટનમાંથી ગુલામી છોડી ઘરે જવાનો રસ્તો દેખાય છે. જે બતાવે છે કે ફિલ્મને કેટલી બારીકાઈથી નિરીક્ષણ કરીને બનાવવામાં આવી છે.
મને તો આ ફિલ્મમાં કોઈ સીન ગમ્યો હોય તો તે છે, કોરા રણમાં પાણી મળવું અને તેમાં પણ ઇબ્રાહિમ દ્વારા music વગાડવું. જે એક એવો સંદેશ આપે છે કે, સંગીત તમને ઘણી તકલીફોમાંથી રાહત આપવાનું કામ કરે છે.
ફિલ્મ 3 કલાકની છે, પણ 3 ત્રણ કલાક સુધી તમને ક્યાંય આડા અવળું જોવાની ઈચ્છા જ ના થાય! મતલબ કે ફિલ્મ તમને જકડી રાખે છે. આ ફિલ્મમાં ડિરેકટર Blessy ના દિગ્દર્શનને ખરેખર સો સો સલામ છે.
વાસ્તવમાં આ નજીબ મુહમ્મદ નામના વ્યક્તિની સત્ય ઘટના છે. હરિપદના અરતુપુઝા ગામનો એક મજૂર નજીબ 1993માં તેની રોટલી અને વધુ સારી કમાણી માટે સંઘર્ષ કરી રહ્યો હતો. વધુ સારી તકો માટે મુહમ્મદ કામ માટે ગલ્ફ ગયો હતો, પરંતુ તે જાણતો નહોતો કે તેનું જીવન ત્યાં ઊલટું જઈ રહ્યું છે. તે ઘટનાને અહી વર્ણવામાં આવી છે.
ધ ગોટ લાઇફ એ 2024 ની મલયાલમ ભાષાની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ છે જે બ્લેસીએ લખેલી, દિગ્દર્શિત અને સહ-નિર્માણ કરેલી છે. આ ફિલ્મ એક આંતરરાષ્ટ્રીય સહ-નિર્માણ છે જેમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સની કંપનીઓ સામેલ છે.

.jpeg)
.jpeg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો